કોણે બનાવ્યો આગ્રાનો કિલ્લો? સરકારને પણ ખબર નથી, RTIમાં મળ્યો આવો જવાબ

PC: uptourism.gov.in

ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં તાજમહલ અને લાલ કિલ્લો વિશ્વ ધરોહરોમાં સામેલ છે. આ સ્મારક દુનિયાભરના લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે અને હજારોની સંખ્યામાં લોકો તેમને જોવા પહોંચે છે. જો આગ્રાના કિલ્લાની વાત કરીએ તો તેના પર રાજપૂતો, મુઘલો, જાટો અને મરઠાઓ સહિત ઘણા રાજવંશોએ કબજો કર્યો. આગ્રાના કિલ્લાને લઈને એક બહેસ અત્યારે ચાલી રહી છે કે તેને કોણે બનાવ્યો હતો? આ જાણકારી હાંસલ કરવા માટે એક RTI કરવામાં આવી હતી, જેમાં હેરાન કરનારો જવાબ મળ્યો છે.

ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના આધીન કામ કરતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) પાસે જૂની ધરોહરોની બધી જાણકારી હોય છે, પરંતુ હેરાનીની વાત એ છે કે અકબરના શાસનકાળ દરમિયાન સૌથી પહેલા આ કિલ્લાને કોણે બનાવ્યો હતો? અને તેને લઈને શું સંશોધન કરવામાં આવ્યા, તેની કોઈ જાણકારી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ પાસે નથી. એક RTIના જવાબમાં વિભાગના લોક સૂચના અધિકારીએ કહ્યું કે, આગ્રાના કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું, તેની જાણકારી તેમના કાર્યાલયમાં ઉપલબ્ધ નથી.

કોણે કરી RTI?

આગ્રાના કાલિબાડી વિસ્તારમાં રહેતા ડૉક્ટર દેવાશીષ ભટ્ટાચાર્યએ 27 મેના રોજ માહિતીના અધિકાર (RTI) હેઠળ આગ્રાના કિલ્લા બાબતે જાણકારી માગી હતી. RTIમાં મૂળ રૂપે આગ્રાનો કિલ્લો કોણે બનાવ્યો, એ સવાલ પૂછવામાં આવ્યો હતો.

સમ્રાટ અકબરે આગ્રાના કિલ્લામાં શું બદલાવ કર્યા.

આગ્રાના કિલ્લાના નિર્માણ અગાઉ ત્યાં પર કાર્યવામાં આવેલા કાર્ય શું હતા.

શું જવાબ મળ્યો?

ASI આગ્રા સર્કલના કેન્દ્રીય લોક સૂચના અધિકારી મહેશ ચંદ્ર મીણાએ જવાબ આપ્યો કે, કાર્યાલયમાં પૂછવામાં આવેલા સવાલો સાથે સંબંધિત કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. એવી જાણકારી સમકાલીન સાહિત્યમાં જોવા મળે છે. તો RTI કરનારા ડૉક્ટર ભટ્ટાચાર્યનું કહેવું છે કે, આગ્રાનો કિલ્લો વિશ્વના ઐતિહાસિક સ્થળોમાં સામેલ છે. તેની જાણકારી ASI પાસે હોવી જોઈએ અને જો એમ નથી તો એ સમસ્યા ગંભીર છે. એ મારી સમજથી બહાર છે કે કિલ્લા બાબતે ઐતિહાસિક તથ્યોને બતાવવામાં ASIને સમસ્યા શું છે?

આગ્રા ટુરિસ્ટ વેલફેર ચેમ્બરના સચિવ વિશાલ શર્માએ કહ્યું કે, સવાલનો જવાબ આપવામાં ASIની નિષ્ફળતા અજીબ છે કેમ કે પુરાતત્વવિદ વિશેષ રૂપે ઇતિહાસની તપાસ કરે છે અને સ્મરકોના ઇતિહાસ બાબતે પૂરી જાણકારી રાખે છે. જેનો ઉપયોગ તેઓ સ્મારકો બનાવી રાખવા માટે કરે છે. આગ્રાના કિલ્લાનો ઇતિહાસ પહેલાથી જ કિલ્લાના પ્રવેશદ્વારના એક પથ્થરના પાટિયા પર છે, છતા ASI કિલ્લા બાબતે સરળ સવાલોનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp