જ્યારે રતન ટાટા કંપનીના સ્ટાફ માટે ગેંગસ્ટરની સામે થઇ ગયા હતા

રતન ટાટા ખૂબ જ શાંત અને સરળ સ્વભાવના છે, પરંતુ જ્યારે કંપની અને કર્મચારીઓની વાત આવે છે ત્યારે તેઓ ગેંગસ્ટર સાથે પણ સામનો કરી શકે છે. આ વાત રતન ટાટાએ પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવી હતી. જ્યારે ટાટા મોટર્સના કર્મચારીઓની વાત આવી ત્યારે રતન ટાટાએ વિલંબ કર્યા વિના ગેંગસ્ટરનો સામનો કર્યો હતો.
ટાટા જૂથના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાનો કોઇ પરિચય આપવાની જરૂર નથી. તેમનું નામ સાંભળતા જ કોઇના પણ મનમાં તેમના માટે આદર ઊભો થવા લાગે છે. તેમનું નામ માત્ર બિઝનેસ જગતમાં જ નહીં પરંતુ દેશના દરેક બાળક અને વૃદ્ધ વ્યક્તિના હોઠ પર રહે છે. રતન ટાટા જેટલા મોટા ઉદ્યોગપતિ છે તેટલા જ તેઓ દાનવીર અને પરોપકારી છે. તમે એવું પણ સાંભળ્યું હશે કે રતન ટાટા એકદમ શાંત પ્રકૃતિના માણસ છે.
તમે રતન ટાટાની ચેરિટીની વાતો તો ઘણી વાર સાંભળી હશે, પરંતુ આજે સાંભળો તેમની હિંમત અને સાહસની વાત. ઘણા ઓછો લોકો જાણતા હશે.રતન ટાટા તેમની કંપની અને તેમની કંપનીના કર્મચારીઓ પ્રત્યે હંમેશા સાવચેત રહે છે અને કર્મચારીઓને પોતાના પરિવારનો હિસ્સો માને છે,જ્યારે ટાટા મોટર્સના કર્મચારીઓની વાત આવી તો તેમણે પોતાના સ્ટાફ માટે ગેંગસ્ટર સાથે લડાઈ પણ કરી હતી.
આ ઘટના વર્ષ 1980ની છે. એક ગેંગસ્ટર ટાટા મોટર્સના કર્મચારીઓ પાસેથી હપ્તા વસુલવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ટાટા મોટર્સના કામમાં મુશ્કેલી ઉભી કરી રહ્યો હતો. કર્મચારીઓમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે કંપનીના લગભગ 2000 કર્મચારીઓને પોતાની સાથે કરી લીધા હતા. ભાગલા પાડવા, ધાકધમકી આપવા સાથે ગેંગસ્ટર ટાટા મોટર્સના કર્મચારીઓ પર મારપીટ કરતો હતો અને કામ બંધ કરવાની ધમકી આપતો હતો.
ગેંગસ્ટર ટાટા મોટર્સના યુનિયન પર કબજો કરવા માંગતો હતો અને કંપનીમાં કર્મચારીઓને હડતાલ કરાવવા માંગતો હતો, પરંતુ રતન ટાટા એવું ઇચ્છતા ન હતા.રતન ટાટા ગેંગસ્ટર સામે ઝૂકનારાઓમાના નહોતા. રતન ટાટા પોતે પ્લાન્ટ પર પહોંચી ગયા હતા અને ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા. કર્મચારીઓને ખાતરી આપી કે તેઓ તેમની સાથે છે.
રતન ટાટાએ કર્મચારીઓને વિશ્વાસ અપાવ્યો હતો કે ગેંગસ્ટર કંપનીનું કઇ બગાડી શકશે નહીં. કર્મચારીઓના પાછા કામ કરવા માટે રતન ટાટા પ્રોત્સાહિત કરતા હતા. એ પછી ગેંગસ્ટરની ધરપકડ થઇ અને ટાટા મોટર્સનો પ્લાન્ટ ફરી ધમધમવા માંડ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp