રાજસ્થાનમાં ચૂંટણી પહેલા ઘૂંઘટ અને બુરખાનો વિવાદ, CM અશોક ગેહલોત કેમ ઘેરાયા?

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા 'ઘૂંઘટ Vs બુરખા' વિવાદ વકરતો જોવા મળી રહ્યો છે. CM અશોક ગેહલોતે એક હિન્દૂ મહિલાનો ઘૂંઘટ હટાવ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ બુરખાનો મુદ્દો ઉઠાવ્યો છે. BJPએ પૂછ્યું છે કે CM અશોક ગેહલોત બળજબરીથી ઘૂંઘટ હટાવી રહ્યા છે, પરંતુ તેઓ બુરખા વિશે વાત કરવાનું કેમ બંધ કરે છે. કોંગ્રેસ પાર્ટી હિજાબનું સમર્થન કેમ કરે છે? CM અશોક ગેહલોતનો વિડીયો શેર કરતા BJPના ઘણા નેતાઓએ સવાલો ઉઠાવ્યા છે.
વાસ્તવમાં CM અશોક ગેહલોતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મહિલાઓને ઘૂંઘટ હટાવવા માટે કહી રહ્યા છે. બાંસવાડામાં એક કાર્યક્રમ દરમિયાન CM અશોક ગેહલોતે બે હિંદુ મહિલાઓને તેમના ઘૂંઘટ હટાવવા કહ્યું. ઘૂંઘટ ઊંચો કરીને પોતે કહે છે, 'ઘૂંઘટ હટાવો, ઘૂંઘટનો જમાનો હવે ગયો. ભાઈ સામે શું ઘૂંઘટ રાખવાનો.' જ્યારે CM અશોક ગેહલોત આગળ વધે છે ત્યારે એક મુસ્લિમ મહિલા બુરખામાં જોવા મળે છે. CM અશોક ગેહલોત તેની સાથે પણ વાત કરે છે, પરંતુ બુરખા કે હિજાબ વિશે કશું બોલતા નથી. જેની સામે BJPએ વાંધો ઉઠાવ્યો છે.
BJPના નેતાઓએ હવે આ વીડિયોની મદદથી CM અશોક ગેહલોતને ઘેરવાનું શરૂ કરી દીધું છે. BJP સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વીટ કર્યું, 'ફરક સ્પષ્ટ છે. કોંગ્રેસના CMને બળજબરીથી મહિલાઓનો ઘૂંઘટ હટાવવો છે. આ માટે તેઓ યોગ્ય અભિયાન ચલાવે છે, પરંતુ તેઓની બુરખા પર બોલતી બંધ થઇ જાય છે અને તેમના હાઈકમાન્ડ હિજાબનું સમર્થન કરે છે. આ રીતે કોંગ્રેસે ભારતને બરબાદ કર્યું. આ દંભ નથી તો બીજું શું છે!'
मुख्यमंत्री अशोक गहलोत जी कह रहे हैं घूँघट का जमाना गया अब , बात बिलकुल सही है
— Laxmikant bhardwaj (@lkantbhardwaj) June 15, 2023
पर खाली घूँघट का ? pic.twitter.com/NJd0C4vET1
રાજસ્થાન BJPના અન્ય એક નેતા લક્ષ્મીકાંત ભારદ્વાજે પણ CM અશોક ગેહલોતનો વીડિયો શેર કર્યો અને ટ્વીટ કર્યું, 'CM અશોક ગેહલોતજી કહી રહ્યા છે કે, ઘૂંઘટનો જમાનો હવે ગયો, વાત તેમની બરાબર, પણ શું ખાલી ઘૂંઘટનો?' વાસ્તવમાં, CM અશોક ગેહલોત ઘૂંઘટ પ્રણાલી વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવી રહ્યા છે. તેને સામાજિક દુષણ ગણાવતા, તે ઘણીવાર તેને સમાપ્ત કરવાની અપીલ કરતા જોવા મળે છે. જ્યારે, BJPનો આરોપ છે કે, CM અશોક ગેહલોત ફક્ત ઘૂંઘટ પ્રથાની વિરુદ્ધ બોલે છે, જ્યારે બુરખા અને હિજાબનો વિરોધ કરતા નથી. આ મુદ્દે હાલમાં કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp