- National
- ISRO સાંજે કેમ કરાવી રહ્યું છે ચંદ્રયાન-3નું લેન્ડિંગ, શું ચંદ્રની સપાટી પર..
ISRO સાંજે કેમ કરાવી રહ્યું છે ચંદ્રયાન-3નું લેન્ડિંગ, શું ચંદ્રની સપાટી પર..
23 ઑગસ્ટ 2023ની સાંજે 05:30 વાગ્યાથી 06:30 વાગ્યા વચ્ચે ચંદ્રયાન-3નું લેન્ડર કોઈ પણ સમયે ચંદ્રની સપાટી પર સફળતાથી ઉતરી શકે છે. આમ યોગ્ય સમય 06:04 વાગ્યાનો છે, પરંતુ થોડું માર્જિન રાખવું જરૂરી છે. કારણ એ છે કે લેન્ડર પૂરી રીતે ઓટોમેટિક છે. તે લેન્ડિંગની જગ્યા પોતે શોધશે, પછી લેન્ડ કરશે. આ કામમાં તેને સમય લાગશે, પરંતુ સવાલ એ ઉઠે છે કે, ISRO સાંજના સમયે કેમ લેન્ડિંગ કરાવી રહ્યું છે. શું ચંદ્રની સપાટી પર અંધારામાં ઉતરશે? અસલી કારણ એ છે કે ધરતી પર લેન્ડિંગનો સમય સાંજનો છે, જ્યારે ચંદ્ર પર વિક્રમ લેન્ડર જે સમયે ઉતરશે, એ સમયે ત્યાં સૂરજ ઊગી રહ્યો હશે.
ISRO ચીફ ડૉ. એસ સોમનાથે જણાવ્યું કે, અમે જે સમયે વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારી રહ્યા છીએ, એ સમયે ધરતી પર સાંજ હશે, પરંતુ ચંદ્ર પર સૂરજ ઊગી ચૂક્યો હશે. એવું એટલે કરવામાં આવી રહ્યું છે જેથી લેન્ડરને 14-15 દિવસ સૂરજનો પ્રકાશ મળે, જેથી તે સારી રીતે સાયન્ટિફિક એક્સપરિમેન્ટ કરી શકે. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર એવા પ્રકારે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તેઓ સૂરજના પ્રકાશથી ઉર્જા લઈને ચંદ્રમા પર એક દિવસ વિતાવી શકે.

ચંદ્રમાનો એક દિવસ ધરતીના 14 દિવસ બરાબર હોય છે, પરંતુ એમ કહી નહીં શકીએ કે આ દિવસોમાં કોઈ ફરી કામ ન કરી શકે. સંભવ છે કે ફરી સૂરજ નીકળવા પર આ બંને ફરીથી સક્રિય થઈ જાય. કેમ કે એક વખત સૂરજ ડૂબ્યો તો લેન્ડર અને રોવરને ઉર્જા નહીં મળે. તે કામ કરવાનું બંધ કરી દેશે. ISROના ટેસ્ટ એ બતાવે છે કે લેન્ડર અને રોવરની બેટરીમાં એટલી તાકત છે કે ફરી સૂરજ નીકળવા પર તે ચાર્જ થઈને કામ કરવા લાગે. એવું આગામી 14 દિવસ કે તેનાથી થોડા વધુ સમયમાં સંભવ છે.
હાલમાં ચંદ્રયાન-3ની હાલત એકદમ યોગ્ય છે. લેન્ડિંગની તારીખ 23 ઑગસ્ટ છે. ચંદ્રયાન-2ના લેન્ડરની નિષ્ફળતા લેન્ડિંગના 4 વર્ષ બાદ પહેલી વખત છે જ્યારે આ મોટો પ્રયાસ ફરીથી કરવામાં આવી રહ્યો છે. લેન્ડિંગ બાદ વિક્રમના પેટનો દરવાજો ખુલશે. ત્યારબાદ તેની અંદરથી પ્રજ્ઞાન રોવર બહાર આવીને એક્સપરિમેન્ટ પૂરા કરશે. પ્રજ્ઞાન રોવર પર પણ કેમેરા અને બાધાઓથી બચવા માટે એવોયડેન્સ સિસ્ટમ લાગી છે. પ્રજ્ઞાન રોવર વિક્રમ લેન્ડરની આસપાસ જ કામ કરશે.

તે ખૂબ દૂર નહીં જઈ શકે. બસ એટલે જ દૂર જઇ શકે છે, જ્યાં સુધી વિક્રમ લેન્ડર તેનાથી સંપર્ક સ્થાપિત કરી શકે અને નજર રાખી શકે. ચંદ્રયાન-3ના લેન્ડરથી સંપર્ક સ્થાપિત કરવા માટે ISROના બે માધ્યમોનો સહારો લીધો છે. પહેલું તો એ કે ચંદ્રયાન-3માં આ વખત ઓર્બિટર મોકલ્યું નથી. તેના જગ્યાએ પ્રોપલ્શન મોડ્યુલ મોકલ્યું છે. તેનો હેતુ માત્ર ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યૂલને ચંદ્રની નજીક પહોંચવાનું હતું. એ સિવાય લેન્ડર અને બેંગ્લોર સ્થિત ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક (IDSN) વચ્ચે સંપર્ક સ્થાપિત કરવાનું હતું.

