પત્નીએ પતિનો પ્રાઈવેટ પાર્ટ બ્લેડથી કાપ્યો, શરમથી અઠવાડિયા સુધી ફરિયાદ ન નોંધાવી

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક પત્નીએ પોતાના પતિના પ્રાઈવેટ પાર્ટને બ્લેડથી કાપીને ઘાયલ કરી દીધો. પતિએ અઠવાડિયા પછી પત્ની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલો કાનપુર મહાનગરના ગુજૈની પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

અહીંના બર્રા વિસ્તારમાં રહેતા મનોજે (નામ બદલ્યું છે) જણાવ્યું હતું કે 14 જૂને તેની પત્ની સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. તેણે કહ્યું કે, આ પ્રકારનો ઝઘડો હંમેશા તેમની વચ્ચે થતો રહેતો હતો. પરંતુ આ વખતે ઝઘડા પછી જ્યારે તે સૂઈ ગયો ત્યારે તેની પત્નીએ બ્લેડ વડે તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો.

જ્યારે તે પીડાથી ચીસો પાડવા લાગ્યો ત્યારે પત્ની ત્યાંથી ભાગી ગઈ. પીડિતએ જણાવ્યું કે તેણે શરમમાં આવીને આ વાત કોઈને કહી નથી. પરંતુ એક સપ્તાહ પછી તેણે ગુજૈની પોલીસ સ્ટેશનમાં તેની પત્ની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

નૌબસ્તાના ACP અભિષેક પાંડેએ જણાવ્યું કે, આરોપીની પત્નીની શોધ કરવામાં આવી રહી છે. સાથે જ પીડિતની મેડિકલ ટ્રીટમેન્ટ પણ કરવામાં આવી છે. ટૂંક સમયમાં જ આરોપી મહિલાની ધરપકડ કરવામાં આવશે.

હકીકત એમ છે કે, તારીખ 14મી જૂન હતી, સમય રાત્રે 8-9 વાગ્યાની આસપાસનો હતો. બર્રા વિસ્તારમાં રહેતા એક યુવક અને તેની પત્ની વચ્ચે લાંબા સમયથી કોઈ વાતને લઈને ઝઘડો ચાલતો હતો. થોડો સમય આ ઝઘડો આમ જ ચાલતો રહ્યો, ત્યારે જ પતિ ગુસ્સામાં ઝઘડો કરતાં કરતાં વચ્ચે સૂઈ ગયો. કદાચ પત્ની આનાથી નારાજ થઈ ગઈ હતી અને તેણે પતિ સામે બદલો લેવાનું નક્કી કર્યું હતું. આ માટે તેણે અડધી રાત સુધી રાહ જોવાનું યોગ્ય માન્યું. ઘડિયાળમાં જ્યારે મધ્યરાત્રિનો સમય બતાવવાનું શરૂ કર્યું, ત્યારે પત્ની તેના પગ ઓળંગીને સૂતેલા પતિની નજીક આવી અને પછી રાત્રીના શાંત વાતાવરણમાં એક ભયાનક ચીસ સંભળાઈ.

હકીકતમાં, પત્નીએ પોતાના જ પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઘણી વખત વાપરેલી બ્લેડનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે પતિ ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેની પીડાની હદ એટલી હતી કે, તેની ચીસ ગળામાં જ અટકી ગઈ હતી. તે ન તો કંઈ બોલી શકતો હતો કે ન તો કંઈ સમજી શકતો હતો. તે રાત્રે તેણે એ જોયું કે તેની પત્ની ગુનો કર્યા પછી ઘરેથી ભાગી ગઈ હતી.

આ પહેલા મધ્યપ્રદેશના ગ્વાલિયરથી પણ આવા જ એક સમાચાર સામે આવ્યા હતા. હકીકતમાં, અહીં એક યુવકને તેની પત્નીના હાથમાંથી મોબાઈલ છીનવવો મુશ્કેલ બન્યો હતો. નારાજ મહિલાએ પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઉકળતું તેલ રેડ્યું અને ભાગી ગઈ. બૂમો સાંભળીને આસપાસના લોકોએ ઘાયલને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાર પછી પીડિતે આરોપી પત્ની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો.

પતિએ જણાવ્યું કે, તેની પત્ની પાડોશી સાથે દિવસભર ફોન પર વાત કરતી હતી. તેણે તેની પત્નીને ઘણી વખત સમજાવી, પરંતુ તે માનતી જ નહોતી. પછી એક દિવસ તેણે ગુસ્સામાં તેની પત્નીનો મોબાઈલ છીનવી લીધો. આનાથી પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેણે પતિના પ્રાઈવેટ પાર્ટ પર ઉકળતું તેલ રેડી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp