સિસોદિયાના વકીલને સુપ્રીમ કોર્ટે શા માટે કહ્યું- ન તો અમારી પાસે સમય છે, ન તો...

PC: navbharattimes.indiatimes.com

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં રાજ્યના પૂર્વ DyCM મનીષ સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ S.V.N. (સારસા વેંકટનારાયણ ભાટી)ની બેંચે મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી 4 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે. સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ સર્વોચ્ચ અદાલતને જણાવ્યું હતું કે, તેમને નિયમિત જામીન પર દલીલ કરવા માટે 3 થી 4 કલાકનો સમય જોઈએ છે.

અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, 'અમારી (મનીષ સિસોદિયા) વિરુદ્ધ ઘણા સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે. એક તરફ બીજી કોર્ટમાં મીડિયાને લઈને ગાઈડલાઈન બનાવવાની વાત ચાલી રહી છે. અમે કોર્ટમાં યાદી રજૂ કરીશું.' કોર્ટે મનીષ સિસોદિયાના વકીલ સિંઘવીને કહ્યું કે, અમારી પાસે સમય નથી, અમે આ સમાચાર વાંચતા નથી... અને અમે તેમનાથી પ્રભાવિત નથી. અહીં તમને જણાવી દઈએ કે, મનીષ સિસોદિયાએ દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં CBI અને ED બંને કેસમાં નિયમિત જામીનની માંગ કરી છે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે આ કેસમાં CBI અને EDને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ DyCM મનીષ સિસોદિયાની દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેણે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કારણ કે દિલ્હી હાઈકોર્ટે તેને રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. મનીષ સિસોદિયાએ પત્નીની બિમારીનો ઉલ્લેખ કરીને કોર્ટ પાસે જામીન માંગ્યા છે.

દિલ્હી દારૂ કૌભાંડની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સીઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) બંને દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હકીકતમાં આ વર્ષે 30 મેના રોજ દિલ્હી હાઈકોર્ટે CBI કેસમાં મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે, દિલ્હીના ભૂતપૂર્વ DyCM અને એક્સાઈઝ મિનિસ્ટર હોવાના કારણે તે 'હાઈ-પ્રોફાઈલ' આરોપી છે અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી તેમની જામીન અરજીમાં સિસોદિયાએ દલીલ કરી હતી કે, કોઈએ તેમને લાંચ આપી હોવાનો કોઈ દસ્તાવેજી પુરાવો નથી, અને ત્યાં સુધી કે એવો કોઈ આરોપ પણ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp