એક જ ઘરમાંથી 2 અર્થી, પતિના મોતના આઘાતમાં પત્નીએ 2 કલાક બાદ દમ તોડ્યો

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે જાણી તમે પણ હેરાનીમાં મૂકાઈ જશો. એક મહિલા પોતાના પતિની મોતને સહન ન કરી શકી. પતિની મોતના 2 કલાક પછી મહિલાએ પણ દમ તોડ્યો. આ રીતે એક જ ઘરમાં એક પછી એક 2 મોત થવાથી પરિજનોના હાલ ખરાબ છે અને ઘરમાં માતમ છવાયું છે. 

મામલો શું છે

જાણકારી અનુસાર, ઝાંસી જિલ્લાના બઘોરા ગામમાં 50 વર્ષના પ્રીતમ રોજની જેમ ભેંસોને લઇ ખેતરે ગયા હતા. વરસાદને લીધે ગામના ચેક ડેમ પર પાણી આવી જાય છે. જે સમયે પ્રીતમ ખેતરે ગયા ત્યારે પાણીનું સ્તર ઓછું હતું. પણ આસપાસના વિસ્તારોમાં થયેલા વરસાદને લીધે પાણીની સપાટી વધી ગઇ, તેની જાણ પ્રીતમને નહોતી.

પતિના વિયોગમાં પત્નીએ પ્રાણનો ત્યાગ કર્યો

સાંજે ખેતરેથી ઘરે પરત ફરતા સમયે પ્રીતમ ચેકડેમના પાણીમાં ડૂબી ગયા. ઘણો સમય પસાર થઇ ગયા પછી પણ જ્યારે પ્રીતમ ઘરે આવ્યા નહીં તો પરિવારે શોધ શરૂ કરી. આ દરમિયાન ચેકડેમના કિનારે પ્રીતમની ચપ્પલ મળી આવી. પરિવારે પોલીસને જાણ કરી. શોધ બાદ પ્રીતમનું શવ મળી આવ્યું.

જણાવીએ કે પ્રીતમની મોતની જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો. પતિની મોત પછી તેની પત્નીએ પણ દમ તોડી દીધો. પરિવારનું કહેવું છે કે, બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. મૃતક દંપત્તિને એક દીકરો અને બે દીકરીઓ છે. ત્રણેય સંતાનોના લગ્ન થઇ ગયા છે. મૃતકના પરિવારનું કહેવું છે કે, રોજની જેમ પ્રીતમ ભેંસને ચરાવવા ખેતરે ગયો હતો. પણ રસ્તામાં આવતા ચેકડેમમાં અચાનક પાણીનું સ્તર વધી ગયું. સાંજે પરત ફરતા સમયે તે ચેકડેમના પાણીમાં ડૂબી ગયા અને તેમનું મોત થયું. ત્યાર બાદ 47 વર્ષીય બીમાર પત્ની ગીતાને તેની જાણ થઇ તો તેઓ સદમામાં જતા રહ્યા. પોસ્ટમોર્ટમ પછી પતિના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે જ પત્ની ગીતાએ પણ પતિના વિયોગમાં પ્રાણ ત્યજી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp