પત્નીએ નપુંસક કીધો તો પતિએ સાળાને વીડિયો મોકલ્યો જેનાથી સાસરામાં બબાલ મચી ગઇ

PC: amarujala.com

ઉત્તર પ્રદેશના બદાયું જનપદના બિસૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનોખો મામલો સામે આવ્યો છે. એક પરણિતાએ પોતાના પતિને નપુંસક કહી દેતા વિફરેલા પતિએ પણ તેના અંદાજમા પત્નીને જવાબ આપ્યો હતો. જાણવા મળેલી માહિતી મુજબ પત્નીએ પોતાના પતિને ના મર્દ કહ્યો હતો તો છંછેડાયેલા પતિએ એક આપત્તિજનક વીડિયો પત્નીના ભાઇ એટલે કે પતિના સાળાને મોકલી આપ્યો હતો જેને કારણે પત્નીના પિયરમાં બબાલ મચી ગઇ છે.પરણિતાએ હવે પતિ સામે પોલીસમાં ફરિયાદ કરી છે. પતિએ સાળાને પોતે નપુસંક નહીં હોવાની સાબિતી આપતો વીડિયો મોકલ્યો હતો.

આ કિસ્સો બદાયુંના બિસૌલીમાં આવેલા દવતોરી ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન બરેલીના આંવલમાં 3 મહિના પહેલા થયા હતા. આમ તો લગ્નને ત્રણેક જ મહિના થયા હતા અને તેમાં પણ પત્ની સાસરે ચાર-પાંચ દિવસ જ રહી હતી અને પછી પોતાના પિયર ચાલી ગઇ હતી. બે મહિના પછી પત્નીએ પોતાના પતિની મર્દાનગી સામે સવાલ ઉઠાવ્યો હતો.

પત્નીના કહેવા મુજબ તેનો પતિ નપુસંક હોવાને કારણે તે પતિના ઘરે જવાનો ઇન્કાર કરી રહી છે. તેણીએ પતિ સામે કોર્ટમાં દહેજના ત્રાસની પણ ફરિયાદ નોંધાવી છે. આ દરમિયાન પતિને ખબર પડી કે પત્ની તેના પિયરમાં નપુંસક હોવાનું કહી રહી છે એટલે ગુસ્સામાં આવીને તેણે પોતાના સાળાને આપત્તિજનક વીડિયો બનાવીને મોકલી આપ્યો હતો.

આ વીડિયો જોઇને પતિના સાસરામાં બબાલ મચી ગઇ છે અને પત્નીના પિયરમા જ વિવાદ શરૂ થયો છે. વીડિયો સામે આવ્યા પછી હવે મહિલાની સામે જ સવાલો ઉભા થઇ રહ્યા છે.ગામમાં પણ આ વીડિયોની વાત પ્રસરી ગઇ હતી અને લોકોએ કાનાફુસી કરવાનું શરૂ કરી દીધું છે.

જાણવા મળેલી માહિતી મુજબ પતિએ સાળાને જે આપત્તિજનક વીડિયો મોકલ્યો હતો તેમાં પતિ-પત્ની શારિરક સંબધ બાંધતા હોય તેવો વીડિયો મોકલ્યો છે. પતિનું કહેવું છે કે પત્ની ખોટું બોલે છે અને તેનો આ પુરાવો છે. મહિલા માટે તો અત્યારે પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેવો ઘાટ થયો છે. જો કે એ પછી પત્ની સાસરે ગઇ કે નથી ગઇ તે વિશે જાણવા મળ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp