કોણ છે શાહરુખ ખાન? ‘પઠાણ’ ફિલ્મના સવાલ પર બોલ્યા આસામના CM હિમંત બિસ્વા સરમા

PC: khabarchhe.com

‘પઠાણ’ ફિલ્મના વિવાદ વચ્ચે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનું નિવેદન સામે આવ્યું છે. તેમને શનિવારે જ્યારે ‘પઠાણ’ ફિલ્મને લઇને થઇ રહેલા વિવાદ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ‘કોણ છે શાહરુખ ખાન? હું તેને અને તેની ફિલ્મ બાબતે કશું જ જાણતો નથી.’ મીડિયાકર્મીઓએ બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા એ હિંસક વિરોધ પ્રદર્શનને લઇને સવાલ કર્યો હતો, જેમાં તેમણે શહેરના નારેંગી સ્થિત એક સિનેમા ઘરમાં શુક્રવારે હોબાળો કરવામાં આવ્યો હતો.

તેના પર હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે, ‘શાહરુખ ખાને આ સમસ્યાને લઇને મને વાત કરી નથી, બોલિવુડના ઘણા લોકો મારી સાથે વાત કરે છે. જો તે વાત કરે છે તો હું આ મામલે જોઇશ. જો કાયદા વ્યવસ્થાનું ઉલ્લંઘન કર્યું છે તો કાર્યવાહી કરવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે, શાહરુખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ના સોંગ ‘બેશરમ રંગ’માં એક્ટ્રેસ દીપિકા પાદુકોણને ભગવા રંગની બિકીનીમાં દેખાડવાના કારણે નિંદાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા નેતાઓએ ફિલ્મને પ્રતિબંધિત કરવા માગ કરી છે.

મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાને જ્યારે પત્રકારોએ જણાવ્યું કે, શાહરુખ ખાન બોલિવુડ સુપરસ્ટાર છે, તો તેમણે કહ્યું કે, રાજ્યના લોકોએ હિંદીની જગ્યાએ આસામી ફિલ્મો પ્રત્યે ચિંતિત રહેવું જોઇએ. કટ્ટરપંથી સંગઠનના સ્વયંસેવકોએ ફિલ્મના પોસ્ટર ફાડીને સળગાવી દીધા. આસામની ફિલ્મ Dr Bezbarua પાર્ટ-2 જલદી જ રીલિઝ થવાની છે. તમારા લોકોએ તેને જોવી જોઇએ. તે દિવંગત નિપુન ગોસ્વામીની પહેલી ડિરેક્ટોરિયલ ફિલ્મ છે. તેની બાબતે વિચારો અને તેને જુઓ. ન કે હિન્દી ફિલ્મો બાબતે વાતો બનાવો.’

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ‘પઠાણ’ને લઇને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પણ આપત્તિ આપત્તિ દર્શાવી છે. તેણે ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. ‘પઠાણ’ 25 જાન્યુઆરીના રોજ થિયેટર્સમાં રીલિઝ થઇ રહી છે. આ દિવસ તેના ફેન્સ માટે સેલિબ્રેશનથી ઓછો નથી. તેના માત્ર 2 દિવસ બચ્યા છે અને ફિલ્મની એડવાન્સ બુકિંગ્સ સુધી હાઉસફુલ થઇ ગઇ છે. ફેન્સ શહરૂખ ખાનની મોટા પરદા પર વાપસીની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું ડિરેક્શન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ખેર હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ સિનેમાગૃહોમાં કેવું પ્રદર્શન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp