અમેરિકાથી ભારત આવેલા સાંસદો રાહુલ ગાંધી સાથે ખાનગી મીટિંગ કેમ કરવા માગે છે?

PC: indiatoday.in

ભારતના સ્વંતત્રતા દિવસ સમારોહમાં સામેલ થવા આવેલા અમેરિકાના પ્રતિનિધિ મંડળે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે ખાનગી બેઠક કરવામાં રસ દાખવ્યો છે. અમેરિકાથી ભારત આવેલા પ્રતિનિધિ મંડળમાં ભારતીય મૂળના બે સાંસદો રો ખન્ના અને ધાનેદાર પણ સામેલ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રવીણ ચક્રવર્તીએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે પાર્ટીએ આ માટે ઔપચારિક અને સત્તાવાર વિનંતી પણ કરી છે. પ્રવીણ ચક્રવર્તીએ કહ્યુ કે, છેલ્લા બે દિવસમાં અમેરિકી પ્રતિનિધિમંડળના કેટલાક સાંસદોએ રાહુલ ગાંધી સાથે ખાનગી બેઠક કરવા માટે અમારી સાથે વાત કરી છે. અમે તેમને કહ્યું છે કે રાહુલ ગાંધી વાયનાડથી પાછા ફર્યા પછી તેમની સાથે મુલાકાત થઈ શકે છે. તેનાથી તેઓ ખુશ થશે. જોકે, અમે તેમને ઔપચારિક અને સત્તાવાર રીતે રાહુલ ગાંધીને મળવા વિનંતી કરી છે.

ચક્રવર્તીએ કહ્યું કે વિદેશ મંત્રાલય તેની મંજૂરી આપે છે કે નહીં, એ વિદેશ મંત્રાલય અને અમેરિકી પ્રતિનિધિ મંડળ વચ્ચેની વાત છે.ચક્રવર્તીએ આગળ કહ્યુ કે, જો કે, મને નથી લાગતું કે વિદેશ મંત્રાલયને આનાથી કોઇ ચિંતા થવી જોઇએ. ભારતની મુલાકાતે આવેલું એક પ્રતિનિધિ મંડળ જો, વિપક્ષ નેતાને મળવા માંગતું હોય તો તો એમાં વિદેશ મંત્રાલયને શું કામ ચિંતા થાય.

ભારતીય મૂળના અમેરિકા સાંસદ રો ખન્નાએ આ પહેલાં કહ્યું હતું કે,અમેરિકી પ્રતિનિધિ મંડળને કેટલાંક લોકોને મળવા માંગે છે. એના માટે ભારતના વિદેશ મંત્રાલયની મંજૂરી મેળવવી જરૂરી બનશે.14 ઓગસ્ટે રો ખન્નાએ કહ્યું હતું કે,હું અને આખું પ્રતિનિધિમંડળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયના મહેમાન છીએ. કોઈને મળવાની વ્યવસ્થા તેઓ     કરશે. મને ખબર છે કે કેટલાક લોકો અમેરિકન પ્રતિનિધિમંડળને મળવા માગે છે. મેં આ વિનંતીઓ વિદેશ મંત્રાલયને પણ જણાવી છે તેની પર હવે મંત્રાલય નિર્ણય લેશે. ખન્નાએ કહ્યુ કે,ભારતમાં અમારું ખુબ સારી રીતે ધ્યાન રાખવામાં આવ્યું હતું, તેમણે ઘણી બેઠકો પણ કરી છે. હું તેનું સન્માન કરું છું.

ખન્નાએ આગળ કહ્યું કે ભારતમાં થનારી બધી બેઠકો અમેરિકી દુતાવાસ અને વિદેશ મંત્રાલયના માધ્યથી થઇ રહી છે.તેનું કારણ એવું છે કે તેમણે જ અમેરિકાના પ્રતિનિધિ મંડળને ભારત બોલાવ્યું છે.રાહુલ ગાંધીની ઓફિસે સ્પષ્ટતા કરી છે કે તેમણે અમેરિકી પ્રતિનિધિ મંડળને મળવા માટે કોઇ અનુરોધ કર્યો નથી.

ભારતની મુલાકાતમા અમેરિકી પ્રતિનિધિ મંડળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર સહિત અનેક મંત્રીઓને મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp