કન્યાદાન પહેલા જ પિતાનું મોત થયું, યુવાનોએ એવું કર્યું કે લોકોએ સરાહના કરી
રાજસ્થાનના એક ગામમાં યુવતીના લગ્ન ચાલી રહ્યા હતા અને કન્યાદાનનો સમય પહેલાં જ દુલ્હનના પિતા દુનિયા છોડી ગયા હતા.ખુશીનો પ્રસંગ પળવારમાં શોકમાં પલટાઇ ગયો હતો. પરંતુ લગ્ન વિધી ચાલી રહી હતી એટલે ફેરા ફરાયા અને પ્રસંગમાં હાજર યુવાનોએ એવું કામ કર્યું કે તેમની સરાહના થઇ રહી છે. ઉપરાંત યુવતીના લગ્નમાં જેમણે મંડપ, કેટરીંગનું કામ કર્યું હતું તેમણે પણ એવું કર્યું કે લોકોની આંખ ભીની થઇ ગઇ છે.
રાજસ્થાનના બડગામ વિસ્તારમાં રહેતી આચુકી સૈનીના ગઇકાલે લગ્ન થયા. વરરાજા માત્ર 5 મહેમાનો સાથે ઘોડી અને બેન્ડવાજા વગર દુલ્હનને લેવા આવ્યો હતો. જે લગ્નમાં 200 જાનૈયા સહિત 500થી વધારે મહેમાનો આવવાના હતા ત્યાં માત્ર 40 જ લોકો હાજર હતા. અર્ધબેભાનાવસ્થામાં જ દુલ્હને 7 ફેરા ફર્યા અને જાન વિદાય થઇ ગઇ હતી. આવું એટલા માટે બન્યું ,કારણકે આચુકી સૈનીના પિતા કિશોર મલનું કન્યાદાન પહેલાં જ મોત થયું હતું.
રાજસ્થાનમાં અચુકી સૈનાના લગ્નની ખુશીનો માહોલ હતો અને બધું રંગેચંગે ચાલી રહ્યું હતું, એવામાં કન્યાદાનના સમય પહેલાં જ પિતાનું કિશોર મલનું મોત થઇ ગયું હતું. આ સમયે હાજર કેટલાંક યુવાનોઓ સોશિયલ મીડિયા પર કન્યાદાન માટે એક ગ્રુપ બનાવ્યું અને એક જ કલાકની અંદર 400થી વધારે લોકોએ કન્યાદાનમાં યોગદાન આપી દીધું.
જાણવા મળેલી વિગત મુજબ મોડી રાત સુધીમાં લગભગ 2 લાખ રૂપિયા જમા થઇ ગયા હતા, જે અચુકીના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા હતા. પિતાના મોત પહેલા લગ્નની જે તૈયારીઓ ચાલી રહી હતી તેને બંધ કરી દેવામાં આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે મંડપવાળા, કેટરીંગ વાળા અને લગ્નની તૈયારીમાં સામેલ અનેક લોકોએ આ દુખની ઘડીમાં અચુકીના પરિવાર પાસેથી એક પણ રૂપિયો લીધો નહોતો.
બીજી તરફ પરિવાર અને ગામમાં ઘરઆંગણે શોકનું વાતાવરણ છે. કિશોર મલ સૈનીની પત્ની અને પરિવારના સભ્યોના હાલ બેહાલ થઇ ગયા છે, કારણ કે પિતા દુનિયા છોડી ગયા હતા. આજે લગ્ન પછીનો પહેલો દિવસ એટલે કે દીકરીના લગ્નનો પ્રસંગ છે. પુત્રી તેના પિયર પરત ફરશે, પરંતુ માત્ર પગફેરે સાથે તેના પિતાના બેસણામાં હાજરી આપવી પડશે. આખા ગામમાં આ વાતની ચર્ચાછે અને લોકોની આંખમાંથી આંસૂ સરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp