26th January selfie contest

આ ગામમાં વીજળી આવે કે ન આવે, પણ બધા મકાનોનું એક જેવું વીજ બિલ જરૂર આવી જાય છે

PC: news18.com

વીજળી વિભાગની વ્યવસ્થાથી વનગ્રામ ખારા પોલબતુરના લોકો હેરાન થવા સાથે સાથે પરેશાન પણ છે. આ ગામમાં સેંકડો મકાન છે. અહીં બધાના મીટર લાગ્યા છે. કેટલાક મીટર બંધ પણ પડ્યા છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે દર મહિને બધાના ઘરે એક સમાન વીજ બિલ પહોંચી જાય છે એટલે કે દરેક બિલ પર સમાન રકમ લખેલી હોય છે. ગામમાં ટ્રાન્સફોર્મર લાગ્યું છે, સાથે જ બધા મકાનોમાં કનેક્શન પણ આપવામાં આવ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, એ છતા જરૂરી વીજળી મળી રહી નથી.

વીજળી આવે પણ છે તો લોડનું રડવું આવી જાય છે. ન તો બલ્બ સળગી શકે છે અને ન તો મોબાઇલ ચાર્જ થઇ શકે છે. રહેલી કસર વીજળી બિલ પૂરું કરી દે છે. દર મહિને બધા ગ્રામજનોને એક જેવું વીજ બિલ મળે છે. ખારા પોલબતુરમાં લગભગ 150 પરિવાર છે. બધાને ત્યાં વીજ કનેક્શન છે. વીજળી સમય પર આવે કે ન આવે, પરંતુ દર મહિને વીજ બિલ જરૂર પહોંચી જાય છે. ગ્રામજનો સવાલ કરે છે કે આ બિલ કયા હિસાબે આવે છે, જ્યારે લોકો સૌર ઊર્જાના ભરોસો છે.

લગભગ મોટા ભાગના લોકોએ પોતાના ઘરો પર સોલર સિસ્ટમ લગાવી રાખી છે, જેની મદદથી તેઓ બલ્બ સળગાવે છે અને મોબાઇલ પણ ચાર્જ કરે છે. સ્થાનિક રહેવાસી રાજેશ ભલાવી કહે છે કે, ગામમાં વીજ સપ્લાઇ સારી રીતે થઇ રહી હોતી નથી. મોટા ભાગે ગ્રામજનોએ રાત અંધારામાં જ પસાર કરવી પડે છે. ગામમાં જળ જીવન મિશન હેઠળ નળથી જળ યોજનાની પાઇપલાઇન લગાવવામાં આવી છે અને કનેક્શન પણ જોડવામાં આવ્યા છે, પરંતુ વીજળી ન હોવાના કારણે આ યોજના પણ ઠપ્પ પડી છે.

એક ન્યૂઝ ચેનલ દ્વારા વીજળી વિભાગના મુખ્ય ઇજનેર એમ.એ. કુરેશીને જ્યારે આ સંબંધમાં વાત કરવામાં આવી તો તેમણે જંગલના વૃક્ષોને દોષી બતાવ્યા. તેમનું કહેવું છે કે ખારા પોલબતુરમાં જંગલમાંથી કેબલ ગયો છે, જ્યાં ઝાડની ડાળીઓ તૂટવાથી કેબલ પણ તૂટી જાય છે. કેબલમાં જોઇન્ટ વધારે થવાથી વૉલ્ટેજની સમસ્યા ત્યાં બનેલી રહે છે. એક જેવા વીજ બિલ આવવાની વાત પર તેઓ આમ તેમ ફાફા મારવા લાગ્યા. ગોળગોળ જવાબ આપતા બોલ્યા-ગ્રામજનોએ એક સાથે બિલ જમા કર્યા હશે, જેના કારણે તેમને એવા બિલ મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp