ઈન્સ્ટાગ્રામ પર પત્નીએ બ્લોક કરતા પતિએ બાળકો સામે મહિલાનું ગળુ દબાવ્યુ પછી....

PC: twitter.com

ઈન્સ્ટાગ્રામ પર પત્નીના એક્ટિવ રહેવા પર અને તેના વધુ ફોલોઅર્સથી પરેશાન પતિ આખરે હેવાનિયત દેખાડી દીધી. તેણે પોતાના બે બાળકોની સામે પત્નીનું ગળુ દબાવી તેની હત્યા કરી નાખી. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં જ પત્નીએ તેના પતિને ઈન્સ્ટાગ્રામ પર બ્લોક કરી દીધો હતો. જલન અને અસુરક્ષાની ભાવનામાં ઘૂટાઇ રહેલા પતિએ ન કરવા જેવી હરકત કરી નાખી. તેણે ઈનોવા કારની અંદર બાળકોની આંખોની સામે ગળુ દબાવીને નિર્મમતાથી પત્નીની હત્યા કરી નાખી. મરનારી મહિલાના પિતાએ પોલીસ ફરિયાદ કરી અને આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી છે.

અત્યાર સુધીની પૂછપરછમાં તેણે જે જણાવ્યું તેના આધારે પોલીસ સૂત્રોનું કહેવું છે કે મરનારી મહિલાના સોશિયલ મીડિયા પર સારી સંખ્યામાં ફોલોઅર્સ હતા. તેને લઇ પતિ શરૂઆતથી હિન ભાવનાથી ગ્રસિત હતો અને ત્યાર પછી તેને મહિલાના ચરિત્ર શંકા થવા લાગી. તેને એવું લાગતું હતું કે તેની ગેરહાજરીમાં મહિલા સોશિયલ મીડિયા ફેન્સને મળતી હતી. આ મહિલાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રાઈવસી લોક છે. અધિકારી તપાસ કરી રહ્યા છે. ઉન્નાવ જિલ્લાના સફીપુરના 37 વર્ષીય આરોપી રાહુલ મિશ્રા હાલમાં પરિવારની સાથે લખનૌની કાશીરામ કોલોનીમાં રહેતો હતો. તે એક ટ્રાવેલ એજન્સી ચલાવે છે. 32 વર્ષીય મોનિક ગુપ્તા સાથે 2008માં તેણે લવ મેરેજ કર્યા હતા. મોનિકાના પિતાનું કહેવું છે કે રાહુલ તેની દીકરી પર શરૂઆતથી જ શંકા કરતો હતો. બંને વચ્ચે મોટેભાગે ઝઘડા થતા રહેતા હતા.

શનિવારે રાતે તે ઈનોવા કારમાં પત્ની અને બે બાળકોને લઇ લખનૌથી રાયબરેલી જઇ રહ્યો હતો. પણ તે કારને લઇ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ચાલ્યો ગયો. ત્યાં તેણે અચાનક કાર રોકી. ગાડી સાઇડમાં લગાવીને બંને બાળકોની સામે રાહુલે પત્નીનુ ગળુ દબાવી હત્યા કરી નાખી. હત્યા બાદ બાળકોને લઇ તે ઘણીવાર સુધી ગાડીમાં બેસી રહ્યો.

તેની વચ્ચે પોલીસ પેટ્રોલની ટીમ ત્યાં પહોંચી અને શંકાશીલ અવસ્થામાં કારને ઊભી રહેતા જોઇ તેમણે પૂછપરછ કરી. ટીમે કાર ખોલવા કહ્યું. તો રાહુલે તેમની વાત માની નહીં. આ અંગેની સૂચના કૂરેભાર પોલીસને કરવામાં આવી. પોલીસ ત્યાં પહોંચી અને ગાડીનો દરવાજો ખોલવામાં આવ્યો. પોલીસના પૂછવા પર મોનિકાની 12 વર્ષીય દીકરી અને પાંચ વર્ષના દીકરાએ પિતાની કરતૂત જણાવી. કહ્યું કે, પિતાએ મમ્મીનું ગળું દબાવી લીધું હતું. રાહુલે પણ પોતાનો ગુનો સ્વીકારી લીધો અને પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો.

મૃતકના પિતા ઉમાશંકર ગુપ્તા સૂચના મળતા ત્યાં પહોંચ્યા. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુ કાર્યવાહી માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp