વરઘોડો આવ્યો પણ દુલ્હને લગ્નની ના પાડી દીધી. દુલ્હો પોલીસ પાસે ગયો અને પછી...

PC: mptak.in

મધ્ય પ્રદેશના રાજગઢ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વરરાજો વાજતે ગાજતે વરઘોડો લઇને દુલ્હનને પરણવા ગયો, જ્યારે વરઘોડો દુલ્હનના આંગણે પહોંચ્યો તો દુલ્હને કહ્યુ કે, મારે લગ્ન નથી કરવા. વરરાજા આખી જાનને લઇને પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસને કહ્યું કે, સાહેબ, મારા લગ્ન કરાવી આપો. આખરે કોઇ ઉકેલ નહીં આવતા વરરાજો દુલ્હનને લીધા વગર પોતાના ગામ પાછો ફર્યો હતો. જાનૈયાઓની પણ લગ્નની મજા બગડી હતી. પોલીસે કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છે, કે દુલ્હને વરરાજાને ના કેમ પાડી.

દુલ્હન, બબલી વર્માએ જાનૈયાઓની સામે વર અને તેના પિતા સામે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. કન્યાએ કહ્યું, જ્યાં સુધી મારા ભાઈના લગ્ન નહીં થાય ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. મારી ના પાડ્યા પછી પણ તમે જબરદસ્થી વરઘોડો લઇને આવી ગયા. આનાથી નારાજ વરરાજા અને જાનૈયાઓ પાણી પીધા વિના આખી જાન સાથે ભોજપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

વરરાજાએ પોલીસ સ્ટેશનમાં લગ્ન માટે અરજી આપી અને કહ્યું કે, સાહેબ મારા લગ્ન કરાવી આપો. હકીકતમાં, એક વર્ષ પહેલા રાજગઢના ખોખરીયા ગામના બબલી વર્મા અને બોરડા શ્રીજી ગામના સુરેશ વર્મા વચ્ચે સગાઈ થઈ હતી. લગ્નની તારીખ 23મી એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. લગ્નની તમામ તૈયારીઓ વર-કન્યાના ઘરે થઈ ગઈ, કાર્ડ છપાઈ ગયા, સંબંધીઓ આવ્યા, પણ હવે બબલીએ દુલ્હન બનવાની ના પાડી દીધી હતી.

24મી એપ્રિલે કન્યાના ભાઈના લગ્ન બાવડી ખાડી ગામની યુવતી સાથે થવાના હતા, પરંતુ કન્યાની ઉંમર 17 વર્ષની એટલે કે સગીર હોવાને કારણે કન્યાના ભાઈ લગ્ન કરી શકાયા ન હતા, આ વાતથી નારાજ કન્યાએ પણ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. .

જેના કારણે ગામમાં આવેલી જાન લીલા તોરણે પાછી ફરી હતી. આ સમગ્ર મામલામાં ભોજપુર પોલીસ સ્ટેશનના પ્રભારી જિતેન્દ્ર માવઈએ જણાવ્યું કે, વરરાજા સુરેશ વર્મા સમગ્ર જાનૈયાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતો. પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે, પરંતુ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી છે. યુવતી કહે છે કે પહેલા મારા ભાઈના લગ્ન થશે, પછી જ મારા લગ્ન થશે. ગામમાંથી જાન પાછી ફરી છે,  પોલીસે કહ્યું  અમે તપાસ કરી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp