શું મડદા પણ પીવે છે દારૂ? કબરની અંદરથી મળ્યા દેશી દારુના પાઉચ, જોવા ઉમટી ભીડ

PC: hindikhabar.com

દારૂબંદીવાળા બિહારમાં દારૂ છુપાવવા માટે બુટલેગરો જાત જાતની રીત અપનાવી રહ્યા છે. ટેન્કરોથી લઈને ભોંયરામાં સુધી. તળાવથી લઈને કૂવાઓ સુધીમાં દારૂની બોટલો છુપાવવાના સમાચાર સામે આવી ચૂક્યા છે. હવે મડદાઓના ઘર પણ સુરક્ષિત નથી. નવી ઘટના રોહતાસ જિલ્લાના સાસારામની છે. અહીં કબરોમાંથી કોથળાઓમાં ભરેલો દારૂ મળી આવ્યો છે. આ ગેરકાયદેસર દારૂ કાદિરગંજમાં અલાવલ ખાનના મકબરા સ્થિત કબ્રસ્તાનની કબરમાંથી મળી આવ્યો છે.

સાથે જ દારૂ બનાવવાના ઉપકરણ અને અન્ય સામાન પણ મળ્યા છે. મતલબ દારૂના બુટલેગરોએ હવે કબ્રસ્તાનને પણ પોતાનો દારૂ છુપાવવાનો અડ્ડો બનાવી લીધો છે. મોટી વાત એ છે કે, જૂની કબરોને દારૂ છુપાવવાની જગ્યા બનાવવામાં આવી રહી છે. આજે જ્યારે કબ્રસ્તાનમાં કેટલાક લોકો શબ લઈને પહોંચ્યા તો જોયું કે, એક જૂની કબરમાં કેટલાક કોથળા પડ્યા છે. જ્યારે લોકોએ આ કોથળા ખોલીને જોયા તો અચંબિત રહી ગયા. કબરની અંદર કોથળામાં ભરીને દેશી દારૂના પાઉચ રાખવામાં આવ્યા હતા.

દરિગાંવ પોલીસ સ્ટેશનની પોલીસ જાણકારીના આધારે ઘટનાસ્થળ પર પહોંચી અને પોતાની ઉપસ્થિતિમાં કોથળામાં બંધ કરીને રાખવામાં આવેલો દારૂ જપ્ત કર્યો. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આસપાસના કેટલાક લોકો દારૂ બનાવવા અને વેચવાનું કામ કરે છે. આ એ જ લોકોની કરતૂક છે, પરંતુ જે પ્રકારે કબ્રસ્તાન જેવી જગ્યાઓને પણ માફિયા પોતાનો દારૂ રાખવાના અડ્ડાના રૂપમાં ઉપયોગ કરી રહ્યા છે. એ દુર્ભાગ્યપૂર્ણ છે. મોટી વાત એ છે કે સાસારામ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આ વિસ્તાર છે.

કહેવામાં આવી રહ્યું છે કે કબ્રસ્તાન સૂમસામ હોવાના કારણે દારૂડિયા અહીં દારૂ પીવા માટે ભેગા થાય છે. ઘટના સામે આવ્યા બાદ દરિગાંવ પોલીસ સ્ટેશનના પ્રભારી સંતોષ કુમારે જણાવ્યું કે, અહી એક કબરની અંદરથી 50 લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. બબલૂ નામના સ્થાનિક રહેવાસીએ કહ્યું કે, આજે અમે લોકો શબને દફનાવવા માટે ગઢવા તળાવ કબ્રસ્તાનમાં ગયા હતા. ત્યારે જોયું કે, કબરને ખોદીને અંદર દારૂ રાખવામાં આવ્યો છે. પોલીસને જાણકારી આપવામાં આવી તો ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી. કબરથી દારૂ મળવો ખૂબ જ દુઃખદ છે. બુટલેગરોને પોલીસ વહેલી તકે ધરપકડ કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp