હોલિવુડની આ ફિલ્મના બજેટ કરતા અડધી કિંમતે ચંદ્રયાન-3 ચાંદ પર પહોંચ્યું છે

PC: marca.com

ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. 23 ઑગસ્ટે નક્કી સમય પર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ ચંદ્રયાન-3ને ચંદ્રમા પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઇતિહાસ રચી દીધો. લેન્ડિંગ બાદ ISRO પ્રમુખ એસ. સોમનાથ ખુશીથી નાચી ઉઠ્યા અને કહ્યું કે, ‘ઇન્ડિયા ઈઝ ઓન ધ મૂન.’ ભારત ચંદ્રના સાઉથ પોલ પર સ્પેસક્રાફ્ટ લેન્ડ કરનારો પહેલો દેશ બની ગયો છે. આ સફળતા ઘણી બાબતે ખાસ છે. ચંદ્રયાન-3 મિશનની ઘણી વિશેષતાઓમાંથી એક છે આ મિશનનું બજેટ.

કહેવામાં આવી રહ્યું છે કે, હોલિવુડની એક ફિલ્મથી પણ ઓછા બજેટમાં ભારત ચંદ્ર પર પહોંચી ગયું. ISROના વૈજ્ઞાનિકોએ દરેક ભારતીયને ગર્વ કરવાનું કારણ આપ્યું છે. લોંચથી લઈને લેન્ડિંગ સુધી, વૈજ્ઞાનિકો અને એન્જિનિયર્સે દરેક પહેલું પર ખાસ ધ્યાન આપ્યું. આ ઉપલબ્ધિ બાદ હવે વાત થઈ રહી છે ચંદ્રયાન-3ના બજેટની. ઘણા લોકોના મનમાં સવાલ છે કે ચંદ્રયાન-3ને ચંદ્ર સુધી મોકલવામાં કેટલો ખર્ચ આવ્યો? X (પહેલા ટ્વીટર)ની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે.

આ પોસ્ટ મુજબ, ક્રિસ્ટોફર નૉલનની ફિલ્મ ‘ઇન્ટરસ્ટેલર’ 165 મિલિયન ડોલર, (ભારતીય ચલણ મુજબ લગભગ 1361 કરોડ રૂપિયા)માં બની છે. @Newsrhink દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ટ્વીટ મુજબ, ચંદ્રયાન-3નું બજેટ 75 મિલિયન ડોલર (લગભગ 619 કરોડ રૂપિયા) હતું. @Newsthink સિન્ડી પોમ નામની મહિલાનું અકાઉન્ટ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તે પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલી છે. આ ટ્વીટ પર એલન મસ્કે જવાબ આપ્યો અને ભારતના વખાણ કરતા લખ્યું કે, ‘Good For India.’

જો કે ચંદ્રયાન-3ના બજેટ બાબતે કોઈ સત્તાવાર જાણકારી નથી. એક રિપોર્ટ મુજબ, ચંદ્રયાન-2નું બજેટ 978 કરોડ હતું. અન્ય એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ મુજબ વર્ષ 2020માં ISROના તત્કાલિન ચેરમેન કે. સિવાને કહ્યું હતું કે, ચંદ્રયાન-3નું બજેટ 615 કરોડ હશે. તેમાં 250 કરોડનું પ્રોપલ્શન અને લોન્ચ માટે 365 કરોડ નક્કી કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp