કનોટ પેલેસના માલિક કોણ, કોણ વસૂલે છે તેનું ભાડું? જાણો ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ

કનોટ પેલેસ બાબતે ત્યાં ઘણી કહાનીઓ સાંભળી હશે. કેવી રીતે વસી? તેની ડિઝાઇન કોણે તૈયાર કરી? અહીં સૌથી પહેલા કોણ આવ્યું? જેવા ઘણા સવાલોના જવાબ તમને ખબર હશે, પરંતુ શું તમને ખબર છે કે કનોટ પેલેસના માલિક કોણ છે? તે દિલ્હીનો ધબકારો કેવી રીતે બન્યો? અહીં ઊભી ઇમરતોનું ભાડું કોણ વસૂલે છે? સોશિયલ સાઇટ કોરા (Quora) પર કેટલાક લોકોએ આ સવાલ પૂછ્યો, તો જે જેવાબ આવ્યો તે ખૂબ રસપ્રદ છે. તમે પણ જાણીને દંગ રહી જશો કે કનોટ પેલેસના માલિક કોણ છે?

G20 સમિટ માટે કનોટ પેલેસને ખૂબ સજાવવામાં આવ્યો છે. આખરે તે દિલ્હીનું દિલ જો કહેવાય છે, પરંતુ આજે અમે તમને તેનો ઇતિહાસ અને વર્તમાન બતાવીશું. કનોટ પેલેસનું નિર્માણ બ્રિટિશ શાસન દરમિયાન 1929માં શરૂ થયું. 5 વર્ષમાં બનીને તૈયાર થઈ ગયું. ત્યારે બ્રિટિશ રાજ પરિવારના સભ્ય ડ્યુક ઓફ કનોટ અને સ્ટ્રેથર્નના નામ પર તેનું નામ રાખવામાં આવ્યું હતું. બ્રિટિશ આર્કિટેક્ટ રોબર્ટ ટોર રસેલે, ડબલ્યુ.એચ. નિકોલસની મદદથી તેની ડિઝાઇન તૈયાર કરી હતી. તેને કનોટ પેલેસના વાસ્તુકાર કરવામાં આવે છે.

તેને એવી રીતે બનાવવામાં આવ્યો હતો કે ઇંગ્લેન્ડમાં ઉપસ્થિત ભવન રોયલ ક્રિસેન્ટ અને રોમન કોલોસિયમની જેવો નજરે પડે, પરંતુ આઝાદી બાદ આ જગ્યા આર્થિક અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર બનતી ગઈ. આજે તે દુનિયાના સૌથી મોંઘા માર્કેટ પ્લેસમાંથી એક છે. એક રિપોર્ટ મુજબ આ દુનિયાનો સૌથી મોંઘો માર્કેટ પ્લેસ છે એટલે કે આ વિસ્તારના કોઈ ઓફિસમાં જો તમે કામ કરી રહ્યા છો તો તમે દુનિયાની સૌથી મોંઘી ઓફિસમાં કામ કરી રહ્યા છો, પરંતુ અહીંની બિલ્ડિંગ્સનો અસલી માલિક કોણ છે?

સોશિયલ સાઇટ Quora પર શિવમ તિવારી નામના યુઝરે જવાબ આપ્યો. કહ્યું કે, કનોટ પેલેસમાં ઘણા માલિક છે. સંપત્તિના હિસાબે જોવા જઈએ તો ભારત સરકાર આ જગ્યાની અસલી માલિક છે, પરંતુ આઝાદીથી અહીની મોટા ભાગની સંપત્તિઓ ભાડા પર આપી દેવામાં આવી હતી. અહી ખૂબ જ લઘુત્તમ કે એમ સમજો થોડા રૂપિયા. ઘણા લોકો તો એવા પણ હતા જેમને 50 દુકાનો પણ મળી ગઈ હતી.

જૂની દિલ્હી ભાડા નિયંત્રણ અધિનિયમ મુજબ, આઝાદી અગાઉ ભાડા પર આપવામાં આવેલી સંપત્તિઓમાં આધાર મૂલ્યથી દર વર્ષે 10 ટકાની વૃદ્ધિ થવાની હતી. તો કલ્પના કરો કે એક માલિક જેણે 1945માં 50 રૂપિયામાં ભાડા પર આપવામાં આવી હતી, તેને આ અધિનિયમનું પાલન કરવું પડશે અને ભાડું માત્ર 10 ટકા વધી શકે છે એટલે કે તે કંઇક આજે 100 રૂપિયા ભાડું આપી રહ્યો હતો. 70 વર્ષ બાદ પણ તેમાં કોઈ બદલાવ આવ્યો નથી.

હવે અસલી ખેલ જુઓ. ભાડા પર સંપત્તિ લેનારાઓએ મોંઘી સ્ટારબક્સ, પિત્ઝા હટ, વેર હાઉસ કેફે જેવી કંપનીઓ, બેન્કોને ઓફિસ બનાવવા માટે આ જગ્યા આપી દીધી અને દર મહિને લાખો રૂપિયા કમાણી કરી રહ્યા છે એટલે કે મૂળ માલિકને માત્ર થોડા હજાર રૂપિયા મળી રહ્યા છે, જ્યારે ભાડૂત તેનાથી દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તમે તેને એવી રીતે સમજો 12 x 12ની દુકાન જો તમારે લેવી હોય તો એક લાખ કરતા વધુ દર મહિને ભાડું ચૂકવવું પડશે.

જો તમે આ વિસ્તારમાં ભાડા પર ઓફિસ લેવા માગો છો તો તે સપનું સાબિત થઈ શકે છે કેમ કે વિસ્તારમાં ભાડાનો દર તેજીથી વધી રહ્યો છે. જો કોઈ ભાડા પર આપવા માગે છે તો રીતસરના એગ્રીમેન્ટ થાય છે અને તેને નક્કી સમય પર ખાલી કરવાનું હોય છે. ઉલ્લેખનીય છે કે આ બધી જાણકારી ઈન્ટરનેટ પર ઉપલબ્ધ આંકડાઓના આધાર પર છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.