ઉજ્બેકિસ્તાનમાં બાળકોના મોત બાદ 2 ભારતીય કફ સિરપ પર WHOનું એલર્ટ, નિમ્નસ્તરીય...

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ભલામણ કરી છે કે ઉજ્બેકિસ્તાનમાં બાળકો માટે નોઇડા સ્થિત કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી બે કફ સિરપ ઉપયોગ ન કરવી જોઈએ. બુધવારે જાહેર કરાયેલા મેડિકલ પ્રોડક્ટ એલર્ટમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલા નિમ્નસ્તરીય ચિકિત્સા ઉત્પાદન છે, જે ગુણવત્તા માનાંકોને પૂરા કરવામાં નિષ્ફળ રહે છે અને એટલે તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ પોતાની વેબસાઇટ પર જાહેર કરેલા એલર્ટમાં કહ્યું કે, તે વિશ્વ આરોગ્ય સંસ્થા મેડિકલ પ્રોડક્ટ એલર્ટ બે નિમ્નસ્તરીય (દૂષિત) ઉત્પાદનોના સંદર્ભમાં છે, જેનું નિમ્નસ્તરીય થવું ઉજ્બેકિસ્તાનમાં જોવા મળ્યું અને 22 ડિસેમ્બર 2022ના વિશ્વ આરોગ્ય સંસ્થાને જણાવ્યું હતું. નિમ્નસ્તરીય ચિકિત્સા ઉત્પાદન છે, જે ગુણવત્તા માનાંકને પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે અને એટલે ઉપયોગ ન કરવો જોઈએ. એલર્ટ મુજબ આ બે ઉત્પાદન AMBRONOL અને DOK-1 મેક્સ સિરપ છે.

આ બંને ઉત્પાદનોના બતાવવામાં આવેલા નિર્માતા મેરિયન બાયોટેક લિમિટેડ (ઉત્તર પ્રદેશ, ભારત) છે. આ નિર્માતાએ આ ઉત્પાદનોની સુરક્ષા અને સ્તરને લઈને આજ સુધી વિશ્વ આરોગ્ય સંસ્થાને ગેરંટી આપી નથી. નોઇડાની ફાર્મા કંપની મેરિયન બાયોટેક પર ત્યારથી સંકટના વાદળો છવાયા છે, જ્યારથી ઉજ્બેકિસ્તાનથી ખાસીની દવાઓ લીધા બાળકોના મોતના સમાચાર આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ, ઉજબેકિસ્તાન ગણરાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયની રાષ્ટ્રીય ગુણવત્તા નિયંત્રણ પ્રયોગશાળાએ દ્વારા કફ સિરપના નમૂનાના વિશ્લેષણ પર જાણવા મળ્યું કે બંને જ ઉત્પાદનોમાં દૂષિત પદાર્થોના રૂપમાં ડાયાથિલીન ગ્લાઈકોલ કે એથિલીન ગ્લાઈકોલની અસ્વીકાર્ય માત્રા સામેલ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એલર્ટમાં એમ પણ કહ્યું કે, આ બંને ઉત્પાદનો પાસે આ ક્ષેત્રના અન્ય દેશોમાં વિપરણ અધિકાર થઈ શકે છે. તેમને અનૌપચારિક બજારો દ્વારા અન્ય દેશો કે ક્ષેત્રોમાં પણ વિતરીત કરી શકાય છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) સાથે જોડાયેલી સ્વાસ્થ્ય એજન્સીએ એ પણ કહ્યું કે, આ એલર્ટમાં સંદર્ભિત નિમ્નસ્તરીય ઉત્પાદન અસુરક્ષિત છે અને વિશેષ રૂપે બાળકોમાં તેના ઉપયોગથી ગંભીર નુકસાન થઈ શકે છે કે મોત પણ થઈ શકે છે.

22 ડિસેમ્બરે ઉજ્બેકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે, મેરિયન બાયોટેક કંપની દ્વારા નિર્મિત કફ સિરપ પીવાથી 19 બાળક મોત થઈ ગયા છે. આ સંબંધમાં મંગળવારે ઉત્તર પ્રદેશ ખાદ્ય સુરક્ષા અને ઔષધિ પ્રશાસન વિભાગે મેરિયન બાયોટેક કંપનીનું ઉત્પાદન લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધ છે. ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વૈભવ બબ્બરે જણાવ્યું કે, જરૂરી દસ્તાવેજ ઉપલબ્ધ ન કરાવી શકવાના કારણે અમે મેરિયન બાયોટેક કંપનીના ઉત્પાદન લાઈસન્સને રદ્દ કરી દીધું છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.