100 PM મોદી આવે કે 100 શાહ આવે, 2024માં તો કોંગ્રેસ: ખડગેએ કરી દીધું એલાન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેએ આગામી લોકસભાની ચૂંટણીને લઇને મોટું નિવેદન આપ્યું છે. ખડગેએ દાવો કર્યો છે કે 2024માં તો કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનની સરકાર બનશે. મલ્લિકાજૂર્ન ખડગે નાગાલેન્ડમાં એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની સરકાર બનવાનો દાવો કર્યો હતો. નાગાલેન્ડમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે 2024માં કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે. કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરશે.
આ દરમિયાન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 2024માં દેશની જનતા PM મોદીને પાઠ ભણાવશે. કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર બનશે.કેન્દ્રમાં ગઠબંધન સરકાર આવશે અને કોંગ્રેસ તેનું નેતૃત્વ કરશે, ખડગેએ કહ્યુ કે, અન્ય પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે,અમે લોકતંત્ર અને બંધારણનું પાલન કરીશું, ભલે પછી 100 PM મોદી આવે કે 100 શાહ આવી જાય.
ખડગેએ કહ્યું કે, 100 PM મોદી આવી જાય કે 100 શાહ આવી જાય, પરંતુ આ વખતે કોંગ્રેસની સરકાર બનશે. તેમણે કહ્યું કે આ હિંદુસ્તાન છે. તેમણે કહ્યુ કે દેશની આઝાદીમાં અમારા લોકોનું યોગદાન છે. કોંગ્રેસના લોકોએ આઝાદી મેળવવામાં જાન ગુમાવ્યા હતા. ભાજપના લોકોએ આઝાદીમાં જીવ ગુમાવ્યા નથી. તેમણે કહ્યું કે, તમે ભાજપનો એક માણસ શોઘીને બતાવો કે જેણે આઝાદી માટે જીવ ગુમાવ્યો હોય અથવા જેલમાં ગયા હોય.
આ પહેલા ખડગેએ એક રેલીમાં ભાજપ પર નિશાન સાધીને કહ્યું હતું કે, ભાજપ અને તેના સહયોગીઓ નાગાલેન્ડને લૂંટવાનું કામ કર્યું છે. તેમણે કહ્યુ કે છેલ્લાં 20 વર્ષમાં નેશનલિસ્ટ ડેમોક્રેટીક પ્રોગેસીવ પાર્ટી અને ભાજપે નાગાલેન્ડને લૂંટ્યું છે. હવે સમય આવી ગયો છે કે લોકોને ન્યાય મળે અને એવી સરકાર હોય જે લોકો માટે કામ કરે.
ખડગેએ આગળ કહ્યું કે, ભાજપની રાજનીતિનો હેતું નાગાઓની સ્વદેશી અને અનૂઠી સંસ્કૃતિને નષ્ટ કરવાનું છે. નાગાલેન્ડના લોગોએ નાગાલેન્ડની સંસ્કૃતિ, ધ્રુવીકરણ અને નફરતની રાજનીતિ પર આ હુમલા સામે ઉભા થવું પડશે.
60 સભ્યો વાળી નાગાલેન્ડ વિધાનસભામાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી છે અને મતગણતરી 2 માર્ચે થવાની છે. એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવારની જીત થઇ ગઇ છે. ચૂંટણી પહેલાં જ ભાજપે ખાતું ખોલી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp