પત્ની પ્રેમી સાથે ભાગી,પતિ પુત્ર સાથે 70 ફૂટના વીજ ટાવર પર ચઢ્યો,પોલીસ પત્નીને..

PC: jagran.com

ઉત્તર પ્રદેશના અમરોહામાં જ્યારે તેની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ ત્યારે યુવક એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે પુત્રને પીઠ પર બાંધી દીધો અને 70 ફૂટ ઊંચા વીજળીના ટાવર પર ચઢી ગયો. જો તેની પત્ની પરત નહીં ફરે, તો તેણે કુદીને આત્મહત્યા કરવાની ધમકી પણ આપી હતી.

ઉત્તર પ્રદેશના અમરોહામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. તેની પત્ની તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી, ત્યાર પછી યુવક તેના પુત્રને પીઠ પર બાંધીને 70 ફૂટ ઊંચા વીજળીના ટાવર પર ચઢી ગયો હતો. જો તેની પત્ની પરત નહીં આવે તો તેણે ટાવર પરથી કૂદી જવા દેવાની ધમકી પણ આપી હતી. જ્યારે પોલીસ તેની પત્નીને લઈને ઘટનાસ્થળે પહોંચી ત્યારે જ યુવક વીજળીના ટાવર પરથી નીચે ઉતર્યો હતો.

આ મામલો નૌગાવાં સાદત પોલીસ સ્ટેશન વિસ્તારના શેખુપુરા ઈમ્મા ગામનો છે. પરમ સિંહ ઉર્ફે પરમા વ્યવસાયે ખેડૂત છે. આરોપ છે કે 3 સપ્ટેમ્બરના રોજ આ જ વિસ્તારના ગાલિબ બાડા ગામમાં રહેતો દીપક તેની પત્ની સોનમને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. ત્યાં સુધી કે સોનમ ઘરેથી ઘરેણાં પણ લઈ ગઈ હતી. જ્યારે તે તેના બે નાના બાળકોને ઘરે મૂકીને ગઈ હતી. ઘણી શોધખોળ કરવા છતાં સોનમ ક્યાંય મળી ન હતી. પરેશાન પરમસિંહે દીપક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એવી ચર્ચા છે કે પોલીસે શુક્રવારે સોનમને ઝડપી લીધી છે અને કોર્ટમાં તેનું નિવેદન નોંધવાની તૈયારી કરી રહી છે.

આ પહેલા શુક્રવારે પરમ સિંહ તેના બે બાળકો સાથે પછડિયા ગામના અડ્ડા પર પહોંચ્યો હતો. ત્યાં તે તેના એક પુત્રને પીઠ પર બાંધીને 70 ફૂટ ઊંચા વીજળીના ટાવર પર ચઢી ગયો હતો. આ ઘટનાની માહિતી મળતાં CO સતીશચંદ પાંડે પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુવકને નીચે ઉતરવાની અપીલ કરી હતી, પરંતુ તે પોતાની પત્નીને સ્થળ પર બોલાવવા પર અડગ રહ્યો હતો. લગભગ અઢી કલાક પછી પોલીસ તેની પત્ની સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી યુવક તેના પુત્ર સાથે નીચે આવ્યો હતો. હાલ પોલીસે પત્નીને યુવક સાથે મોકલી આપી છે. આ મામલે CO સતીશ ચંદ્ર પાંડેએ જણાવ્યું કે, યુવકને સમજાવ્યા પટાવ્યા પછી તેને વીજળીના ટાવર પરથી સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવકને તેની પત્ની સાથે ઘરે મોકલી દેવામાં આવ્યો છે. પરિણીતાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp