પિયર ગયેલી પત્નીએ ચોરીછૂપે કરી લીધા બીજા લગ્ન પછી...

PC: thebetterindia.com

ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં પત્નીની બેવફાઈથી દુઃખી પતિએ માસૂમ દીકરી સાથે એસપી ઓફિસ પહોંચી ન્યાયની માંગણી કરી હતી. પતિના જણાવ્યા અનુસાર, 9 વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. એક વર્ષ પહેલા કંઇ પણ જણાવ્યા વિના તેની પત્ની દીકરીને લઇને પિયર જતી રહી. જ્યારે તે સાસરે પહોંચ્યો અને તપાસ કરી તો જાણકારી મળી કે, તેની પત્નીએ બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે. યુવક પોતાના સાસરામાંથી દીકરીને લઇને પાછો આવી ગયો, ત્યારબાદ હવે યુવક પોલીસ પાસે પત્ની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. યુવકની માંગ છે કે, છૂટાછેડા લીધા વિના તેની પત્નીએ બીજા લગ્ન કરી લીધા. એવામાં તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. હાલ, પોલીસ સમગ્ર પ્રકરણની તપાસ કરી રહી છે.

હરદોઈમાં ચાર વર્ષીય માસૂમ દીકરી સાથે વ્યક્તિ ફરિયાદ લઇને પોલીસ અધિક્ષકની ઓફિસ પહોંચ્યો. આ યુવકનું નામ ઇંદ્ર ભૂષણ સિંહ છે. હુસેપુર કરમાયા ગામમાં રહેતા ઇંદ્ર ભૂષણ સિંહ 4 વર્ષની દીકરી અને પરિવારની સાથે પત્નીની બેવફાઈની ફરિયાદ લઇને એસપી ઓફિસ પહોંચ્યો. ઇંદ્ર ભૂષણનું કહેવુ છે કે, 9 વર્ષ પહેલા 2014માં તેમના લગ્ન જનપદ પ્રતાપગઢના વિક્રમપુરમાં રહેતા રામસિંહની દીકરી પૂનમ સાથે થયા હતા. લ ગ્નના 5 વર્ષ બાદ તેના ઘરે દીકરીનો જન્મ થયો. થોડાં વર્ષો સુધી તો બધુ બરાબર ચાલતું રહ્યું. પરંતુ, ગત વર્ષે તેની અનુપસ્થિતિમાં તેની પત્ની પૂનમ દીકરીને સાથે લઇને પોતાના પિયર ચાલી ગઈ.

થોડાં દિવસો સુધી જ્યારે તેની પત્ની પાછી ના આવી તો તેણે પોતાના સાસરે જઇને તપાસ કરી ત્યારે તેને જાણકારી મળી કે, તેની પત્નીએ હરદોઈ જિલ્લાના ટડિયાવા ના સોહાસા ગામમાં રહેતા એક વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા છે. પત્નીની બેફવાઈ અને બીજા લગ્ન કરવાની વાત સાંભળીને પોતાની દીકરીને સાથે લઇને પોતાના ગામ પાછો આવી ગયો. પત્નીની બેવફાઈથી દુઃખી ઇંદ્રભૂષણ હવે પત્ની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. અપર પોલીસ અધિક્ષક પશ્ચિમી દુર્ગેશ સિંહે જણાવ્યું કે, સમગ્ર પ્રકરણની ફરિયાદ ઇંદ્ર ભૂષણે કરી છે. આ મામલામાં તપાસ માટે સ્થાનિક પોલીસને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ બાદ મામલામાં કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp