જેની હત્યાના કેસમાં જેલ ગયો પતિ, તેના ભાઈના પ્રેમમાં પડી પત્ની! પછી...
ઉત્તર પ્રદેશના બાંદામાં એક મહિલાએ પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરાવી નાખી. મહિલાનો પતિ તેના પ્રેમીના ભાઈના મર્ડર કેસમાં જેલની સજા કાપી ઘરે ફર્યો હતો. જ્યારે પતિ જેલમાં હતો તો મહિલાના તેની સાથે સંબંધ બન્યા. આ વાતને લઇ પતિ સાથે લડાઇ થતી રહેતી. તેને કારણે મહિલાએ પ્રેમી અને તેના સાથીઓને બોલાવીને પતિને મોતના ઘાટ ચઢાવી દીધો. હાલમાં પોલીસે મહિલા અને પ્રેમી સહિત 3 લોકોની ધરપકડ કરી લીધી છે.
2005માં મહિલાના પતિ બાલકરણ પટેલે એક વ્યક્તિની હત્યા કરી હતી. જ્યારે પતિ જેલ ગયો ત્યારે જેની હત્યા કરી હતી તેના ભાઈ જોડે બાલકરણની પત્નીને પ્રેમ થઇ ગયો. જાન્યુઆરી 2023માં જ્યારે બાલકરણ સજા કાપી આવ્યો તો તેણે આ સંબંધનો વિરોધ કર્યો. પતિ પત્ની વચ્ચે રોજ ઝઘડા થવા લાગ્યા.
આની વચ્ચે મહિલાના પ્રેમીને તેના ભાઈની હત્યાનો બદલો લેવાની તક મળી ગઇ. એવામાં તેણે મહિલાના કાન ભર્યા અને તેના પતિ બાલકરણની હત્યાનો પ્લાન કર્યો. મહિલા પણ રાજી થઇ ગઇ કારણ કે તે બાલકરણની હરકતોથી ત્રાસી ગઇ હતી.
એક દિવસ મહિલાએ ફોન કરી પ્રેમી અને તેના સાથીને ઘરે બોલાવ્યા, જ્યાં પ્રેમીએ પિસ્તોલથી ગોળી મારી સૂતેલા બાલકરણની હત્યા કરી નાખી. ઘટના વિશે એસપી અંકુર અગ્રવાલે જણાવ્યું કે, પુરાવા મિટાવવા માટે મહિલાએ હત્યાના જગ્યા પર રંગરોગાન કરી દીધો હતો. જ્યારે પોલીસ ઘરે પહોંચી તો જમીન પર નવો રંગ જોઇ તેમને શંકા ગઇ. તેને લઇ મહિલા સાથે પૂછપરછ કરવામાં આવી તો તેણે ખોટી સ્ટોરી બનાવવાની શરૂ કરી દીધી. પણ ફોનના કોલની ડિટેલે તેની પોલ ખોલી નાખી. તેનાથી જાણ થઇ કે હત્યાના દિવસે મહિલાએ ફોન કરી પોતાના પ્રેમી અને સાથીઓને બોલાવ્યા હતા.
પોલીસ પૂછપરછમાં મહિલાએ કહ્યું કે, જ્યારે બાલકરણ જેલની સજા કાપી આવ્યો ત્યારે તેને મારા પર શંકા હતી. ખોટા આરોપો લગાવતો હતો. બાલકરણના જેલમાં રહેવા સમયે તેના પડોશના વ્યક્તિ સાથે સંબંધ થયા હતા. આ વ્યક્તિના ભાઈની હત્યાના ગુનામાં પતિ જેલ ગયો હતો.
એસપી અંકુર અગ્રવાલે કહ્યું, 24 ઓગસ્ટની રાતે બિસંડા ક્ષેત્રના કૈરી ગામમાં એક વ્યક્તિની હત્યા થઇ હતી. ઘટના સ્થળે જઇ તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે મૃતક બાલકરણની પત્નીનું ગામના એજ વ્યક્તિ સાથે સંબંધ હતો જેના ભાઈની હત્યામાં પતિ જેલની સજા કાપી આવ્યો હતો. શંકાના આધારે મહિલા સામે કડકાઇથી સવાલ કરવામાં આવ્યા તો તેણે સાચી વાત કહી દીધી અને ગુનો કબૂલી લીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp