જાણો કોણ છે અનિક્ષા, જેની મહારાષ્ટ્રના DyCMની પત્નીને બ્લેકમેલ કરવામાં થઈ ધરપકડ

PC: news18.com

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસને બ્લેકમેલ કરવાની આરોપી ડિઝાઇનર અનિક્ષા જયસિંઘાણીની ધરપકડ થઈ ગઈ છે. મુંબઈ પોલીસના માલાબાર હિલ્સ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અનિક્ષાના ભાઈ અક્ષન દેવસિંઘાણીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સાથે જ પોલીસે આ કેસમાં સટ્ટેબાજ અનિલ જયસિંઘાણીના બનેવીની પણ ધરપકડ કરવામાં આવી છે. અમૃતા ફડણવીસ તરફથી દાખલ FIRના આધાર પર ગુરુવારે તેમની ધરપકડ કરવામાં આવી છે.

આ અગાઉ મુંબઈ પોલીસે આ બધાની શોધમાં ગુરુવારે સવારે જ સર્ચ ઓપરેશન ચલાવી રાખ્યું હતું. અમૃતાનો આરોપ છે કે અનિક્ષાએ પોતાને ડિઝાઇનર બતાવીને વર્ષ 2021ની એક ઇવેન્ટમાં તેમને પોતે ડિઝાઇન કરેલા કપડાં અને જ્વેલરી પહેરવા કહ્યું હતું. ત્યારબાદ અનિક્ષાએ એક મામલે તેમના દ્વારા દેવેન્દ્ર ફડણવીસને એક કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયત્ન કર્યો અને ના પાડવા પર બ્લેકમેલિંગ કરવાનો પ્રયાસ કર્યો. આ અંગેની જાણકારી નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફદણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં આપી છે.

કોણ છે અનિક્ષા?

અનિક્ષા પોતાને ડિઝાઇનર કહે છે. તે લાંબા સમયથી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતાના સંપર્કમાં છે અને તેના ઘર પર આવતી-જતી રહી છે. તેની પાસે લૉની ડિગ્રી છે. અનિક્ષાના પિતાનું નામ અનિલ જયસિંઘાણી છે, જે પોતાને શેર બ્રોકર બતાવે છે. જો કે, તેને સટ્ટાખોર તરીકે ઓળખવામાં આવે છે. ઉલ્હાસનગરના રહેવાસી અનિલ જયસિંઘાણીને ‘કોનમેન’ પણ કહેવામાં આવે છે કેમ કે તેની વિરુદ્ધ મહારાષ્ટ્ર સિવાય ગોવા અને આસામમાં પણ છેતરપિંડીના ઘણા કેસ નોંધાયેલા છે. સાથે જ તેના પર આ રાજ્યના સરાકરી અધિકારીઓને ધમકી આપવા અને લાંચ આપવાનો પ્રયત્ન કરવાના પણ કેસ નોંધાયેલા છે. લગભગ 15 કેસમાં વોન્ટેડ અનિલ જયસિંઘાણી હાલમાં ફરાર જાહેર કરાયેલો છે.

અમૃતાએ કેમ કરાવી FIR?

અમૃતા ફડણનવીસે 20 ફેબ્રુઆરીના રોજ માલબાર હિલ્સ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. તેમાં અમૃતાએ અનિક્ષાના વર્ષ 2021માં મુલાકાત થવાની વાત કહી. અનિક્ષાએ તેને પોતાની માતા ન હોવાની વાત કહીને ભાવાત્મક સંબંધ જોડ્યા. ત્યારબાદ પોતાને આભૂષણ ફૂટવેર અને કપડાંઓની ડિઝાઇનર બતાવીને એક ઇવેન્ટમાં પોતાની ડિઝાઇન પહેરવાનો આગ્રહ કર્યો હતો. અમૃતાના જણાવ્યા મુજબ, તેમણે ભાવનામાં આવીને અનિક્ષાના પ્રમોશન માટે એમ કર્યું.

તેમણે આરોપ લગાવ્યો કે, હવે અનિક્ષાએ પોતાના પિતા સાથે મળીને દેવેન્દ્ર ફડણવીસને 1 કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયત્ન કર્યો જેથી ફરાર અનિલ જયસિંઘાણી ઉપર કેસ સમાપ્ત કરાવી શકે. લાંચ લેવાની ના પાડવા પર કેટલાક વીડિયોના માધ્યમથી બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. મલાબાર હિલ્સ પોલીસે અમૃતની ફરિયાદ પર અનિક્ષા અને તેના પિતા વિરુદ્ધ IPCની કલમ 120-B (ષડયંત્ર) અને એન્ટી કરપ્શન એક્ટ 1988 હેઠળ કેસ દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp