જ્યારે આતંકવાદીએ મને જોયો અને મેં તેને જોયો, રાહુલે કેમ્બ્રિજમાં કાશ્મીરની...

PC: abplive.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ દિવસોમાં UKના પ્રવાસે છે. તેમણે તાજેતરમાં કેમ્બ્રિજમાં એક સંબોધન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો એક કિસ્સો પણ શેર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કાશ્મીરમાં જ્યારે તેમનો એક આતંકવાદીનો સામનો થયો ત્યારે શું થયું? રાહુલે દાવો કર્યો હતો કે સુરક્ષા દળોએ તેમને કાશ્મીરમાં પગપાળા યાત્રા ન કરવા કહ્યું હતું. પરંતુ તેમ છતાં તેમણે આ યાત્રા કાઢી.

રાહુલ ગાંધીએ કહ્યું, જ્યારે હું યાત્રા કરી રહ્યો હતો. અમને કહેવામાં આવ્યું કે અમને મારી નાંખવામાં  આવશે. તેમ છતાં અમે યાત્રા કરી રહ્યા હતા. ત્યારે એક વ્યક્તિએ મને કહ્યું કે, મારે વાત કરવી છે. સુરક્ષાકર્મીઓએ કહ્યું કે, આવું ન કરો, તમે લોકોને નજીક આવવાનું આમંત્રણ ન આપો. રાહુલે કહ્યું, તો પણ મેં તેને બોલાવ્યો હતો, તે વ્યક્તિ મારી પાસે આવ્યો.

રાહુલે વધુમાં કહ્યું કે, તે વ્યક્તિએ તેમને પૂછ્યું કે, શું તમે ખરેખર અમારી સમસ્યા સાંભળવા આવ્યા છો? મેં કહ્યું, હા. રાહુલે કહ્યું કે, જ્યારે અમે આગળ ચાલી રહ્યા હતા. તે વ્યક્તિએ મને કહ્યું 'ત્યાં જુઓ, તમે તેમને જોઈ રહ્યા છો.' રાહુલે કહ્યું, ક્યાં? તેમણે કહ્યું, 'ત્યાં'. મેં કહ્યું, 'હા'. રાહુલે કહ્યું કે, તે વ્યક્તિએ મને કહ્યું કે તે આતંકવાદી છે. સામાન્ય રીતે આતંકવાદીઓએ મને મારી નાખવો જોઈએ. એવા વાતાવરણમાં હું હતો. હું તેની સામે જોઈ રહ્યો હતો, તે મારી તરફ જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે, હું મુશ્કેલીમાં છું. આતંકવાદીએ મને કેમ મારવો જોઈએ? પરંતુ અમે એકબીજાને જોતા હતા. હું તેને જોઉં છું અને કંઈ થતું નથી. અમે આગળ વધીએ છીએ.'

રાહુલે કહ્યું કે, 'આવું કેમ થયું, એટલા માટે નહીં કે તેની પાસે કંઈ કરવાની શક્તિ ન હતી. આવું એટલા માટે થયું, કારણ કે, હું તેને સાંભળવા આવ્યો હતો. હું કોઈ હિંસાના ઈરાદાથી આવ્યો નથી અને ઘણા બધા લોકો તે જોઈ રહ્યા હતા.'

રાહુલ ગાંધીએ કહ્યું, મીડિયા અને ન્યાયતંત્ર કબજે થઈ ગયું છે. દલિતો અને લઘુમતીઓ, આદિવાસીઓ પર હુમલા થઈ રહ્યા છે. જો કોઈ ટીકા કરે તો તેને ધમકાવવામાં આવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે હું કાશ્મીર જઈ રહ્યો હતો ત્યારે સુરક્ષાના લોકો મારી પાસે આવ્યા હતા. તેણે કહ્યું કે, અમારે તમારી સાથે વાત કરવી છે. તેમણે કહ્યું કે, હું કાશ્મીરમાં યાત્રા નહિ કરી શકું. આ ખરાબ વિચાર છે. મારા પર ગ્રેનેડ ફેંકી શકાય છે. પરંતુ મેં તેમને કહ્યું કે, મને મારા પક્ષના લોકો સાથે વાત કરી લેવા દો. મેં તેમને કહ્યું કે, હું યાત્રા કરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp