પત્નીના મોત બાદ મળ્યું પતિનું શબ, દીકરો બોલ્યો- મમ્મી-પપ્પાનો ઝઘડો થયેલો

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. પતિ નારાજ થઈને ઘરેથી જતો રહ્યો હતો. 4 દિવસથી ઘરે પાછો આવ્યો નહોતો. મહિલા પતિ ઘર ન આવવાનું દુઃખ સહન ન કરી શકી અને તેનું મોત થઈ ગયું. પરિવારના લોકો મહિલાનો અંતિમ સંસ્કાર કરીને પાછા આવી રહ્યા હતા કે ત્યારે જ જાણકારી મળી કે મહિલાના પતિનું શબ ગામની બહાર પડ્યું છે. ત્યારબાદ તેના શબના પણ મહિલાની ચિતા પાસે જ અંતિમ સંસ્કાર કરી દીધા.

ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે. મૃતક દંપતીના દીકરાનું કહેવું છે કે, પતિની ચિંતામાં માતાનું મોત થઈ ગયું અને પછી પિતા પણ મૃત મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઘટના જિલ્લાના બભનગામા ગામની છે. ગામમાં રહેતા તેજુ (ઉંમર 55 વર્ષ)ની 50 વર્ષીય પત્ની સિકલિયા દેવી અને બાળકો સાથે રહેતો હતો. થોડા દિવસ અગાઉ સિકલિયા દેવીનો પતિ તેજુ સાથે કોઈક વાત પર ઝઘડો થઈ ગયો હતો.

ત્યારબાદ તેજુ ગુસ્સામાં ઘરથી નીકળી ગયો હતો અને જમીન જાયદાદના બધા કાગળ પણ પોતાની સાથે લઈ ગયો હતો. 4-5 દિવસ વીતી ગયા બાદ પણ તેજુ ઘરે આવ્યો નહોતો. પત્ની અને બાળકોએ તેને ઘણી જગ્યાએ શોધ્યો, પરંતુ તેજુની જાણકારી ન મળી શકી. 8 જૂન 2023ના રોજ પતિની ચિંતામાં સિકલિયા દેવીનું નિધન થઈ ગયું, પરિવારમાં શોક પ્રસરી ગયો. સિકલિયા દેવીના મોત બાદ તેજુને ફરીથી ગામની આસપાસના ગામમાં શોધવામાં આવ્યો, પરંતુ કોઈ જાણકારી ન મળી.

એવામાં પરિવારના લોકો અને ગ્રામજનોએ સિકલિયા દેવીના ગામના સ્મશાન ઘાટમાં અંતિમ સંસ્કર કરી દીધા.બધા લોકો જ્યારે ઘરે ફરી રહ્યા હતા કે ત્યારે જ તેજુના દીકરા પ્રમોદ સાહનીને મધુબન પ્રતાપના કેટલાક ગોવાળોએ ચૌરા એરિયામાં એક શબ હોવાની જાણકારી આપી. પ્રમોદ અને ગામના કેટલાક લોકો ત્યાં પહોંચ્યા તો તેના પિતા તેજુનું શબ હતું. માતાના મોત બાદ જ પિતાનું શબ મળવાથી પ્રમોદ પૂરી રીતે તૂટી ગયો.

ગ્રામજનો અને સંબંધીઓએ કોઈક પ્રકારે સાંત્વના આપી. તેજુની અર્થી તૈયાર કરવામાં આવી અને પછી સ્મશાન ઘાટ લઈ જવામાં આવ્યો. તેજુનો અંતિમ સંસ્કાર પણ પત્ની સિકલિયા દેવીની ચિતા પાસે જ કરી દેવામાં આવ્યો. પંચાયતના જનપ્રતિનિધિ રામબાબુ સાહનીનું કહેવું છે કે પતિના વિયોગમાં પત્નીનું મોત થઈ ગયું અને પછી એ જ દિવસે પતિનું શબ ગામ બહાર મળ્યું. બંનેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાથી ગામમાં શોકનો માહોલ છે.

About The Author

Top News

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.