PM સાથે મુલાકાત પહેલા BJP નેતાઓના ફોન કેમ લઇ લેવામાં આવ્યા?

PC: jubileepost.in

ભારતીય જનતા પાર્ટી (BJP)ની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક મંગળવારે (17 જાન્યુઆરી)ના રોજ પૂર્ણ થઈ. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. જો કે આ બેઠકમાં સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે PM મોદી સાથેની બેઠક પહેલા BJP નેતાઓના ફોન લઇ લેવામાં આવ્યા હતા.

હકીકતમાં, BJP તેની સંગઠનાત્મક ચર્ચાઓની ગુપ્તતા પ્રત્યે ખૂબ જ કાળજી રાખે છે. તાજેતરમાં જ, BJPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં હાજર રહેલા પ્રતિનિધિઓને તેમના મોબાઈલ ફોન મિટિંગ  હોલની બહાર રાખવા માટે કહી દેવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પાર્ટીના હૈદરાબાદ સંમેલનમાં PM નરેન્દ્ર મોદીના સંબોધનની ટૂંકી વિડિયો ક્લિપ વાયરલ થયા પછી, પાર્ટીના નેતાઓ ગોપનીયતા વિશે ખૂબ જ સાવચેત રહેતા હોય છે.

પક્ષના એક ટોચના નેતા, જેમણે શરૂઆતમાં પ્રતિનિધિઓને મીડિયા સાથે આઉટ ઓફ ટર્ન વાત કરવા સામે ચેતવણી આપી હતી, ક્લિપ લીક થવાથી નારાજ થયા હતા. જે બાદ તેમણે સૂચન કર્યું કે, મીટીંગ હોલની અંદર કોઈને પણ ફોન સાથે પ્રવેશ ન આપવો જોઈએ.

જ્યારે, દિલ્હીમાં યોજાયેલી BJPની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડાના કાર્યકાળને એક વર્ષ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે તેઓ જૂન 2024 સુધી પાર્ટીના અધ્યક્ષ રહેશે. આ સાથે જ BJPએ કારોબારી બેઠકમાં 2024ની રૂપરેખા તૈયાર કરી છે. પ્રમુખ JP નડ્ડાએ સ્પષ્ટ કર્યું છે કે, પાર્ટીએ અત્યારથી જ ચૂંટણીની તૈયારી શરૂ કરવી પડશે અને આ વર્ષે 9 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવી પડશે.

BJPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ના ઠરાવ હેઠળ તમામ રાજ્યોએ એકબીજાને સહકાર આપવો જોઈએ અને એકબીજાની ભાષા અને સંસ્કૃતિને સ્વીકારવી જોઈએ. લોકોને પાર્ટી સાથે જોડવા માટે BJP 'BJP Jodo' અભિયાન ચલાવશે. PM નરેન્દ્ર મોદીએ બેઠકમાં જણાવ્યું હતું કે, BJPના કાર્યકરોએ સમાજના તમામ વર્ગો સાથે સંવેદનશીલતા સાથે સંબંધ બાંધવો પડશે અને તે પણ માત્ર મત માટે નહીં પરંતુ દેશમાં પરિવર્તન લાવવા માટે કંઈક કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp