કોણ છે ભાજપના 6 વખતના MP બ્રિજભૂષણ શરણ સિંહ, જેમના પર લાગ્યો છે યૌન શોષણનો આરોપ

રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને BJP સાંસદ બ્રિજભૂષણ સિંહ પર ખેલાડીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે. બ્રિજ ભૂષણ સિંહ આ પહેલા પણ પોતાના અનેક નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા છે. છેલ્લા લગભગ 1 દાયકાથી બ્રિજ ભૂષણ સિંહ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ છે. પરંતુ હવે બ્રિજ ભૂષણ સિંહ પર તાનાશાહી વલણ સહિત યૌન શોષણનો આરોપ લાગ્યો છે. સરકારે આ આરોપો પર રેસલિંગ ફેડરેશન પાસેથી જવાબ માંગ્યો છે, પરંતુ બ્રિજ ભૂષણ સિંહ આ આરોપોને નકારી રહ્યા છે અને વિપક્ષી પાર્ટીઓ આકરા પ્રહારો કરી રહી છે.

સમગ્ર ઘટના પર સાંસદ બ્રિજભૂષણ સિંહે કહ્યું છે કે જો તેમના પર લાગેલા આરોપો સાબિત થાય છે તો તેઓ દરેક પ્રકારની સજા માટે તૈયાર છે. ભૂતકાળમાં પણ બ્રિજ ભૂષણ સિંહ ઘણી વખત વિવાદોમાં રહ્યા છે. પોતાની દબંગ છબી અને સ્પષ્ટવક્તા નિવેદનોને કારણે તેઓ ઘણી વખત પોતાની જ સરકારને બદનામ કરી ચૂક્યા છે.

બે વર્ષ પહેલા તેમણે ભરેલા સ્ટેજ પર એક ખેલાડીને થપ્પડ મારી દીધી હતી. આ સાથે તેમણે રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાતનો પણ વિરોધ કર્યો હતો. ગયા વર્ષે તેમણે પોતાની જ યોગી સરકારને એમ કહીને ભીંસમાં લીધી હતી કે જો હું બોલીશ તો બળવાખોર કહેવાઈશ. એટલું જ નહીં, બાબા રામદેવ પરના તેમના તાજેતરના નિવેદને ભારે રાજકીય તોફાન મચાવ્યું હતું.

રાજકીય રીતે બ્રિજભૂષણ સિંહને ઉત્તર પ્રદેશના મજબૂત નેતા માનવામાં આવે છે. બહરાઈચ, ગોંડા, બલરામપુર અને ફૈઝાબાદ જેવા શહેરોમાં તેમનો ઘણો રાજકીય પ્રભાવ છે. આ જ કારણ છે કે સરકાર આ મામલે સાચવીને પગલાં લઈ રહી છે.

બ્રિજભૂષણ સિંહ પોતે એક પહેલવાન રહી ચુક્યા છે અને પોતાના દાવથી રાજકીય વિરોધીઓને માત આપતા આવી રહ્યા છે. પરંતુ આ વખતે હરીફાઈ રાજકીય દંગલની નથી, તેથી જ દરેક પોતાની ચાલ ચાલી રહ્યા છે.

બ્રિજભૂષણ સિંહ પર કેવા લાગ્યા છે આરોપ? રેસલર વિનેશ ફોગાટે બ્રિજ ભૂષણ સિંહ પર મહિલા રેસલર્સનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે. ફોગાટે કહ્યું, મહિલા રેસલરોનું યૌન શોષણ કરવામાં આવે છે. હું પોતે મહિલા કુસ્તીબાજો સાથે જાતીય સતામણીનાં 10-20 કેસ જાણું છું. ફોગાટે એવો પણ આક્ષેપ કર્યો હતો કે જ્યારે ઓલિમ્પિક દરમિયાન ચાર મહિલા રેસલર્સ એકસાથે મુસાફરી કરી રહી હતી ત્યારે ફેડરેશનના પ્રમુખને તેમની સાથે મુસાફરી કરવાની શું જરૂર હતી? સાથે જ સાક્ષી મલિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જો કોઈ ખેલાડી કોઈપણ કારણોસર ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો ઇનકાર કરે છે, તો તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બજરંગ પુનિયાએ એવો પણ દાવો કર્યો છે કે રેસલર્સને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. નિયમો એક દિવસ અગાઉ બનાવવામાં આવે છે અને તેનો અમલ કરવામાં આવે છે. ફેડરેશનના પ્રમુખ ખેલાડીઓ સાથે ખરાબ વર્તન કરે છે, તેમને થપ્પડ મારી દે છે.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.