કેસ માટે આવેલો યુવક, પત્ની અને સાળીએ કોર્ટ બહાર ઢોર માર માર્યો

PC: zeenews.india.com

ઝારખંડના રામગઢ જિલ્લામાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે બે મહિલાઓ એક યુવકને ચપ્પલથી ખૂબ માર મારી રહી છે. ઉપસ્થિત લોકોએ વચ્ચે બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને મહિલાઓએ કોઇની એક વાત ન સાંભળી અને જિલ્લા સિવિલ કોર્ટ બહાર ઘણા સમય સુધી હાઇ વૉલ્ટેજ ડ્રામા ચાલતા રહ્યા. આ દરમિયાન કોઈએ વીડિયો બનાવીને વાયરલ કરી દીધો. એક યુવક પટનાથી રામગઢ કોર્ટમાં ઉપસ્થિતિ માટે આવ્યો હતો.

અહી જ તેની પત્ની અને સાળીએ ખુલ્લેઆમ મેથીપાક ચખાડી નાખ્યો. લોકોએ ખૂબ સમજાવવા અને વચ્ચે બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બંને મહિલાઓ તેને માર મારતી રહી. આ કેસમાં પીડિતનું કહેવું છે કે વર્ષ 2009માં રામગઢ જિલ્લાના કીભુરકુંડા વિસ્તારની રહેવાસી છોકરી સાથે તેના લવ મેરેજ થયા હતા. લગ્ન બાદ પત્ની ક્યારેય પોતાની સાસરીએ ન આવી. તે હંમેશાં પિયર જ રહી અને તેના પર પણ ત્યાં રહેવા માટે દબાવ નાખતી રહી. એટલું જ નહીં તે માનસિક અત્યાચાર પણ આપી રહી છે.

વર્ષ 2017થી રામગઢ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને સતત કોર્ટની તારીખ પર તે પટનાથી રામગઢ પહોંચે છે. આજે પણ તે તારીખ પર કોર્ટ પહોંચ્યો હતો તો પત્ની અને સાળીએ તેને માર માર્યો. વર્ષ 2017માં પત્નીએ કોર્ટમાં મેન્ટેનેન્સ માટે કેસ દાખલ કર્યો હતો. એ જ કેસમાં ઉપસ્થિત થવા માટે તે આવ્યો હતો. ત્યારે પત્ની અને સાળીએ તેને માર માર્યો. એક મીડિયા રિપોર્ટ મુજબ, ત્યાં ઉપસ્થિત એડવોકેટ અને સ્થાનિક લોકોએ મારામારી રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ પત્ની અને સાળીએ હોબાળો ચાલુ રાખ્યો. લગભગ એક કલાક સુધી રાજકુમાર બંધક રહ્યો.

પત્નીનો આરોપ છે કે પતિએ બીજા લગ્ન કરી લીધા છે. તો સાળીનો આરોપ છે કે તે તેના પતિને ડરાવે ધમકાવે છે. ત્યારબાદ ખોટી વાત બોલે છે. તેને લઈને બંનેએ પટનાથી આવેલા રાજકુમારને માર માર્યો અને તેનો વીડિયો લોકોએ કેમેરામાં કેદ કરી લીધો અને પછી વાયરલ થઈ ગયો. ગયા મહિને ઉત્તર પ્રદેશના ઝોનપુરમાં કોર્ટ પહોંચેલી 2 મહિલાઓએ પોતાના પતિને પકડીને માર માર્યો હતો. યુવક શાહગંજ ગ્રામીણ કોર્ટમાં તારીખ પર આવ્યો હતો. ત્યારે તેની બે પત્નીઓએ તેમને માર માર્યો હતો. આ ઘટનાનો પણ વીડિયો સામે આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp