કોણ છે ભડકાઉ ભાષણ આપીને ચર્ચામાં આવનારી કાજલ હિન્દુસ્તાની?

PC: outlookindia.com

ગુજરાતના વડોદરામાં રામનવમી પર બવાલ બાદ ઉનામાં પણ તણાવપૂર્ણ સ્થિતિ છે. ઉનામાં તણાવની પાછળ રામનવમીના દિવસે ભડકાઉ ભાષણ કારણ જણાવવામાં આવી રહ્યું છે. ભડકાઉ ભાષણ આપવાનો આરોપ કાજલ હિન્દુસ્તાની પર લાગ્યો છે. આરોપ છે કે, સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કાજલ હિન્દુસ્તાની લોકોની વચ્ચે નફરત ફેલાવી રહી છે. અચાનકથી ચર્ચામાં આવેલી કાજલ હિન્દુસ્તાનીએ ઉનામાં વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં ભાગ લીધો હતો. લોકોનો આરોપ છે કે, આ સંમેલનમાં કાજલે ભડકાઉ ભાષણ આપ્યું અને લોકોમાં સાંપ્રદાયિક તણાવ વધવા માંડ્યો. તણાવ એટલો વધી ગયો કે, પ્રશાસને ભીડને શાંત કરાવવા માટે ઘણી મહેનત કરવી પડી.

લોકોએ આરોપ લગાવ્યો કે, કાજલ હિન્દુસ્તાનીએ સમુદાય વિશેષ પર હુમલો કરતા નફરતની વાતો કરી. ત્યારબાદ સાંપ્રદાયિક તણાવ વધવા માંડ્યો. આ બવાલ બાદથી કાજલ હિન્દુસ્તાનીનું નામ સતત ચર્ચાઓમાં છે. જણાવી દઈએ કે, કાજલ હિન્દુસ્તાનીનું અસલી નામ કાજલ સિંગલા છે. તે વિશ્વ હિન્દુ પરિષદના સંમેલનમાં સામેલ થયા બાદથી ચર્ચામાં આવી ગઈ છે. હવે સમાજનો એક વર્ગ કાજલની ધરપકડની માંગ કરી રહ્યો છે.

પહેલા જણાવી દઈએ કે, જ્યારે પણ કોઈ ધર્મ વિશેષનું કોઈ આયોજન હોય છે, તો આસ્થાના નામ પર નફરતનું ઝેર ફેલાવનારા નજર રાખીને બેઠા હોય છે. તક મળતા જ નફરતના બી રોપવાનું કામ કરે છે. હિન્દુઓના પર્વ રામનવમી હોય કે પછી શિવરાત્રિ, છેલ્લાં કેટલાક વર્ષોથી દંગા વિના આ પાવન પર્વોનું સમાપન નથી થતું. કેટલાક સ્વઘોષિત હિન્દુ પ્રવક્તા અને ઇસ્લામના પ્રચારક ધર્મની આડમાં લોકોમાં નફરત ફેલાવવાનું કામ કરે છે. ઉના અને વડોદરામાં જે થયુ તે તેનું તાજું ઉદાહરણ છે. દુર્ભાગ્ય છે કે, દેશની શાંતિ અને અસ્મિતાને નુકસાન પહોંચાડનારા એવા લોકોનું જૂથ વધતું જઈ રહ્યું છે. કાજલ હિન્દુસ્તાની પર પણ એવા જ આરોપ લાગી રહ્યા છે.

ગુજરાતના ગિર સોમનાથ જિલ્લાના ઉનામાં એક અલ્પસંખ્યક સમુદાયને નિશાનો બનાવીને કથિતરીતે નફરત ફેલાવનારું ભાષણ આપ્યા બાદ સાંપ્રદાયિક તણાવ ફેલાઇ ગયો. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. બજાર બંધ રહ્યા, જ્યારે પોલીસ છેલ્લાં કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવાની ઘટના પર નજર રાખવામાં આવી રહી છે અને બંને સમુદાયોના નેતાઓ સાથે મળીને તણાવ ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોલીસે જણાવ્યું કે, બુધવારે વિશ્વ હિન્દુ પરિષદ તરફથી આયોજિત એક હિંદુ સંમેલનમાં એક રાજકીય અને સામાજિક કાર્યકર્તાના રૂપમાં પોતાની ઓળખ જણાવનારી કાજલ હિન્દુસ્તાનીએ એક ધાર્મિક સમુદાયના સભ્યોને નિશાનો બનાવ્યા હતા, ત્યારબાદથી શહેરમાં તણાવ વધી ગયો છે. પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમાએ કહ્યું કે, પોલીસ અને સ્થાનિક નેતાઓએ શનિવારે બંને સમુદાયોના પ્રતિનિધિઓવાળી શાંતિ સમિતિની બેઠક બોલાવી અને તેમને સ્થિતિ સામાન્ય કરવાની દિશામાં કામ કરવાની અપીલ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp