શા માટે અણ્ણા હજારે ગુસ્સે થયા અને નેતાને કેસ કરવાની ચેતવણી કેમ આપી?
સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને પૂર્વ મંત્રી જિતેન્દ્ર આવ્હાડના હુમલા પર વળતો પ્રહાર કર્યો છે. અણ્ણા હજારેએ જિતેન્દ્ર આવ્હાડ સામે માનહાનિનો કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર અણ્ણા હજારેનો ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, આ વ્યક્તિ દેશભરમાં ફર્યો હતો. ટોપી પહેરવાથી કોઈ ગાંધી નથી બની જતા. જિતેન્દ્ર આવ્હાડે અણ્ણા હજારે પર નિશાન સાધતા કહ્યું હતું કે, અણ્ણા હજારેના કારણે દેશને નુકસાન થયું છે.
જિતેન્દ્ર આવ્હાડની પોસ્ટ પર હવે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ કહ્યું છે કે, જેણે પણ આવું કહ્યું છે. તેણે ભૂલ કરી છે. અણ્ણા હજારેએ કહ્યું કે, મારા કારણે દેશને નુકસાન થયું છે તો તેમના જ કારણે ઘણા લોકોને ફાયદો પણ થયો છે. અણ્ણા હજારેએ આ સાથે એ પણ કહ્યું છે કે, તેઓ કોર્ટમાં કેસ દાખલ કરશે. અણ્ણા હજારેએ કહ્યું કે, તેમના કારણે ઘણા કાયદા બન્યા છે. જેનો લોકોએ લાભ લીધો છે. હજારેએ એ પણ કબૂલ્યું છે કે, તેમના આંદોલાનથી ઘણા કામદારોને નુકસાન થયું છે. અણ્ણા હજારેએ કહ્યું કે, કેટલાક લોકોનું કામ જ એવું છે કે, મારા પર ખોટા આરોપો લગાવ્યા કરે. અણ્ણા હજારેએ કહ્યું કે, તેઓ વકીલની સલાહ લઈને કોર્ટમાં કેસ દાખલ કરશે.
माझ्या ट्विट नी ह्यांना जाग आली
— Dr.Jitendra Awhad (@Awhadspeaks) October 5, 2023
कोर्टात खेचतो ह्याला म्हणजे मला असे पत्रकारांना म्हणाले
चला झोपेतून तर उठले बघू उद्या पासून जागे राहतात का https://t.co/NDixOUJLaw
અણ્ણા હજારેના નિવેદન પર NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે ફરી વળતો પ્રહાર કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, મારા ટ્વીટથી તે જાગી ગયા. તેણે પત્રકારોને કહ્યું કે, તેને કોર્ટમાં ખેંચવામાં આવી રહ્યો છે. ચાલો ઊંઘમાંથી જાગીએ અને જોઈએ કે તે કાલથી જાગે છે કે નહીં. અણ્ણા હજારે અને NCP વચ્ચેની ખેંચતાણ નવી નથી. NCP પ્રમુખ શરદ પવારને 2011માં એક યુવકે થપ્પડ મારી હતી. તે સમયે જ્યારે પત્રકારોએ અણ્ણા હજારેને પ્રશ્નો પૂછ્યા ત્યારે અણ્ણા હજારેએ આ ઘટનાને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ NCPના કાર્યકરો ગુસ્સે થયા હતા. UPA-2 સરકાર દરમિયાન અણ્ણા હજારેએ દેશમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન કર્યું હતું. ત્યારે તેમણે માંગ કરી હતી કે, સરકાર જનલોકપાલ કાયદો લાવે, જેથી આ દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ થઈ શકે. અણ્ણાના આંદોલનમાંથી આમ આદમી પાર્ટી (AAP)નો ઉદય થયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp