પરિણીત પ્રેમી તેની પ્રેમિકા સાથે પકડાઇ ગયો, પત્નીએ બન્નેનું મુંડન કરાવી ગામમાં..

PC: indiatoday.in

સોમવારે આંધ્રપ્રદેશના શ્રી સત્યસાઈ જિલ્લાના લેપાક્ષી ગામમાં એક મહિલા અને તેના બોયફ્રેન્ડના માથા પરથી આંશિક રીતે વાળ કાઢીને તેમનું મુંડન કરાવ્યું હતું. આ પછી, પુરુષની પત્ની અને સાસરિયાઓએ તેમના કથિત લગ્નેતર સંબંધોને લઈને આખા ગામ અને શહેરમાં તે બંનેની પરેડ કરાવી હતી. તે બંનેને કથિત રીતે લાતો પણ મારવામાં આવી હતી. પુટ્ટપર્થી પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ બંનેના જાહેર અપમાનની સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

હિન્દુપુરના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર P કંજેક્શને જણાવ્યું હતું કે, 32 વર્ષીય શબાનાની સાથે તેના પતિ, 30 વર્ષીય હુસૈનના કથિત ગેરકાયદેસર સંબંધોથી ગુસ્સે થયેલા નાઝિયા અને તેના પરિવારે સોમવારે બપોરે તે બંનેના હાથ બાંધી દીધા અને તે બંનેને ગામ અને શહેરના રસ્તા પર ફેરવ્યા હતા. તેમણે કહ્યું, 'હુસૈન કથિત રીતે શબાના સાથે ગેરકાયદેસર સંબંધ ધરાવે છે. આ કારણે હુસૈનની પત્ની નાઝિયા તેના પરિવારના સભ્યો સાથે શબાનાના ઘરે ગઈ અને બંનેને પકડીને માથાના વાળ કાપીને તે બંનેનું મુંડન કરાવ્યું અને પછી આખા ગામ અને શહેરની આસપાસ ફેરવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, હુસૈન અને તેની ગર્લફ્રેન્ડનું મુંડન કરાવતા જ નાઝિયા અને તેના પરિવારજનોએ તેનો વીડિયો બનાવ્યો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. તેણે કથિત રીતે શબાનાને લાત પણ મારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર શબાના અને તેના પતિ બે વર્ષ પહેલા જ અલગ થઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ત્યારબાદ બંનેને ઓટોરિક્ષામાં બેસાડીને હુસૈનના ગામ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સ્થાનિક લોકોએ નાઝિયા અને તેના પરિવારના સભ્યોને પકડીને પોલીસ બોલાવીને તેમના હવાલે કર્યા હતા.

પોલીસ અધિકારી P કન્જક્શને જણાવ્યું હતું કે, પોલીસ ટીમ ભારતીય દંડ સંહિતા (IPC)ની વિવિધ કલમો હેઠળ આ મામલે શૂન્ય FIR નોંધવાની પ્રક્રિયામાં છે. આમાં ગુનાહિત ધાકધમકી, હુમલો અથવા કોઈપણ વ્યક્તિનું અપમાન કરવાના ઈરાદા સાથે ગુનાહિત બળ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી અને નાઝિયા અને તેના પરિવાર વિરુદ્ધ અન્ય કલમોનો સમાવેશ થાય છે. તેના પર ગેરકાયદેસર પેશકદમી, કેદ, ખોટી રીતે અટકાવવું, શાલીનતાનો ભંગ કરવો અને અન્ય ગુનાઓનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, FIRને ત્યાર પછી તેના યોગ્ય અધિકારક્ષેત્રમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp