કૂનો નેશનલ પાર્કમાં 2 મહિનામાં 6 વિદેશી ચિત્તાઓના મોત, શું છે કારણ?

સરકારનો પ્રોજેક્ટ ચિત્તા, ચિત્તાઓ માટે એક માઠું સપનું સાબિત થઈ રહ્યું છે. મધ્ય પ્રદેશના કૂનો નેશનલ નેશનલ પાર્કમાં ગુરુવારે (25 મેના રોજ) વધુ 2 ચિત્તાના બચ્ચાઓના મોત થઈ ગયા. આ અગાઉ વધુ એક ચિત્તાના બચ્ચાનું મોત કૂનો નેશનલ પાર્કમાં થયું હતું. વધુ એક બચ્ચાંની હાલત ગંભીર છે તેને દેખરેખમાં રાખવામાં આવ્યું છે. આ બધા બચ્ચા માદા ચિત્તા 'જ્વાળા'ના બચ્ચા છે. આ ત્રણેય બચ્ચાનું મોત મળીને છેલ્લા 2 મહિનામાં આફ્રિકન દેશોથી ભારત આવેલા કુલ 6 ચિત્તાઓના મોત થઈ ચૂક્યા છે. પહેલા 3 ચિત્તાઓના મોત અલગ-અલગ કારણોથી થઈ ચૂક્યા છે.
ચિત્તાના 3 બચ્ચાઓનું કારણ અત્યાર સુધી ગરમી બતાવવામાં આવી રહ્યું છે. કૂનો નેશનલ પાર્ક દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસનોટ મુજબ, 23 મેના રોજ સીઝનનો સૌથી ગરમ દિવસ હતો. દિવસ ચડવા સાથે લૂ વધી અને તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું અને જ્વાળાના બચ્ચાઓની તબિયત ખરાબ થતી ગઈ. બીમાર ચાલી રહેલા બચ્ચાઓને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેમને ઓછામાં ઓછા એક મહિના સુધી ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.
છેલ્લા 2 દિવસોની તુલનામાં તેમના સ્વાસ્થ્યમાં સુધાર થયો છે, પરંતુ પૂરી રીતે નહીં. બચ્ચાઓને માતા જ્વાળાથી પણ 1 મહિના સુધી દૂર રાખવામાં આવશે. એમ પણ કહેવામાં આવ્યું કે, જ્વાળાના બધા સંતાન ખૂબ નબળા જન્મ્યા હતા. બીમારી બાદ મૃત્યુ પામેલા બચ્ચા લગભગ 8 અઠવાડિયાના હતા. 8 અઠવાડિયાના બચ્ચા સામાન્ય રીતે જિજ્ઞાસુ હોય છે અને સતત માતા સાથે ચાલે છે. આ બચ્ચાઓએ લગભગ 8-10 દિવસ અગાઉ જ ચાલવાનું શરૂ કર્યું હતું.
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, ચિત્તાઓના વિશેષજ્ઞો મુજબ આફ્રિકામાં ચિત્તા બચ્ચાઓનો જીવિત રહેવાનો દર સામાન્ય રીતે ખૂબ ઓછો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી માંનક પ્રોટોકોલ અનુસાર જ કરવામાં આવી રહી છે. નામીબિયાથી ભારત આવેલા ચિત્તાઓમાંથી એક સાશાનું 27 માર્ચના રોજ કિડની સંબંધિત બીમારીના કારણે મોત થઈ ગયું હતું. માનવામાં આવે છે કે, સાશામાં નામીબિયામાં કેદ દરમિયાન આ બીમારીની ઝપેટમાં આવી ગઈ હતી અને કૂનો પહોંચ્યા બાદ જ તે અસ્વસ્થ હતી. દક્ષિણ આફ્રિકન ચિત્તા ઉદયનું 13 એપ્રિલના રોજ મોત થઈ ગયું હતું. તેના મોતનું કારણ કાર્ડિયોપાલ્મોનરી ફેલિયર માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp