શાકમાં ટામેટા નાખ્યા તો ગુસ્સામાં ઘર છોડીને જતી રહી પત્ની, પતિએ ખાવા પડ્યા સોગંધ

મધ્ય પ્રદેશના શહડોલથી એક હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં ટામેટાના કારણે પતિ-પત્ની વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે પત્ની ગુસ્સામાં ઘર છોડીને જતી રહી. પીડિત પતિની ફરિયાદ પર પોલીસ બંને વચ્ચે સમાધાન કરવામાં લાગી છે. ટિફિન સેન્ટર ચલાવનાર સંજીવ વર્મને ભોજન બનાવતી વખત શાકમાં ટામેટાં નાખી દીધા તો તેની પત્ની એટલી નિરાશ થઈ ગઈ કે તે દીકરીને લઈને ઘર છોડીને જતી રહી. પતિએ પત્નીને ખૂબ મનાવવાનો પ્રયાસ કર્યો, અને ટામેટાં ન ખાવાના સોગંધ પણ ખાધા. તેના પર પણ તે ન માની.
તેનાથી પરેશાન થઈને સંજીવ પોતાની પત્નીની ભાળ મેળવવા માટે સ્થાનિક પોલીસ પાસે પહોંચ્યો અને પત્ની ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો. જ્યારે પોલીસે સંજીવની પત્ની આરતીનો નંબર માગ્યો તો તેણે મોબાઈલ નંબર આપી દીધો. ત્યારબાદ પોલીસે સંપર્ક કર્યો તો આરતી વર્મને ફોન ઉઠાવતા બોલી કે તે પોતાની બહેનના ઘરે ઉમરિયા છે. ત્યારબાદ પોલીસે સંદીપની પત્ની સાથે વાતચીત કરાવી દીધી. હવે પોલીસ બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ કરી રહી છે.
સંજીવ વર્મન એક નાનકડું ઢાબુ ચલાવે છે અને સાથે જ લોકોને ટિફિન સેવા ઉપલબ્ધ કરાવે છે. ધનપુરી પોલીસ સ્ટેશનના પ્રભારી સંજય જયસ્વાલે જણાવ્યું કે, આરતી બર્મન સાથે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો તેણે જણાવ્યું કે, સંજીવ બર્મન તેની સાથે દારૂના નશામાં મારામારી કરે છે. એ વાતને લઈને તે નારાજ છે. તેના કારણે તે 4 વર્ષની દીકરી સાથે બહેનના ઘરે જતી રહી. તો સંજીવનું કહેવું છે કે, વિવાદનું અસલી કારણ ટામેટા છે. કહેવામાં આવે છે કે, સંદીપ અને આરતીના લગન 8 વર્ષ અગાઉ થયા હતા.
તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, પોલીસ સ્ટેશનના પ્રભારી સંજય જયસ્વાલે જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં ટામેટાના કારણે પત્ની ઘર છોડીને જતી રહેવાની ફરિયાદ આવી છે. સંજીવની પત્નીને સમજાવી દેવામાં આવી છે જલદી જ તે ઘરે પાછી આવતી રહેશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ટામેટાના ભાવ સતત વધી રહ્યા છે. ટામેટાના કિલોના ભાવ સદી મારી ચૂક્યા છે અને અત્યારે પણ રોજબરોજ તેમાં વધારો થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp