અસદનું એન્કાઉન્ટર કરનાર પોલીસ ઓફિસર કોણ છે? રાષ્ટ્રપતિ પણ સન્માન કરી ચૂક્યા છે
ઉત્તર પ્રદેશના ખુંખાર ગેંગસ્ટર અને જેની સામે 100થી વધારે ગુના નોંધાયેલા છે તેવા અતીક અહમદના પુત્ર અસદનું ગુરુવારે એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું.અસદને ઠાર મારવામાં આવ્યો એ સમાચારને કારણે ઉત્તર પ્રદેશમાં ઉજવણી શરૂ થઇ ગઇ છે, પરંતુ તેની સાથે એ ચર્ચા પણ છે કે જેની સામે સરકારે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું તે અસદને ઠાર મારનાર પોલીસ અધિકારી કોણ છે? અસદની સાથે ગુલામ મકસૂદને પણ ઠાર કરાયો છે.વોન્ટેડ અસદ સામે 5 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ઉમેશ પાલની જાહેરમા હત્યા કરીને હત્યારા ફરાર થઇ ગયા હતા. આ આરોપીઓને પકડવા માટેની જવાબદારી ઉત્તર પ્રદેશની પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ને સોંપવામાં આવી હતી. આજે ગુરુવારે STFની ટીમે અતીકના પુત્ર અસદ અને હત્યાકાંડમાં સામેલ શૂટર ગુલામ મકસૂદનું એન્કાઉન્ટર કરી દીધું છે. આ બંને ખતરનાક આરોપીઓને STFની ટીમે ઢાળી દીધા છે. આ ટીમનું નેતૃત્વ STFના DSP નવેંદુ કુમાર નવીન અને DSP વિમલ કુમાર કરી રહ્યા હતા.
નવેંદુ સિંહને વર્ષ 2018માં સ્પેશિયલ ટાસ્ક ફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ STF DSP તરીકે પોસ્ટેડ છે. નવેંદુ સિંહને થોડા વર્ષો પહેલા એક લંટારા સાથેની મૂઠભેડમાં હાથ અને ગરદનમાં ગોળી વાગી હતી. ગયા વર્ષે જ નવેંદુ સિંહે બે ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું હતું જેમની સામે ઇનામો જાહેર થયેલા હતા.આ માટે તેમને 2008માં રાષ્ટ્રપતિ બહાદુરી મેડલ અને 2014માં નેશનલ પરાક્રમ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે 2022માં તેમની રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેમના 2 સુરક્ષા ગાર્ડની 24 ફેબ્રુઆરીએ પ્રયાગરાજમાં જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડને અસદ લીડ કરી રહ્યો હતો. પોલીસ તેને છેલ્લા દોઢ મહિનાથી શોધી રહી હતી. પરંતુ પોલીસને અનક વખત ચકમો આપીને અસદ ભાગી છુટતો હતો. પોલીસને બાતમી મળી હતી કે અસદ ઝાંસીમાં છુપાયેલો છે એટલે STF તેને ઠાર માર્યો હતો. પોલીસે કહ્યું હતું કે તેની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા હતા. પોલીસે કહ્યું કે જ્યારે અસદને જીવતો પકડવા માટે STFની ટીમ ગઇ હતી ત્યારે અસદે તેમની પર ફાયરીંગ કરી દીધુ હતું. સ્વબચાવમાં પોલીસે અસદને પાડી દીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp