
વાયરલ વીડિયોની સાથે જ શરૂ કરી લે છે. દરેક કુર્તામાં ટીકા લગાવેલી, રુદ્રાક્ષ પેહેરેલી એક વ્યક્તિ સ્ટેજ પર બેઠી છે. કલ્ટ ગુરુ નિત્યાનંદ કૈલાસાવાળાની સાથે. ભારે ભરખમ ગાદી છે. પાછળ ત્રિશૂલ છે. વ્યક્તિના હાથમાં કાગળ છે, જાણે કંઈક પ્રેઝન્ટ કરવાના હોય. કરે પણ છે, એક પ્રપોઝલ. પહેલા પ્રસ્તાવ સાંભળો-
તમારામાંથી જે પણ ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ અથવા વેન્ચર કેપિટલિઝ્મમાં છે, તે પ્રસ્તાવ તમને દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ બનાવી દેશે. જો તમે બિલ ગેટ્સની પાસે જાઓ, તો તેની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમણે જે પણ કમાણી કરી, તે તેમના આગલા જન્મમાં કોઈ કામની નહીં રહેશે. તો આપણે બિલ ગેટ્સ પાસે જઈશું અને તેમને કહીશું કે, તમારી પાસે દસ હજાર કરોડ છે. તમે દાન વગેરે કરો છો જેથી, તમને સ્વર્ગ મળી જાય. પરંતુ, જો તમે તે 10 હજાર કરોડમાંથી 5 હજાર કરોડ અમને આપી દો, તો અમે આવતા જન્મમાં તમને શોધીને આ પૈસા આપી દઈશું.
એ શક્ય છે કે, આવતા જન્મમાં તમે ગરીબ જન્મો. બિલ ગેટ્સ આવતા જન્મમાં ગરીબ હોઈ શકે છે. વૉરન બફેટ આફ્રિકાના કોઈ ગામમાં ગરીબ પરિવારમાં જન્મી શકે છે. જે લોકો આકાશમાં બેસીને કર્મનો હિસાબ કરે છે, બની શકે છે તે કહે કે આ જન્મમાં પોતાના સુખ ભોગલી લે, આવતા જન્મમાં દુઃખ ભોગવે. તો આવતા જન્મમાં અમે તેમને શોધીને, પાંચ હજાર કરોડમાંથી 5-10 લાખ પણ આપી દઈએ, તો પણ તેઓ ખૂબ જ ખુશ થઈ જશે. પ્રસ્તાવ એ છે કે, એક ટ્રસ્ટ મેનેજમેન્ટ કંપની શરૂ કરવામાં આવે. સામાન્યરીતે ટ્રસ્ટ મેનેજમેન્ટ કંપનીઓ એક જ જીવનમાં પોતાના બાળકો, સગા-સંબંધીઓને તમારા પૈસા આપી દે છે. આ પહેલી ઈન્ટર-લાઈફ પુનર્જન્મ ટ્રસ્ટ મેનેજમેન્ટ કંપની હશે.
એ વાત પર નિત્યાનંદ કહે છે કે, એ શક્ય છે. તેમા થોડી રિસર્ચની જરૂર પડશે. 5 હજાર કરોડ આપી દો, આવતા જન્મમાં શોધીને 5-10 લાખ આપી દેવામાં આવશે. આ સ્કીમ સાંભળીને તમને શું લાગ્યુ? લક્ષ્મી ચિટ ફંડનો એક અંતર-જીવન સંસ્કરણ. પરંતુ, આ પ્રસ્તાવ આપનારું કોઈ ગુરુ નથી, સ્કોલર છે. JNUમાં પણ ભણાવ્યા છે. બુકમાં પણ લખ્યું છે. નામ છે, રાજીવ મલ્હોત્રા. શા માટે ચર્ચામાં છે? IIT કાનપુરના ઈન્સ્ટીટ્યૂટ લેક્ચર સીરિઝમાં સોમવાર, 27 ફેબ્રુઆરીના રોજ સ્પીકર રાજીવ મલ્હોત્રા અને વિજયા વિશ્વનાથનને બોલાવવામાં આવ્યા. લેક્ચરનું ટાઇટલ હતું, હાર્વર્ડ વર્સીસ IIT- શું સોશિયલ સાયન્સીસ ભારતમાં હાર્ડ સાયન્સીસને કંટ્રોલ કરશે? ઓથર અમિત શાંડિલ્યાએ રાજીવ મલ્હોત્રાનો આ જૂનો વીડિયો શેર કર્યો અને લખ્યું કે IIT કાનપુરનું આમંત્રણ નિંદાપાત્ર છે.
રાજીવ મલ્હોત્રા એક લેખક અને વિચારક છે. 15 સપ્ટેમ્બર, 1950ના રોજ નવી દિલ્હીમાં જન્મ્યા. સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ફિઝિક્સનો અભ્યાસ કર્યો. પછી ન્યૂયોર્ક ચાલ્યા ગયા અને ત્યાંની સિરેક્યૂઝ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો. ત્યારબાદ રાજીવ મલ્હોત્રાએ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને મીડિયા ઈન્ડસ્ટ્રીમાં આંત્રપ્રિન્યોર તરીકે કામ શરૂ કર્યું. 1994માં જ તેમણે રિટાયરમેન્ટ લઈ લીધુ. ત્યારે તેઓ માત્ર 44 વર્ષના હતા.
રાજીવ એક સંસ્થા ચલાવે છે. નામ છે ઈન્ફિનિટી ફાઉન્ડેશન. રિટાયરમેન્ટ બાદ, 1995માં ન્યૂ જર્સીમાં તેમણે આ સંસ્થાની સ્થાપના કરી. ઈરાદો હતો પ્રાચીન ભારતીય ધર્મોની કથિત ભૂલ વ્યાખ્યા સામે લડવુ અને વિશ્વ સભ્યતામાં ભારતના યોગદાનનું દેવુ કરવું. એક તો રાજીવ પોતે ફિઝિક્સ અને કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થી. બીજા, સલાહકાર બોર્ડમાં પણ મોટાભાગના સભ્ય સોફ્ટવેર ઈન્ડસ્ટ્રીમાંથી જ હતા.
ફાઉન્ડેશનના નામ પર જ એક યૂટ્યૂબ ચેનલ પણ છે. રાજીવ અહીં AI, હિંદુ સભ્યતાના સાહિત્ય અને વિદ્યાર્થીઓ સાથે પોતાના ઈન્ટરેક્શનના વીડિયો અપલોડ કરે છે. ફાઉન્ડેશન ઉપરાંત, મલ્હોત્રા ભારતીય સંસ્કૃતિઓ પર એક હિંદુ રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણ ધરાવે છે. મોટાભાગે ભારતની સંસ્કૃતિ અને સમાજની પશ્ચિમી સમીક્ષા વિરુદ્ધ બોલતા રહે છે. તેઓ ત્યારસુધી 9 બુક્સ પબ્લિશ કરી ચુક્યા છે. તેમની હાલની બુક સ્નેક્સ આ ધ ગંગા પર ઘણી ચર્ચાઓ થઈ. સ્નેક્સ ઈન ધ ગંગા એટલે કે ગંગામાં સાંપ. રાજીવ મલ્હોત્રાએ તેને વિજયા વિશ્વનાથનની સાથે મળીને લખ્યું છે કે, રૂપક છે ગંગા આપણા સંદર્ભોમાં એક સુરક્ષિત જગ્યા છે. રાજીવનો દાવો છે કે, આ સુરક્ષિત જગ્યામાં અંદર સાંપ છૂપાયેલા છે. એટલે કે ધર્મના દુશ્મન આસપાસ જ છે.
ઓક્ટોબર 2018માં મલ્હોત્રાને દિલ્હીની જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝમાં વિઝિટીંગ પ્રોફેસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 6 નવેમ્બર, 2018ના રોજ તેમણે સ્કૂલ ઓફ સંસ્કૃત એન્ડ ઈન્ડિક સ્ટડીઝમાં સંસ્કૃત બિન-અનુવાદ યોગ્ય ટોપિક પર પોતાનું પહેલું લેક્ચર આપ્યું. રાજીવને આ વિષયમાં ઊંડો રસ છે. એટલે કે, ધર્મનો અંગ્રેજી મતલબ રીલિજન નથી. કેટલીક જાણકારી તો ત્યાં સુધી કહે છે કે અંગ્રેજીમાં ધર્મનો શબ્દ છે જ નહીં. આ રીતે ઘણા એવા શબ્દો છે જેનો વ્યવસ્થિત અનુવાદ નથી કરવામાં આવ્યો.
IIT Kanpur is among India’s premier centers of technical education. In about half an hour it’s set to host this phenomenon for a talk on “hard sciences,” whatever the heck that means. Moment of pride for all alumni. 👏🏽 👏🏽 pic.twitter.com/zPQhO01NnC
— Amit Schandillia (@Schandillia) February 27, 2023
જોકે, ભાષા વિજ્ઞાનમાં ઊંડા ઉતરીશું તો ટ્રાન્સલેશનની થિયરી એ કહે છે કે બે ભાષાઓના બે શબ્દો ક્યારેક એકબીજાનો યોગ્ય અર્થ નથી આપી શકતા. રાજીવનો ભાર સંસ્કૃતમાંથી અંગ્રેજીમાં છે. તેઓ લોકોને જણાવે છે કે સંસ્કૃતના શબ્દોને અંગ્રેજીમાં કહેવામાં આવ્યું, તેનો અર્થ શું લેવામાં આવ્યો અને તે અર્થ સાચા હતા કે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp