અમે ક્યાં જઈશું...જોશીમઠ બાદ હવે કર્ણપ્રયાગમાં 50 ઘરોમાં તિરાડ, લોકોમાં ભય

PC: aajtak.in

ઉત્તરાખંડના ચમોલીમાં જોશીમઠથી શરૂ થયેલું ભૂસ્ખલન હવે કર્ણપ્રયાગ સુધી પહોંચી ગયું છે. એક તરફ જોશીમઠના લોકો ચિંતિત અને પરેશાન છે, તો બીજી તરફ કર્ણપ્રયાગ નગરપાલિકાના બહુગુણા નગરમાં લગભગ પચાસ ઘરોમાં તિરાડો દેખાવા લાગી છે. ભૂસ્ખલનને કારણે આ મકાનોની દિવાલો ધીમે ધીમે ધરાશાયી થવા લાગી છે. મકાનો ધરાશાયી થયા બાદ આ વિસ્તારના પીડિતોએ રાજ્ય સરકારને મદદ માટે અપીલ કરી છે.

 મકાનોમાં તિરાડો પડ્યા બાદ ભયનો અહેસાસ થતાં બહુગુણા નગરના અનેક પરિવારો અહીંથી ચાલ્યા ગયા છે. દરેક વ્યક્તિએ પોતાના મિત્રો અને સંબંધીઓના ઘરે આશરો લીધો છે. તો કર્ણપ્રયાગના અપર બજાર વોર્ડના ત્રીસ પરિવારોને પણ આ જ સંકટનો સામનો કરવો પડ્યો છે. દરેક વ્યક્તિ રાજ્ય સરકાર પાસે મદદ માંગી રહી છે.

અસરગ્રસ્તોનું કહેવું છે કે અહીં માર્કેટ બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ અમારા મકાનો હલી ગયા હતા અને હવે મકાનો ધરાશાયી થવાના આરે છે. વરસાદની ઋતુમાં અહીં રહેવું ખૂબ મુશ્કેલ છે. અત્યારે તો જેમ તેમ કામ ચલાવી રહ્યા છે. જો વરસાદ પડશે તો અમે ક્યાં જઈશું?

જોશીમઠમાં સહિત અન્ય વિસ્તારોમાં સ્થિતિ સતત બગડી રહી છે. આવી સ્થિતિમાં સેનાને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. ગઢવાલના કમિશનર સુશીલ કુમાર સિંહે જણાવ્યું કે વહીવટીતંત્ર સતત સેનાના અધિકારીઓના સંપર્કમાં છે.

તો ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) પાસેથી જોશીમઠની સેટેલાઇટ તસવીરો લેવામાં આવશે. છેલ્લા ચાર મહિનાની તસવીરો લેતાં સમજાશે કે સ્થિતિ આવી કેમ બની રહી છે? 2-3 દિવસમાં ઈસરો તરફથી આ તસવીરો સામે આવી શકે છે.

અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જોશીમઠ પર આવેલા સંકટ નાનીસૂની નથી. ભૌગોલિક રીતે, આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે અને સિસ્મિક ઝોન-5 હેઠળ આવે છે. આ શહેરમાં પાણી ઓછું થવાની શક્યતાઓ પહેલા જ ઉભી થઈ હતી અને સરકારના નિષ્ણાતોની ટીમે રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp