નીટ વ્હિસ્કી પચાવી નથી શકતા, એટલા માટે પાણી મિક્સ કરે છે ભારતીય? જાણો સાચું કારણ

PC: mensxp.com

સામાન્ય ભારતીય દારૂમાં પાણી મિક્સ કર્યા વિના તેને પીવાની કલ્પના પણ ના કરી શકે. દારૂ સાથે પાણી-સોડાના આ અતૂટ સંબંધને દારૂ બનાવતી કંપનીઓ સમજી ગઈ છે. કદાચ એટલે જ જાહેરાત પર પ્રતિબંધ હોવા છતા કંપનીઓ પાણી, સોડાના બ્રાન્ડ તરીકે ટીવી-પેપરમાં જાહેરાતમાં દેખાય છે અને તેમનો સંદેશ સરળતાથી પોતાના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી જાય છે. દારૂમાં પાણી મિક્સ કરવાનું આ ચલણ આપણે ત્યાં કંઈક વધારે પડતું જ છે. આપણે ભારતીય પાણી, સોડા, કોક, જ્યૂસ અને કંઈ કેટલુય મિક્સ કરીને તેને પીએ છીએ. શું તેનું કારણ એ છે કે, સામાન્ય ભારતીયો માટે ખાલી દારૂ ડાયરેક્ટ પચાવવો અઘરો છે? વ્હિસ્કીની બોટલ ડાયરેક્ટ મોઢે લગાવીને પીતા આપણા હીરો શા માટે મર્દાનગીનું પ્રતીક બની જાય છે? સરેરાશ ભારતીય આખરે દારૂમાં પાણી શા માટે મિક્સ કરે છે?

કોકટેલ્સ ઈન્ડિયા યૂટ્યૂબ ચેનલના સંસ્થાપક સંજય ઘોષ ઉર્ફ દાદા બારટેન્ડર તેનું ચોંકાવનારું કારણ જણાવે છે. ઘોષના જણાવ્યા અનુસાર, ભારતમાં ઘણી બધી વ્હિસ્કી કંપનીઓ તેને તૈયાર કરવામાં molasses અથવા ચાસણીનો ઉપયોગ કરે છે. આ ચાસણીમાંથી સામાન્યરીતે રમ બને છે. ભારતમાં હાલ તેના પર કાયદાકીય પ્રતિબંધ નથી, આથી ભારતીય વ્હિસ્કી બ્રાન્ડ મોલ્ટની સાથોસાથ molassesનો પણ ઉપયોગ કરે છે.

તે શેરડીમાંથી ખાંડ તૈયાર કરતી વખતે બનનારો એક ડાર્ક બ્રાઉન કલરનો બાઈ-પ્રોડક્ટ છે. ફર્મન્ટેશનની પ્રક્રિયામાંથી પસાર થયા બાદ આ molassesને ડિસ્ટિલ કરીને દારૂ બનાવવામાં આવે છે. માનવામાં આવે છે કે, મોટાભાગની IMFL (ઈન્ડિયન મેડ ફોરેન લિકર)નો બેઝ તેનાથી જ તૈયાર થાય છે. એટલે કે પાણી મિક્સ કરીને તેની કડવાશને બેલેન્સ કરવું એક મજબૂરી છે. પીનારા વ્યક્તિ હવે તે સમજી ગયા છે કે, મોંઘા વિદેશી બ્રાન્ડના દારૂમાં કંઈપણ મિક્સ કર્યા વિના તેને ડાયરેક્ટ નીટ ગળામાં ઉતારવી શા માટે સરળ હોય છે.

ઘોષ વ્હિસ્કી-રમ વગેરેમાં પાણી મિક્સ કરવા પાછળનું એક કારણ ભારતીયોની ખાણીપીણીની ટેવને માને છે. તેમના જણાવ્યા અનુસાર, ભારતમાં દારૂ હંમેશાં મસાલેદાર ચખના સાથે પીવામાં આવે છે. આ તીખાશને બેલેન્સ કરવા માટે પાણી પીવાની જરૂર હોય છે. આવામાં, પાણી મિક્સ કરેલી વ્હિસ્કી એક પ્રકારે પાણીનું જ કામ કરે છે અને ખાવાનાની તીખાશને બેલેન્સ કરે છે.

ભારતીયોની પાણી મિક્સ કરવાની આદતના કારણે ભારતમાં વ્હિસ્કી-રમ-વોડકા વગેરેને વાઈનની સરખામણીમાં વધુ પસંદ કરવામાં આવે છે. વાઈનમાં આઈસ, સોડા, પાણી વગેરે મિક્સ કરવાની જરૂર નથી હોતી. તેને ડાયરેક્ટ પીવી પડે છે. એક કારણ એ પણ છે કે, સામાન્ય ભારતીયોમાં દારૂ પીવાને લઈને અનુસાશન નથી. દારૂને લઈને આપણું માઈન્ડસેટ કંઈક એવુ બની ગયુ છે કે, આપણે પીતી વખતે એવુ જ વિચારીએ છીએ કે, ક્યા પતા કલ હો ના હો. એટલે બોટલ ખુલે તો તેને પૂરી કરવી એક મોટી જવાબદારી છે. આથી, વધુ પીવાના ચક્કરમાં આપણે તેને પીવાલાયક બનાવવા માટે ઘણુ બધુ પાણી, સોડા, કોલ્ડ ડ્રિંક વગેરે મિક્સ કરીએ છીએ.

દારૂ પીવા અને પીરસવાની એક આખી ડિક્શનરી છે. જેમકે- વોડકા માર્ટિની પીરસવાને જેમ્સ બોન્ડના ડાયલોગ શેકેન, નોટ સ્ટર્ડે કાલજયી બનાવી દીધું. નીટનો મતલબ કંઈ પણ મિક્સ કર્યા વિના. જોકે, ભારતીય હવામાન નીટ પીવા માટે જરા પણ અનુકૂળ નથી કારણ કે, ગરમીઓમાં વ્હિસ્કીનું સામાન્ય તાપમાન પણ વધુ હોય છે. આથી, નીટ પીતી વખતે તેમા મેટલ આઈસક્યૂબ પણ નાંખવામાં આવે છે જેથી વ્હિસ્કીનું તાપમાન ઓછું કરી શકાય. આ મેટલ આઈસક્યૂબ વ્હિસ્કીના કંસનટ્રેશનમાં કોઈ બદલાવ નથી કરતો, જેને કારણે તેનો મૌલિક સ્વાદ જળવાઈ રહે છે. તેમજ ઓન ધ રોક્સ એટલે કે ઘણા બધા બરફ સાથે વ્હિસ્કી પીરસવી. આદર્શ સ્થિતિ એ છે કે, ગ્લાસને અડધો બરફથી ભરી દેવામાં આવે અને તેના પરથી વ્હિસ્કી નાંખવામાં આવે. કેટલાક લોકો પહેલા દારૂ નાંખીને બાદમાં તેમા બરફ નાંખે છે, જે સાચી રીત નથી. 

View this post on Instagram

A post shared by CocktailsIndia (@cocktailsindia2016)

જાણકારોનું માનવુ છે કે, દારૂમાં પાણી અથવા કોઈ તરલ પદાર્થ નાંખવાથી તેનો મૂળ ફ્લેવર બગડી જાય છે. પ્રીમિયમ મિનરલ વોટર પણ તમારી મોંઘી વ્હિસ્કીનો સ્વાદ બગાડે છે. કદાચ આ જ કારણ છે કે, વિદેશોમાં મોટાભાગના લોકો કોઈપણ તરલ પદાર્થ મિક્સ કર્યા વિના જ વ્હિસ્કીના ઓરિજિનલ ટેસ્ટનો આનંદ માણે છે. હવે ભારતમાં પણ મોંઘી સિંગલ મોલ્ટને પીવા માટે ખાસ પ્રકારનું પાણી વેચવામાં આવે છે. આ પ્રોડક્ટ વ્હિસ્કી બ્લેન્ડિંગ વોટર તરીકે બજારમાં વેચાય છે. કહેવાય છે કે, આ ખાસ પ્રકારનું પાણી દારૂના ફ્લેવરને વધુ સારો બનાવી દે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp