સેનાના લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ કેમ મોકલી?સીમા હૈદરે આપ્યા ઘણા સવાલોના જવાબ

PC: dainiktimesnews.com

સીમા હૈદર પાકિસ્તાનના સિંધ વિસ્તારમાંથી પોતાનું ઘર વેચીને પ્રેમી માટે ભારત આવી હતી. આ પછી, તેણે તેના પતિ ગુલામ હૈદર વિશે ઘણા દાવાઓ કર્યા કે, તે તેને મારતો હતો. તેણે પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ વિશે પણ ઘણી વાતો કહી. સીમા હૈદર અને સચિનના લગ્નની તસવીરો પણ સામે આવી છે. ભારતનો પાડોશી દેશ નેપાળ આ બધાના કેન્દ્ર સ્થાને છે. એ જ દેશ કે, જેને સીમા હૈદરે સરળતાથી ભારતમાં પ્રવેશવાનો રસ્તો બનાવ્યો હતો.

સીમાએ ક્યારેક દાવો કર્યો કે, તેણે નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા છે, તો ક્યારેક કહ્યું કે તેણે હોટલમાં લગ્ન કર્યા છે. મીડિયાના સૂત્રોએ નેપાળના ખૂણે ખૂણે સીમા હૈદર વિશે માહિતી એકઠી કરી. તે નેપાળ કેવી રીતે પહોંચી? નેપાળમાં તેણે જૂઠ્ઠાણાનો આશ્રય ક્યાં ક્યાં લીધો અને કેવી રીતે આટલી સરળતાથી તે ભારત પહોંચી.

સીમા અને સચિને દાવો કર્યો છે કે, બંનેના લગ્ન કાઠમંડુના પશુપતિનાથ મંદિર પરિસરમાં સ્થિત ગુએશ્વરી મંદિરમાં થયા હતા. મીડિયાના સૂત્રોએ આ મંદિરે પણ પૂછપરછ કરી હતી. સીમા અને સચિનની વિગતો અહીં મળી ન હતી. અહીં માત્ર હિન્દુઓને જ પ્રવેશ મળે છે, તેવું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. સવાલ એ છે કે, શું સીમાએ પોતાની ઓળખ અહીં છુપાવી હતી?

નેપાળમાં મીડિયાના સૂત્રોએ તપાસમાં ખુલાસો કર્યો કે સીમા હૈદરે ત્યાં વારંવાર જૂઠાણાંનો આશરો લીધો હતો અને ભારતમાં ઘૂસવા માટે ઢીલી સુરક્ષાનો લાભ લીધો હતો. સીમા 4 બાળકો સાથે નેપાળથી ભારતીય સરહદમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી હતી. હવે સીમા ભારતમાં રહેશે કે પછી તેને પાકિસ્તાનમાં મોકલવામાં આવશે, તે ભારતના કાયદાએ નક્કી કરવાનું છે. પરંતુ તે પાકિસ્તાન પરત ફરવાનો સ્પષ્ટ ઈન્કાર કરી રહી છે.

સીમા કહી રહી છે કે, તે પાકિસ્તાન નહીં જાય. જો તેને જવું પડશે તો તેની લાશ પાકિસ્તાન જશે. ATSની પૂછપરછ પછી મીડિયાના સૂત્રોએ પણ સીમાની પૂછપરછ કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે સીમાના મનમાં શું ચાલી રહ્યું છે. સીમાને ઘણા સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબો પણ સીમાએ આપ્યા હતા.

ATSએ પૂછેલા સવાલ પર કે જેમાં ATSને વધારે શંકા હતી, તેના પર સીમાએ કહ્યું કે, તેમને મારા પર જ શંકા હતી. તેને સંપૂર્ણ શંકા હતી. પરંતુ જે પણ સાચું હતું તે બધું મેં કહ્યું. ગામથી કરાચી, કરાચીથી અહીં સુધી બધું જ સાચું કહ્યું છે. આગળ શું થશે તે ખબર પડી જશે.

નેપાળમાં હોટેલ વિનાયકના રૂમ નંબર 204માં રોકાવાનું અને તે પણ નામ બદલીને તેના પર સીમા એ ખુલાસો કર્યો કે, હોટલવાળા જૂઠું બોલી રહ્યા છે. ન તો તેઓએ અમને અમારું નામ લખાવ્યું. ત્યાં કોઈ કડકાઈ હતી જ નહિ. તે લોકો હવે પોતાને બચાવવા માટે આવું જ કહેશે. તે લોકો દરરોજ સવારે અમારી પાસેથી નેપાળી 500 રૂપિયા લેતા હતા.

હોટેલમાં તેનું નામ પ્રીતિ લખાવવા પર સીમાએ કહ્યું કે, ના, તેણે પ્રીતિ નામ ક્યારેય લખાવ્યું જ નથી. મારું નામ એ જ હતું અને તેઓ પણ તે જાણતા હતા. પરંતુ તેમણે ક્યારેય અમારું નામ પણ લખ્યું નથી. કે તેણે મને મારું નામ પૂછ્યું પણ નહીં. આમણે (સચિન) હોટલવાળાને કહ્યું હતું કે, મારી પત્ની પણ રહેવા આવવાની છે.

પબમાં અને બારમાં જવા માંગે છે એવા હોટેલ વિનાયકના મેનેજરના આક્ષેપ પર તેણે કહ્યું કે, ક્યારેય પણ નહિ, મેં ક્યારેય ત્યાં જવાની વાત કરી જ નથી, મારા ઘરે મારા બાળકો હતા, તો હું આ કેવી રીતે કરી શકત. અમારી પાસે ફક્ત 7 દિવસ હતા અને મારે પાછા જવાનું હતું. અમે ત્યાં હસી-ખુશીથી દિવસો પસાર કર્યા. ત્યાં ઘણા સારી રીતે દિવસો પસાર થઇ ગયા હતા. તે (સચિન) ચોંકી ગયો કે હું તેને મળવા આવી છું. ત્યારે મારા મગજમાં એવું નહોતું કે હું ભારત આવીશ.

પશુપતિનાથ મંદિરમાં માત્ર હિંદુઓ જ લગ્ન કરે છે, તો સીમા હૈદરે અહીં લગ્ન કેવી રીતે કર્યા, તેના પર સીમા એ કહ્યું કે, હું હિંદુ છું અને છેલ્લા એક વર્ષથી હિંદુ છું. પરંતુ લોકો કહે છે કે હું અહીં આવીને હિંદુ હોવાનો ડોળ કરું છું, પરંતુ પાકિસ્તાનમાં પણ હું દિલથી હિંદુ હતી, પરંતુ ત્યાં હિન્દૂ તરીકે ખુલ્લેઆમ ન રહી શકાય. કારણ કે જો મેં ત્યાં કહ્યું હોત કે, હું હિંદુ બનવા માંગુ છું, તો હું બચી ન શકી હોત.

ભાઈના પાકિસ્તાનની સેનામાં કામ કરવાના સવાલ પર તેણે ખુલાસો કર્યો કે, મેં ઘણી વાર કહ્યું છે કે, જ્યારે સચિન અને હું મળ્યા ત્યારે તે (સીમાનો ભાઈ) મજૂર હતો. તેણે 12મા સુધીનો અભ્યાસ કર્યો હતો, તેને કોઈ કામ મળતું ન હતું. પછી મારા પિતાના અવસાન પછી તેઓ નોકરી પર લાગ્યા હતા. તે પણ સામાન્ય સૈનિક. જેટલી શંકાની નજરે તેમને જોવામાં આવી રહ્યા છે, તેમની એટલી સ્થિતિ નથી. મારે તેની સાથે કોઈ સંબંધ નથી, કારણ કે મારા લગ્ન થઇ ગયા હતા અને હું અલગ રહેતી હતી.

ભારતમાં સેના સાથે જોડાયેલા લોકોને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, જરાય નહિ. હું ફેસબુક તો ચલાવતી જ નથી. મારી પાસે ફોન પણ નથી. મારા IDમાં મારા 5 મિત્રો હતા. સચિન અને સચિનના નજીકના મિત્રો. હવે હમણાં મારા ID પર લાખો લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી રહી છે. મારા નામે ઘણા લોકોએ ID બનાવી રાખી છે. મેં હજુ સુધી એકને પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી નથી. મારું ID કોઈ બીજાના ફોન પર લોગ ઈન થયેલું છે, તેથી તેણે તે સ્વીકાર્યું હશે. મેં કોઈને રિકવેસ્ટ મોકલી છે એવું કોઈ સાબિત કરી શકશે નહીં. મેં ફક્ત Instagramનો ઉપયોગ કર્યો છે, અને તે ફેસબુક સાથે જોડાયેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp