26th January selfie contest

1987માં 1.6 રૂપિયે કિલો મળતા હતા ઘઉં, IFS અધિકારીએ શેર કર્યું જૂનું બિલ

PC: news18.com

મોંઘવારીના કારણે ખાવાની વસ્તુઓના ભાવ આસમાને ચઢેલા જોવા મળે છે. તેમાં પણ ઘઉંની કિંમતો ઘણી વધારે છે. શું તમને ખબર છે કે આજથી 35 વર્ષ પહેલા ઘઉંની કિંમત કેટલી હતી. કદાચ નહીં ખબર હોય તો તમને જણાવી દઈએ કે ત્યારથી લઈને અત્યાર સુધીમાં જમીન આકાશનો ફરક આવી ચૂક્યો છે. તે સમયે જ્યારે મામૂલી પૈસામાં કિલો ઘઉં મળતા હતા, તેના માટે હાલમાં 13 ગણી વધારે કિંમત ચૂકવવી પડી રહી છે.

અસલમાં ભારતીય વન સેવાના અધિકારી પરવીન કસ્વાએ વર્ષ 1987ના એક બિલનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. તેમાં એક કિલો ઘઉંની કિંમત 1.6 રૂપિયા લખેલી જોવા મળે છે. તેમની આ પોસ્ટ કરતા જ તે ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે પરવીન કસ્વાએ પોતાના દાદાનું જે ફોર્મ શેર કર્યું છે, જે ભારતીય ખાદ્ય નિગમને વેચવામાં આવેલી ઉપજનું બિલ છે. જે ફોર્મ અનાજ માર્કેટમાં ખેડૂતની કૃષિ ઉપજના વેચાણની રસીદ છે.

પહેલા જ્યારે પણ લોકો માર્કેટમાં પોતાની ઉપજ વેચવા માટે જતા હતા તો તેમને આ રીતની રસીદ આપવામાં આવતી હતી. તેને પાક્કી રસીદ પણ કહેવામાં આવતી હતી.

IFS અધિકારીએ એક ટ્વિટના જવાબમાં લખ્યું છે- જ્યારે ઘઉં 1.6 રૂપિયા પ્રતિ કિલો થયા કરતા હતા. મારા દાદાજીએ 1987માં ભારતીય ખાદ્ય નિગમને આ ઘઉં વેચ્યા હતા. તેમણે એ પણ કહ્યું છે કે તેમના દાદાજીને દરેક રેકોર્ડ સંભાળીને રાખવાની આદત હતી. આ જ કારણે આ હજુ સુધી અમારી પાસે સુરક્ષિત છે. તેમના સંગ્રહમાં છેલ્લા 40 વર્ષોથી વેચવામાં આવેલા દરેક પાકના બધા દસ્તાવેજો છે. કોઈ પણ ઘરે જ તેનું અધ્યયન કરી શકે છે.

અધિકારીના આ ટ્વીટ શેર કર્યા પછી સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં 46 હજીરથી વધારે વખત તેને જોવામાં આવી છે. 735 લાઈક્સ અને ઘણા કોમેન્ટ્સ મળ્યા છે. એક યુઝરે લખ્યું છે- તેને પોસ્ટ કરવા માટે તમારો આભાર. આજે મેં પહેલી વખત જે ફોર્મ અંગે જાણ્યું. તો અન્યએ લખ્યું છે- 1987માં સોનાનો દર 2570 રૂપિયા હતો, આથી આજની મોંઘવારીમાં સોનાના ભાવ પ્રમાણે, ઘઉંની કિંમત 20 ગણી હોતે. ઘઉંની આજની કિંમત અંગે વાત કરીએ તો સરકરા દર એટલે કે જે ભાવે ભારતીય ખાદ્ય નિગમ ઘઉં ખરીદે છે તે 21.25 રૂપિયા એટલે કે 21 રૂપિયા 25 પૈસા પ્રતિ કિલોના છે. આહિસાબે જોઈએ તો હાલની કિંમતનોના આધરે આ 35 વર્ષોમાં ઘઉં કિલોએ 13.25 ટકા મોંઘા થઈ ગયા છે. આ રીતે જોઈએ તો ઘઉંની કિંમત 21 ગણી વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp