દીકરીની ડિલિવરી વખતે AC રૂમ બુક ન થતા બે વેવાઈએ કરી મારામારી

PC: newstrack.com

બારાબંકી જિલ્લામાં પુત્રવધૂની ડિલિવરી વખતે AC રૂમ બુક ન થતાં સમધીઓ એકબીજા સાથે ઝપાઝપી કરી હતી. પિયર પક્ષના લોકોએ છોકરાની બહેનો અને પિતાને ખુબ માર માર્યો હતો. આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. પીડિત છોકરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઉત્તર પ્રદેશના બારાબંકીમાં, તેમની પુત્રવધૂની ડિલિવરી વખતે એરકન્ડિશન્ડ રૂમ (AC) બુક ન કરવા બદલ બે વેવાઈઓએ એકબીજા સાથે ઝઘડો કર્યો હતો. યુવતીના પિતા, પુત્ર અને સંબંધીઓએ હોસ્પિટલના ગેટની બહાર ખુબ મારપીટ કરી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. આ અંગે યુવક પક્ષે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, મામલો નગર પોલીસ સ્ટેશન વિસ્તારના સિવિલ લાઇન્સ સ્થિત એક ખાનગી નર્સિંગ હોમની સામેનો છે. અહીંના આવાસ-વિકાસ કોલોનીના રહેવાસી રામકુમારે સોમવારે પોલીસને ફરિયાદ આપી હતી કે, પુત્રના લગ્ન લખનઉ જિલ્લાના ફૈઝુલ્લાગંજ પોલીસ સ્ટેશન અલીગંજમાં થયા હતા. પુત્રવધૂની ડિલિવરી માટે તેમને સિવિલ લાઇન સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં ઓપરેશનથી દીકરીનો જન્મ થયો હતો અને હોસ્પિટલમાં જે કંઈ ખર્ચ થયો હતો તે તેમણે ચૂકવ્યો હતો.

સોમવારે જ્યારે કન્યાપક્ષના માતા-પિતા અને સંબંધીઓ દીકરીને જોવા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે AC વગરનો રૂમ જોઈને તેઓ ગુસ્સે થયા હતા. રામકુમારનો આરોપ છે કે AC રૂમ બુક ન કરાવવા બદલ તેઓ અમને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યારે અમે તેમને આવું કરવાની ના પાડી ત્યારે તેઓએ મને અને મારી પત્ની અને બંને પુત્રીઓને માર માર્યો હતો. આરોપ છે કે, છોકરીના પિતા, પુત્ર અને સંબંધીઓએ નર્સિંગ હોમની બહાર રસ્તાની વચ્ચે છોકરાની બહેન અને માતા-પિતા પર હુમલો કર્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આખો મામલો નગર કોતવાલી વિસ્તારના સિવિલ લાઈન્સ વિસ્તારમાં સ્થિત એક ખાનગી નર્સિંગ હોમનો છે. નગર કોતવાલી વિસ્તારના આવાસ વિકાસ કોલોનીના રહેવાસી રામકુમારે પોલીસને માહિતી આપી છે કે, તેમના પુત્રના લગ્ન અલીગંજ જિલ્લાના ફૈઝુલ્લાગંજ પોલીસ સ્ટેશન, લખનઉ ખાતે થયા હતા. પુત્રવધૂની ડિલિવરી થવાની હતી. સોમવારે પુત્રવધૂને લેબર પેઈન ઉપડતાં તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પુત્રવધૂએ ઓપરેશન દ્વારા પુત્રીને જન્મ આપ્યો હતો અને હોસ્પિટલનો તમામ ખર્ચ અમે ઉઠાવ્યો હતો, અને છતાં પણ એક ફક્ત AC રૂમ ન લેતા અમને માર માર્યો હતો.

આ ઘટના બાદ સાસરિયાઓના હુમલામાં ઘાયલ થયેલા છોકરાના માતા-પિતા અને બહેન પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સમગ્ર મામલે ઈન્સ્પેક્ટર સંજય મૌર્યએ જણાવ્યું કે પરિવારની ફરિયાદ આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp