મફતમાં મિઠાઇ ન મળી તો નશામાં ધૂત પોલીસે દુકાનદાર સાથે મારામારી કરી, જુઓ વીડિયો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના કાનપુરમાં રવિવારે રાત્રે નશામાં ધૂત કોન્સ્ટેબલે એક દુકાનદારને પૈસા વગર મીઠાઈ ન આપવા પર માર માર્યો હતો. એટલું જ નહીં, તેણે 45 મિનિટ સુધી હંગામો મચાવ્યો અને દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી. વીડિયો વાયરલ થયા બાદ DCPએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે અને વિભાગીય તપાસ શરૂ કરી છે.

મસ્વાનપુરના રહેવાસી રાકેશ સાહુનું સરાઈ ચોક પર બાલાજી સ્વીટ્સ નામનું સ્વીટ હાઉસ અને રેસ્ટોરન્ટ છે. તેણે આરોપ લગાવ્યો કે રવિવારે રાત્રે પંકી રોડ ચોકી પર તૈનાત પોલીસ ઈન્સ્પેક્ટર સર્વેન્દ્ર કુમાર નશાની હાલતમાં દુકાનની બહાર આવ્યો હતો અને પહેલાં તો સીટી વગાડી હતી, પછી હોર્ન વગાડીને મને દુકાનની બહાર બોલાવ્યો, પરંતુ હું ગયો નહોતો અને કાઉન્ટર પર બેસી રહ્યો હતો.

 આ વાતથી ગુસ્સે ભરાઇને પોલીસ કર્મચારીએ કારમાંથી ઉતરીને દુકાનમાં ગાળા ગાળી શરૂ કરી હતી અને મારી સાથે મારપીટ કરી હતી. દુકાનદારે કહ્યું કે, મેં પોલીસ કર્મચારીને કહ્યું કે, રસ્તા પર સામાન કેવી રીતે પહોંચાડીએ? તમારે દુકાનમાં આવીને પેમેન્ટ કરવું પડે, તો પોલીસ કર્મચારીએ પૈસા આપવાની પણ ના પાડી દીધી હતી.

દુકાનદારે કહ્યું કે, પોલીસ કર્મચારી એટલો બધો નશામાં ધૂત હતો કે ગ્રાહકોના વિરોધ પછી પણ તેણે અપશબ્દો બોલવાનું બંધ નહોતું કર્યું. આ દરમિયાન મેં પોલીસ કંટ્રોલરૂમને ફોન કરી દીધો હતો અને પોલીસ આવીને સર્વેન્દ્રને લઇ ગઇ હતી. આ આખી ઘટના CCTVમાં કેદ થયેલી છે. ગ્રાહકોએ પણ આ ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો. દુકાનદારે સોશિયલ મીડિયા પર વીડિયો વારયલ કરી દીધો હતો.

પોલીસ કોન્સ્ટેબલે મારામારી કરી હોવા છતા તેની સામે FIR નોંધવામાં નથી આવી, માત્ર તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને વિભાગીય તપાસ થઇ રહી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ DCP પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો હતો અને પ્રાથમિક તપાસમાં બધા આરોપો સાચા નિકળ્યા છે.

પીડિત બિઝનેસમેનનો આરોપ છે કે જ્યારે તેણે કોન્સ્ટેબલ વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી તો સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું, કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. હવે આ કેસમાં તેની સામે FIR નોંધવામાં આવશે નહીં.સ્ટેશન ઇન્ચાર્જે દુકાનદારને ધમકાવતા કહ્યું હતું કે, જો વધારે નેતાગીરી કરી તો તમારી સામે જ FIR કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp