નડ્ડા નહીં તો કોણ? કોને સોંપાશે પાર્ટીની કમાન,અધ્યક્ષ બનવાની રેસમાં આ નામ આગળ

PC: indiatoday.in

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ પૂરો થવા જઈ રહ્યો છે, એવામાં એ વાતની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભાજપનો આગામી અધ્યક્ષ કોણ હશે. આ રેસમાં ઘણા નામો સામે આવ્યા છે. સાથે જ અટકળો એ વાતની પણ લગાવવામાં આવી રહી છે કે જેપી નડ્ડાના કાર્યકાળને લંબાવીને એકવાર ફરી તેમને જ અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી શકે છે. ખરેખર, આ વર્ષે 9 રાજ્યોમા વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તેના તરત પછી 2024ની લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. એવામાં ભારતીય જનતા પાર્ટી કોઈપણ પ્રકારનું જોખમ લેવા નહીં માંગશે.

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આ મહિને યોજાવાની છે. આ વાતની સંભાવના છે કે, આ બેઠકમાં પાર્ટી પોતાના આગામી અધ્યક્ષના નામની જાહેરાત કરી શકે છે. હવે સવાલ એ છે કે, જો નડ્ડાના કાર્યકાળનો વિસ્તાર નહીં થાય તો પછી પાર્ટી કોના પર દાવ લગાવશે. કોણ હશે ભાજપના આગામી અધ્યક્ષ?

કોણ કોણ છે રેસમાં?

આ વર્ષે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વ સુધીના રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેપી નડ્ડા એક એવા અધ્યક્ષ રહ્યા છે જે લગભગ તમામ રાજ્યોમાં પોતાને ફિટ કરી લે છે. એવામાં ખૂબ જ સંભાવના છે કે, તેમને જ અધ્યક્ષ પદ પર યથાવત રાખવામાં આવે. જો કે, તેમના સ્થાને કોઈ બીજાને પસંદ કરવું પડ્યું તો પાર્ટી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને કમાન સોંપવાનું વિચારી શકે છે. આ પહેલા પણ PM મોદી દ્વારા ઘણી મહત્વની જવાબદારીઓ આપવામાં આવી છે.

રાજસ્થાનમાં આ વર્ષે ચૂંટણી થવાની છે એવામાં Bજેપી, ધર્મેન્દ્ર પ્રધાન સિવાય પાર્ટી ભૂપેન્દ્ર યાદવને પણ પાર્ટીના અધ્યક્ષ બનાવી શકે છે. રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ગત વખતે પણ અધ્યક્ષ પદના મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. જો કે, પાર્ટી તરફથી જેપી નડ્ડાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા પાર્ટી સંગઠનાત્મક સ્તર પર પણ મોટા ફેરફારો કરી શકે છે. મળતી માહિતી મુજબ, આ ફેરફારોનો આધાર આગામી વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણી રહી શકે છે. પાર્ટીના ઘણા મોટા મંત્રીઓને તેમના ચૂંટણી રાજ્યમાં જવાબદારી સોંપવામાં આવી શકે છે.

શું ફરી વાર અધ્યક્ષ બની શકે છે નડ્ડા?

ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ એક વ્યક્તિ સતત બે વાર અધ્યક્ષ બની શકે છે. ખરેખર, 2012મા નીતિન ગડકરી માટે પાર્ટીએ તેના બંધારણમાં ફેરફાર કર્યો હતો અને તેમને સતત બીજી વખત પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા. તે સમયે જે સુધારો થયો તે મુજબ પાર્ટીનો કોઈ પણ સભ્ય 3-3 વર્ષ માટે સતત બે વાર પાર્ટી અધ્યક્ષ બની શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp