અચાનક સાંસદ રાઘવ ચઢ્ઢાને બંગલો ખાલી કરવાની નોટિસ કેમ ફટકરાઇ?

PC: prabhasakshi.com

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાના સરકારી બંગલા પર વિવાદ ઉભો થયો છે. રાજ્યસભા સચિવાલયે તેમને બંગલો ખાલી કરવાની નોટિસ ફટકારી છે. રાઘવે આ નોટિસ વિરૂદ્ધ કોર્ટમાં પીટિશન ફાઇલ કરી છે. રાઘવે કોર્ટને સચિવાલયની નોટિસ પર સ્ટે લગાવવાની માગ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, રાઘવ ચઢ્ઢાને ટાઇપ 7 બંગલો મળ્યો છે. એ વાતનો જ વિવાદ છે. તે પહેલી વખત સાંસદ બન્યા છે અને ટાઇપ 7 સીનિયર નેતાઓને અલોટ થાય છે. રાજ્યસભા સચિવાલયનું કહેવું છે કે, કોઇ કારણસર ચઢ્ઢાને બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.

એપ્રિલ, 2022માં જારી રાજ્યસભા સભ્યોની હેન્ડબુક અનુસાર, પહેલી વખત સાંસદના રૂપમાં, ચઢ્ઢા ટાઇપ 5 આવાસના હકદાર છે. હેન્ડબુકમાં કહેવાયું છે કે, આવા સાંસદ જે પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી, પૂર્વ રાજ્યપાલ કે પૂર્વ મુખ્યમંત્રી છે અને પૂર્વ લોકસભા અધ્યક્ષ છે, તે જ ટાઇપ 7 બંગલાના હકદાર છે. એ કારણે રાઘવના બંગલા પર વિવાદ થઇ રહ્યો છે.

રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય મંત્રિઓ, સુપ્રીમ કોર્ટના જજો, સાંસદો અને બ્યુરોક્રેટ્સને દિલ્હીમાં જે સરકારી આવાસ મળે છે, તે લુટિન્સ ઝોનમાં આવે છે. હાલ લુટિયન્સ બંગલા 28 વર્ગ કિલોમીટરથી વધારેના દાયરામાં છે. હાલના સમયમાં લુટિયન્સ ઝોનમાં 1 હજારથી વધારે બંગલા છે, જેમાંથી 65 પ્રાઇવેટ છે. અન્ય બંગલામાં મોટા મોટા નેતા, ઓફિસર, જજ અને સેનાના અધિકારીઓ રહે છે. ટાઇપ 4 અને ટાઇપ 8ના આવાસ સાંસદો, કેન્દ્રિય મંત્રિઓ અને રાજ્ય મંત્રિઓને આપવામાં આવે છે. પહેલી વખત ચૂંટાયેલા સાંસદોને ટાઇપ 4ના બંગલા મળે છે. ટાઇપ 8ના બંગલા સૌથી ઉચ્ચ શ્રેણીના હોય છે. આ બંગલા સામાન્ય રીતે કેબિનેટ મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના જજ, પૂર્વ વડાપ્રધાન, પૂર્વ રાષ્ટ્રપતિ અને નાણાં આયોગના ચેરમેનને મળે છે. કેટેગરીના આધાર પર આ બંગલાઓમાં રૂમોની સંખ્યા અને સુવિધાઓનું સ્તર હોય છે.

લોકસભા પૂલમાં કુલ 517 રેઝિડેન્શયલ પ્રોપર્ટી છે. તેમાં 159 બંગલા, 37 ટ્વિન ફ્લેટ, 193 સિંગલ ફ્લેટ, 96 મલ્ટી સ્ટોરી ઇમારતોમાં ફ્લેટ અને 32 યૂનિટ્સ સિગ્યુલર રેગ્યુલર રેઝિડન્સ છે. આ બધા આવાસ સેન્ટ્રલ દિલ્હીના નોર્થ એવન્યુ, સાઉથ એવન્યુ, મીના બાગ, બિશમ્બર દાસ માર્ગ, બાબા ખડક સિંહ માર્ગ, તિલક લેન અને વિટ્ઠલ ભાઇ પટેલ હાઉસમાં છે.

બંગલામાં ટાઇપ 8 બંગલા, સૌથી ઉચ્ચ શ્રેણીના મનાય છે. તે લગભગ ત્રણ એકરના હોય છે. આ બંગલાઓની મુખ્ય બિલ્ડિંગમાં 8 રૂમ હોય છે. તેના સિવાય કેમ્પસમાં એક સિટિંગ લાઉન્જ અને બેકસાઇડમાં એક સર્વન્ટ ક્વાર્ટર પણ હોય છે. સામાન્ય રીતે ટાઇપ 8 બંગલા કેબિનેટ મંત્રીઓ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, પૂર્વ વડાપ્રધાન કે પૂર્વ રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ નેતાઓને એલોટ કરવામાં આવે છે. ટાઇપ 8 બંગલાઓ, જનપથ, ત્યાગરાજ માર્ગ, કૃષ્ણમેનન માર્ગ, અકબર રોડ, સફદરજંગ રોડ, મોતીલાલ નૈહરૂ માર્ગ અને તુગલક રોડ પર છે.

ટાઇપ 7 બંગલાની સાઇઝ એકથી દોઢ એકરની વચ્ચે હોય છે. તેમાં ટાઇપ 8 બંગલાની સરખામણીમાં એક બેડરૂ ઓછો હોય છે. એવામાં અશોકા રોડ, લોધી એસ્ટેટ, કુશક રોડ, કેનિંગ લેન, તુગલક લેન વગેરેમાં છે. એવા પ્રકારના બંગલા સામાન્ય રીતે રાજ્ય મંત્રીઓ, દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશો, ઓછામાં ઓછા પાંચ વખત સાંસદ રી ચૂકેલા વ્યક્તિઓને એલોટ કરવામાં આવે છે. રાહુલ ગાંધી જે તુગલક લેનના બંગલામાં રહે છે, તે ટાઇપ 7 જ છે.

પહેલી વખત સાંસદ બનેલા લોકોને સામાન્ય રીતે ટાઇપ 5ના આવાસ મળે છે. જોકે, નવી શરતો અનુસાર, તેમને ટાઇપ 6 આવાસ પણ મળી શકે છે. તેના માટે તેમણે અમુક શરતો નક્કી કરવી પડે છે. તેમાં પહેલા ધારાસભ્ય કે પછી રાજ્ય સરકારમાં મંત્રી બનવાની શરતો શામેલ છે. ટાઇપ 5માં પણ A, B, C, D ચાર કેટેગરી હોય છે. દરેક કેટેગરીમાં પહેલા વાળીથી એક બેડરૂમ વધારે હોય છે.

બંગલામાં સાંસદોને વિજળી, પાણી ફ્રી મળે છે. પડદા પણ ફ્રી મળે છે. મેન્ટેનન્સ માટે ભત્તુ પણ મળે છે. જો ખર્ચ 30 હજારથી વધારે હોય તો પછી શહેરી વિકાસ મંત્રાલય તરફથી ફંડ અપ્રૂવ કરવામાં આવે છે. જ્યારે, 30 હજાર સુધીના ખર્ચને અપ્રૂવલ હાઉસ કમિટી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp