BJPએ મુસ્લિમ નેતા રિકમન મોમિનને બનાવ્યા પ્રદેશ અધ્યક્ષ, જાણો તેમના વિશે

PC: nenow.in

ભાજપાએ પોન્ડીચેરી, મેઘાલય અને નાગાલેન્ડમાં પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી દીધી છે. મુસ્લિમ નેતા રિકમન મોમિનને મેઘાલય ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને એસ સેલ્વગનબથીને પોન્ડીચેરીના ભાજપાની કમાન સોંપવામાં આવી છે. બેંજામિન યેપથોમીને ભાજપા નાગાલેન્ડના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા છે. રિકમન મોમિનને વર્ષ 2022માં ભાજપાએ મેઘાલયની તુરા લોકસભા સીટથી પાર્ટી ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી.

ભાજપાએ સોમવારે 3 રાજ્યોમાં મોટો ફેરફાર કરતા કેપ્ટનોને બદલ્યા છે. પોન્ડીચેરીની કમાન સેલ્વગનબથીને સોંપવામાં આવી છે. બેંજામિન યેપથોમીને નાગાલેન્ડની જવાબદારી સોંપવામાં આવી છે. તો મુસ્લિમ નેતા રિકમન મોમિનને મેઘાલયની કમાન આપવામાં આવી છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આ નિમણૂકનો આદેશ બહાર પાડ્યો છે.

કોણ છે રિકમન મોમિન

ભાજપાએ જે મુસ્લિમ નેતા રિકમન મોમિનને રાજ્યના પ્રદેશ અધ્યક્ષની કમાન સોપી છે, તેમની દિલ્હીના નેતાઓમાં જબરદસ્ત પકડ માનવામાં આવે છે. 2022માં ભાજપાએ મેઘાલયની તુરા લોકસભા સીટથી મોમિનને પાર્ટી ઉમેદવારના રૂપમાં ટિકિટ આપી હતી. રિકમન મોમિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જબરદસ્ત પ્રશંસક છે. વ્યવસાયે વેપારી રિકમન મોમિન મીડિયામાં ઘણીવાર કહી ચૂક્યા છે કે વડાપ્રધાન મોદીથી પ્રભાવિત થઇને તેમણે રાજકારણમાં પગ મૂક્યો છે.

માવરી સામે પાર્ટીમાં અસંતોષ

મેઘાલયમાં આટલો મોટો બદલાવ મેઘાલય ભાજપાના પૂર્વ પ્રમુખ અર્નેસ્ટ માવરીના એક નિવેદનના થોડા દિવસો પછી આવ્યો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ આ વાત પર નિર્ણય લેશે કે તેમણે પદ પર રહેવું જોઇએ કે નહીં. તેમણે કહ્યું હતું કે, મેં મારો 3 વર્ષનો કાર્યકાળ પૂરો કરી લીધો છે. માવરીએ કહ્યું હતું કે, હું આને આગળ રાખીશ કે બંધ કરીશ તેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ કરશે.

મારવીએ પત્રકારોને આ વાત ભાજપા ધારાસભ્ય એએલ હેકના એ નિવેદનના જવાબમાં કહી જેમાં તેમણે કહ્યું હતું કે, માવરીને પ્રદેશ અધ્યક્ષના પદેથી હટાવી શકાય છે.

ખેર, ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટી હેડક્વાટરના ઈન્ચાર્જ અરુણ કુમાર સિંહે સોમવારે 3 રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલવાનો આદેશ બહાર પાડ્યો. આવતા વર્ષે લોકસભા ચૂંટણી થવાની છે જેને લઇને આ નિમણૂકોને રાજ્યોના રાજકારણમાં મોટો ફેરબદલ માનવામાં આવી રહ્યો છે. પાર્ટીને આશા છે કે આનાથી તેમને આવનારી લોકસભાની ચૂંટણીમાં મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp