26th January selfie contest

20000ના જેકેટ માટે પત્નીની હત્યા, CRPFના જવાન પતિને કરિયાવરમાં મોંઘું જેકેટ..

PC: msn.com

વૈશાલીમાં 20 હજારની કિંમતનું જેકેટ પતિને ગમી ગયું. તેને આ જેકેટ કરિયાવરમાં જોઈતું હતું. તે ન મળતાં તેણે પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. છોકરીના પિતાએ છોકરા પર આ આરોપ લગાવ્યો છે. છોકરો CRPFમાં સૈનિક છે. મામલો દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

મૃતક રિતિકા કુમારી છપરા જિલ્લાના મુફસિલ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મંગાઈડીહ ગામની રહેવાસી હતી. રિતિકાના લગ્ન 8 મહિના પહેલા જ કાલી ચરણ સિંહ ઉર્ફે બુલબુલ સિંહ સાથે થયા હતા. લગ્ન 2 મે 2022ના રોજ હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. આરોપીનું ઘર વૈશાલી જિલ્લાના પાનાપુર રઘુનાથ ગામમાં છે.

પિયરિયા તરફી સંબંધીઓના જણાવ્યા અનુસાર લગ્નના સમયથી જ રિતિકાને ફોર વ્હીલર અને અન્ય સામાન માટે હેરાન કરવામાં આવતી હતી. ત્યાં સુધી કે દીકરી આવી વાત ઘર સુધી પહોંચાડી ન શકે તે માટે મોબાઈલનો સીમ નંબર પણ બદલી નાંખ્યો હતો. 7 મહિના પછી એટલે કે 2 જાન્યુઆરી 2023ના રોજ અચાનક સવારે 7:30 વાગ્યે સાસરિયાઓએ ફોન કરીને કહ્યું કે, તમારી દીકરીની તબિયત બગડી છે, જલ્દી આવી જાવ.

પિતાએ જણાવ્યું કે, ઘરની સામે એક શાળા છે. ત્યાં જમાઈએ 4-5 છોકરાઓ સાથે દારૂ પીધો અને પછી નણંદ અને સાસુએ સાથે મળીને તેને મારી નાંખી. અમે લગ્ન કર્યા ત્યારે તે કાશ્મીર હતું. હેન્ડપંપ પર પડી અને તે ઠંડીથી મૃત્યુ પામી. જ્યારે અમે મૃતદેહ જોયો તો ગળા પર દોરડાના નિશાન હતા. તેના સંબંધીઓ અમને ધમકાવવા લાગ્યા હતા.

મૃતક રિતિકાના પિતા નરેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું કે, સચ્ચાઈ એ છે કે મારી પુત્રીની જમાઈ અને તેના પરિવારના અન્ય સભ્યોએ સાથે મળીને તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. તેણે એમ પણ કહ્યું કે લગ્ન બાદ તે 10 લાખ અને ફોર વ્હીલરની માંગ કરતો હતો. યુવતી સાથે મારપીટ કરતો હતો. પિયરના લોકોને ફોન પર અલગ-અલગ રીતે ધમકાવતો હતો. પોલીસે 2 જાન્યુઆરીએ જ છોકરાની ધરપકડ કરી હતી.

નરેન્દ્ર સિંહનો આરોપ છે કે, છોકરો તેની નોકરી અંગે પણ ધમકી આપતો હતો. જમાઈ કહેતા કે અમે જ્યાં રહીએ છીએ તે બટાલિયન કેમ્પમાં ઘણા એવા લોકો છે, જેઓ પોતાની પત્નીની હત્યા કર્યા પછી પણ નોકરી કરી રહ્યા છે.

અહીં થોડા દિવસોથી જમાઈએ પોતાની માંગ બદલી હતી. 20 હજારની કિંમતના જેકેટની માંગણી કરી હતી. તે કહેતો હતો કે ઠંડી વધી ગઈ છે. તમે લોકો જલ્દી મને જેકેટ આપો. ન આપતાં પુત્રીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી.

મહનાર SDPO સુરેન્દ્ર પંજિયારે જણાવ્યું કે, 2 જાન્યુઆરીએ સવારે 10:00 વાગ્યે પોલીસને માહિતી મળી કે પાનાપુર રઘુનાથપુર ગામમાં એક કારમાંથી એક મહિલાની લાશ મળી આવી છે. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે હાજીપુર સદર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. સાથે જ પોલીસ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કંઇ કહી શકશે. જ્યારે, પોલીસે મૃતક રિતિકાના પતિ કાલીચરણ બુલબુલ સિંહની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp