કાશ્મીરમાં જ્યાં 4 લોકોના થયા મોત, ત્યાં આજે થયો IED બ્લાસ્ટ, 1 બાળકનું મોત

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ તબાહી મચાવી છે. આજે રજૌરીમાં IED બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં એક બાળકનું કરુણ મોત થયું, જ્યારે બે મહિલાઓ સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મોટી વાત એ છે કે રજૌરીના જે ડાંગરી ગામમાં આ વિસ્ફોટ થયો હતો, ત્યાં ગઈકાલે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને ચાર ગ્રામજનોને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે કહ્યું છે કે સર્ચ ઓપરેશન દરમિયાન બ્લાસ્ટ થયો હતો.

આતંકવાદીઓ દ્વારા વારંવાર થતા હુમલાઓને જોતા ડાંગરી ગામમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા દળો આ વિસ્તારમાં દેખરેખ માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. પોલીસ દરેક જગ્યાએ તૈનાત છે. સુરક્ષાકર્મીઓ આ ઘટનાઓ બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

ગઈકાલે રજૌરી જિલ્લાના અપર ડાંગરી ગામમાં શંકાસ્પદ આતંકવાદીઓએ એક સમુદાયના વિશેષના ત્રણ ઘરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ચારના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ગોળીઓ એકબીજાથી લગભગ 50 મીટરના અંતરે આવેલા ત્રણ મકાનો પર ચલાવવામાં આવી હતી. આતંકવાદીઓ ગામની નજીક આવ્યા અને ત્રણ ઘરો પર અંધાધૂંધ ગોળીબાર કરીને ભાગી ગયા.

નોંધપાત્ર વાત એ છે કે ઘાટીની તુલનામાં ઘણો શાંત રહેલો જમ્મુ ક્ષેત્રમાં છેલ્લા ઘણા વર્ષોમાં આ પ્રકારનો પહેલો હુમલો છે, અને તે પણ નવા વર્ષના પ્રથમ દિવસે થયો. જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંઘે જણાવ્યું કે પોલીસ, સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) એ સંયુક્ત રીતે વિસ્તૃત ઘેરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે, જેથી અપર ડાંગરી ગામમાં થયેલો ગોળીબારમાં સામેલ બે સશસ્ત્ર માણસોને પકડી શકાય.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.