કેસરીનાથનું નિધન, સુપ્રીમ કોર્ટના સન્માનમાં જ્યારે ટૉયલેટ રોકીને બેસી રહ્યા હતા

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળ અને બિહારના પૂર્વ રાજ્યપાલ રહી ચૂકેલા કેસરીનાથ ત્રિપાઠીનું રવિવારના રોજ સવારે નિધન થયું છે. 88 વર્ષની ઉંમરમાં તેમણે પ્રયાગરાજમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. હાલમાં જ ઘરમાં પડી જવાને કારણે તેમના ખભાનું હાડકું તૂટી ગયું હતું. ત્રણ દિવસ પહેલા તેઓ હોસ્પિટલમાંથી ઘરે આવ્યા હતા. ત્રિપાઠી ઉત્તર પ્રદેશના દિગ્ગજ નેતાઓમાંના એક હતા. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સિવાય તેમની પાસે થોડા સમય સુધી બિહાર, મેઘાલય અને મિઝોરમના રાજ્યપાલનો વધારાનો ચાર્જ પણ હતો.

તેમના નિધન પર PM મોદીએ દુ:ખ વ્યક્ત કરતા તેમને UPમાં ભાજપને મજબૂતી આપનારા પ્રમુખ નેતા કહ્યા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે, 'શ્રી કેસરીનાથ ત્રિપાઠીજી તેમની સેવા અને બુદ્ધિમત્તા માટે જાણીતા હતા. તેઓ બંધારણીય બાબતોમાં નિપુણ હતા. તેમણે ઉત્તર પ્રદેશમાં ભાજપને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને રાજ્યની પ્રગતિ માટે સખત મહેનત કરી હતી. તેમના મૃત્યુથી ઘણું દુઃખ થયું. તેમના પરિવાર અને ચાહકોને આશ્વાસન. ઓમ શાંતિ.'

બહુમત પરીક્ષણ થયું ત્યાં સુધી બેસી રહ્યા હતા ત્રિપાઠી

કેસરીનાથ ત્રિપાઠી સાથે જોડાયેલ એક રસપ્રદ કિસ્સો છે જે કામ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. ઉત્તર પ્રદેશમાં વર્ષ 1998મા કલ્યાણ સિંહની સરકાર હતી, પરંતુ રાજ્યપાલ રોમેશ ભંડારીએ રાતોરાત કલ્યાણ સિંહને CM પદ પરથી હટાવીને કોંગ્રેસના નેતા જગદંબિકા પાલને મુખ્યમંત્રી બનાવી દીધા. આ પછી ભાજપે તરત સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને કોર્ટમાંથી બહુમત પરીક્ષણનો આદેશ આવી ગયો.

ભાજપ માટે આ રાહતના સમાચાર હતા. કોર્ટના સખ્ત આદેશો હતા કે, ફ્લોર ટેસ્ટ પૂર્ણ થાય ત્યાં સુધી વિધાનસભા સ્થગિત નહીં થશે અને સ્પીકર પણ તેમની સીટ પરથી ઉભા થશે નહીં. તે સમયે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં કેસરીનાથ ત્રિપાઠી જ સ્પીકર હતા. કેસરી તે સમયે એવી બીમારીથી પીડિત હતા કે તેમને વારંવાર ટોયલેટ માટે વોશરૂમ જવું પડતું હતું. પરંતુ કોર્ટના આદેશ આગળ તેઓ મજબૂર હતા.

સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર ન થાય તે માટે તેમણે પાણીથી પણ અંતર રાખ્યું હતું, જેથી તેમને વારંવાર ટોયલેટ માટે નહીં જવું પડે. કાર્યવાહી શરૂ થઈ તો શાસક પક્ષની ખુરશી પર કોણ બેસશે તે મુદ્દે બંને પક્ષો સામસામે લડવા લાગ્યા. સમયની નાજુકતાને જોતા કેસરીનાથ ત્રિપાઠીએ પોતાની આજુબાજુમાં બે ખુરશીઓ મુકાવી અને એક બાજુ જગદંબિકા પાલને તો બીજી બાજુ કલ્યાણ સિંહને બેસાડ્યા.

આ દરમિયાન, બહુમત પરીક્ષણ થયું ત્યાં સુધી, ત્રિપાઠી ટોયલેટ રોકીને બેસી રહ્યા અને તેમની સીટ પરથી નહીં હલ્યા. જો કે, બહુમત પરીક્ષણમાં ભાજપને 225 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને માત્ર 196 વોટ મળી શક્યા હતા. ભાજપ બહુમતી મેળવી ચૂક્યું હતું.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.