- National
- અમૃતપાલ સિંહનો નજીકનો, કોણ છે ખાલિસ્તાની આતંકી પરમજીત પમ્મા, જાણો આખી કુંડળી
અમૃતપાલ સિંહનો નજીકનો, કોણ છે ખાલિસ્તાની આતંકી પરમજીત પમ્મા, જાણો આખી કુંડળી
પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદી અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે શોધખોળ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. આ દરમિયાન અમૃતપાલના વિદેશમાં બેઠા આતંકીઓ સાથે પણ સંબંધ હોવાની વાત સામે આવી છે. તેમાં ઘણા મુખ્ય નામ સામે આવી રહ્યા છે. એવું જ એક નામ છે પરમજીત પમ્મા. પમ્માનું નામ એક તરફ પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ સાથે જોડાયેલું છે, તો બીજી તરફ તેનો સંબંધ ખાલિસ્તાન ટાઈગર સેના સાથે પણ છે. માત્ર એટલું જ નહીં, પરમજીત પમ્માનું નામ NIAની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ છે.

અમૃતપાલ સાથે કેવી રીતે સંબંધ?
અમૃતપાલ સિંહ સાથે પરમજીત સિંહ પમ્મા કેવી રીતે સંપર્કમાં આવ્યો, પોલીસ એ વાતની તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ટરનેશનલ સિખ યૂથ ફેડરેશનના ચીફ લખબિર સિંહ રોડે સાથે પણ અમૃતપાલ સિંહની લિન્ક છે. જેમ કે કહેવામાં આવી રહ્યું છે કે અમૃતપાલ દુબઈમાં એક સમયે ટ્રક ચલાવતો હતો. અહી તે પોતાના કાકાના ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં મદદ કરતો હતો અને તેનો સંપર્ક રોડેના ભાઈ જસવંત સાથે થયો. ત્યારબાદ જ તેની ISI સાથે નજીકતા વધી અને તેણે ધર્મના નામ પર સિખોને ઉશ્કેરવાનું શરૂ કરી દીધું.
ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના કાકા અને વાહન ચાલકે જાલંધરમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું, જ્યારે અમૃતપાલ સિંહ અત્યારે પણ ફરાર છે. પરમજીત પમ્મા મૂળ રૂપે પંજાબના સાહિબજાદા અજીત સિંહ નગર જિલ્લાનો રહેવાસી છે. તે વર્ષ 1992 સુધી નાના મોટા ગુનામાં સામેલ રહ્યો હતો. અહીં વર્ષ 1994માં તેણે ભારત છોડીને પાકિસ્તાનમાં શરણ લઈ લીધું અને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ માટે ફંડ ભેગું કરવા લાગ્યો. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ ખાલિસ્તાની સંગઠન છે અને તે ભારતમાં પ્રતિબંધિત પણ છે. આ દરમિયાન પંજાબ સરકારે મોબાઈલ ઈન્ટરનેટ અને SMS સેવાઓ પર મંગળવાર બપોર સુધી બેન લગાવી દીધો છે.

અમૃતપાલ સિંહની તપાસ મંગળવારે ચોથા દિવસે પણ ચાલી રહી છે અને રાજ્યની પોલીસે તેને પકડવા માટે સુરક્ષા વધારી દીધી છે. પંજાબમાં પટિયાલા અને અંબાલા બોમ્બ વિસ્ફોટમાં પમ્માનો હાથ હતો વર્ષ 2009માં રાષ્ટ્રીય સિખ સંગતના પ્રમુખ રૂલ્દા સિંહની હત્યામાં પણ તે સામેલ હતો. તેની વિરુદ્ધ ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ જાહેર થઈ હતી. આ કારણે 18 ડિસેમ્બર 2015ના રોજ પોર્ટુગલમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ભારત સરકારે પમ્માના પ્રત્યર્પણની માગ કરી હતી. તેને પોર્ટુગલ સરકારે માનવાની ના પાડી દીધી હતી. તેના થોડા સમય બાદ પમ્મા છૂટી ગયો હતો.

