ગોળી વાગી તે મંત્રી સૌથી અમીર પ્રધાન છે, 1 કરોડનું સોનું તો મંદિરમાં દાન કર્યું
એક જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અને હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડાઇ લડી રહેલા ઓડીસાના આરોગ્ય મંત્રી નબ કિશોર દાસ પ્રભાવશાળી અને પટનાયક સરકાના સૌથી અમીર મંત્રી છે. ઓડીસાના આ મંત્રી કોણ છે તેના વિશે તમને જાણકારી આપીશું.
ઓડિસાનાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી નબ કિશોર દાસ પર રવિવારે સુરક્ષામાં તૈનાત એક આસિટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI)એ નબદાસની છાતીમાં ગોળી ધરબી દીધી હતી. મંત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેઓ જિંદગી અને મોત વચ્ચે લડાઇ લડી રહ્યા છે. ઘટના ઝારસુગુડા જિલ્લાની છે
નબ દાસ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા અને તેમની ગણતરી ઓડિશા કોંગ્રેસના મોટા નેતાઓમાં થતી હતી. બાદમાં નબ દાસે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી. કોંગ્રેસથી અલગ થયા બાદ તેઓ રાજ્યના શાસક બીજુ જનતા દળ (BJD)માં જોડાયા હતા.
નબ કિશોર દાસ કોંગ્રેસ છોડીને BJDમાં આવ્યા તો અહીં પણ દબદબો ઓછો ન થયો. મુખ્યમંત્રી નવીન પટનાયકે નબ દાસને પોતાની સરકારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ જેવો ભારે ભરખમ વિભાગ સોંપી દીધો. નબ દાસની ઓળખ એક ગ્રાઉન્ડ લેવલના એટલે કે જમીની સ્તરના નેતાની રહી છે અને નવીન પટનાયકની કેબિનેટના કદાવર ચહેરઓમાંના એક છે.
ઓડિસા સરકારના મંત્રી નબ દાસ તાજેતરમાં જ ભારે દાન આપીને ચર્ચામાં આવ્યા હતા.તેમણે મહારાષ્ટ્રના એક મંદિરમાં એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો સોનાનો કળશ દાનમાં આપ્યો હતો. મંત્રી દાસે મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરમાં 1.7 કિલો સોના અને 5 કિલો ચાંદીથી બનેલા કળશનું દાન કર્યું જે દેશના પ્રસિદ્ધ શનિ મંદિરોમાંનું એક છે.
નબ દાસની ગણતરી ઓડિસાના સૌથી અમીર મંત્રીઓમાં થાય છે અને તેઓ લકઝરી કારના શોખીન છે.તેમના કારના શોખની વાતનો આના પરથી અંદાજ આવશે કે તેમની પાસે 80 વાહન છે, જેમની અંદાજિત કિંમત 16 કરોડ રૂપિયા છે. તેમની પાસેની કારના કાફલામા 1.14 કરોડની કિંમતની મર્સિડીઝ બેન્ઝ કાર પણ છે.
નબ દાસે જ્યાં કરોડો રૂપિયા અને ઇન્વેસ્ટમેન્ટ છે તો તેમની પત્ની પણ સંપત્તિના મામલામાં પાછળ નથી. નબ દાસની પત્ની પાસે 30 કરોડ રૂપિયાની સંપત્તિ છે. શેરબજારમાં પણ પત્નીના નામે મોટું રોકાણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp