જ્યારે પોલીસકર્મી બાળકોની જેમ રડવા લાગ્યો અને હસતા રહ્યા સાથી મિત્રો, જુઓ વીડિયો

PC: quickarea.in

ઉત્તર પ્રદેશના ઉન્નાવ સ્થિત પોલીસ પ્રશિક્ષણ કેન્દ્રમાં પ્રશિક્ષણ માટે આવેલા એક હેડ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસકર્મી રડી રહ્યો છે, જેને જોઈને કોઈપણ પોતાનું હાસ્ય રોકી ના શકે. આ કિસ્સો ઉન્નાવના કાલી મિટ્ટી સ્થિત અમર શહિદ ગુલાબ સિંહ લોધી પોલીસ પ્રશિક્ષણ કેન્દ્રનો છે. મળતી માહિતી અનુસાર, અપર પોલીસ મહાનિર્દેશક નવનીત સીકેરાના આદેશ પર અહીંયા એક હેલ્થ કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કૅમ્પમાં ટ્રેનિંગ માટે આવેલા જવાનોના બ્લડ ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ કૅમ્પમાં ટ્રેનિંગ માટે આવેલા હેડ કોન્સ્ટેબલ આફતાબે પણ તેમનું બ્લડ સેમ્પલ આપવાનું હતું. જોકે અહીંયા ડૉક્ટરના હાથમાં ઈન્જેક્શન જોતા જ તેમણે પહેલા તો હાથ જોડીને પ્રાર્થના કરી કે તેમને ધીમેથી ઈન્જેક્શન લગાવવામાં આવે. ત્યારબાદ તેઓ નાના બાળકોની જેમ રડવા લાગ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે તેમને આ મુજબ રડતા જોઈ ત્યાં હાજર તેમના મિત્રો પણ હસવા લાગ્યા હતા.

તેઓ કોન્સ્ટેબલ આફતાબને સમજાવી રહ્યા હતા, પરંતુ, તેમ છતા આફતાબ બૂમો પાડી રહ્યા હતા. એવામાં આફતાબના સાથીદારોએ તેમનો હાથ પકડીને જબરદસ્તી તેમને બેસાડી રાખ્યા હતા, અને ડૉક્ટરે કોઈક રીતે તેમનું બ્લડ સેમ્પલ લીધું હતું. આ દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ તેમનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર નાખી દીધો હતો, જે હવે વાયરલ થઇ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp